________________
-
-
: ૧૪૬ .
પઉમચરિય–પદ્મચરિત્ર રાજ્ય છેડી પિતા પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધમાં ગયા. ત્યાંથી ચ્યવને ભરત ચક્રવર્તી થયા અને સિદ્ધિ પામ્યા. પૃથ્વીપુરમાં વિજય નામના રાજાએ યશોધર ગુરુની પાસે દીક્ષા લીધી અને તે વિજય નામના ઉત્તમ વિમાનમાં ગયા. ત્યાંથી ચ્યવીને અયો
ધ્યામાં વિજય રાજાની યશેમતી ભાર્યાથી ઉત્પન્ન થયા, તે બીજા સગર ચકવર્તી પુત્રના વિયેગમાં દીક્ષા લઈ તપ કરી મોક્ષે ગયા. ત્યારપછી પુંડરીકિશું નગરીમાં શશિપ્રત્યે વિમલમુનિની પાસે જિનદીક્ષા ગ્રહણ કરીને તે શૈવેયકમાં સુંદર દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને શ્રાવસ્તી નગરીમાં સુમિત્ર રાજાની ભામિની પત્નીની કુક્ષિમાં મઘવા નામના ચક્રવર્તી થયા, તે શ્રીધર્મનાથ અને શ્રી શાંતિનાથ તીર્થકરના આંતરામાં ભરત ક્ષેત્રમાં છ ખંડનું સામ્રાજ્ય ભોગવીને જિનવરની દીક્ષા અંગીકાર કરી તપ કરીને સનકુમાર નામના વિમાનિક કલ્પમાં ગયા. સનકુમાર ચક્રીનું ચરિત્ર
ત્યારપછી તે જ તીર્થંકરના આંતરામાં અતિસુંદર રૂપવાળા ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ સનકુમાર નામના ચકવતી થયા.
ત્યારે મગધરાજાએ પ્રશ્ન કર્યો કે, કયા તેવા પુણ્યના પ્રભાવથી તે અતિરૂપવાળા થયા, હે ભગવંત ! મને તે જાણવાનું ઘણું કુતૂહલ થયું છે. ગણધર ભગવંતે પણ તેને સર્વ પુરાણ સંબંધ આ પ્રમાણે કહ્યું કે-“આ ભરતક્ષેત્રમાં ગવદ્ધન નામનું એક ગામ હતું. ત્યાં શ્રાવકકુળમાં જન્મેલે જિનદત્ત નામનો એક કુટુમ્બી રહેતો હતો. સાગાર તપ કરીને કાલ પામતાં સદગતિ પામ્યો. તેના વિયેગમાં તેની વિનયમતી નામની દઢચિત્તવાળી ભાર્યા તેણે અરિહન્ત જિનેશ્વર ભગવંતનું જિનમંદિર કરાવીને પ્રત્રજ્યા અંગીકાર કરી અને પછી મૃત્યુ પામી. તે ગામમાં મેઘબાહુ નામના સમ્યગદષ્ટિ, ધીર અને ઉત્સાહવત એક ગૃહસ્થ રહેતા હતા. જિનમંદિરમાં વિનયવતીએ કરેલી મહાપૂજા જોઈને તેની સહણ-અનુમોદના કરતા તે મૃત્યુ પામ્યો અને ચક્ષરૂપે ઉત્પન્ન થયે. તે જિનશાસનમાં અનુરક્ત બની, વિશુદ્ધ સમ્યકત્વમાં દઢભાવના વાળે ચાર પ્રકારના શ્રમણ સંઘની વેયાવચ્ચ કરતો હતો. ત્યાંથી ચ્યવીને મહાપુરમાં સુપ્રભની ભાર્યા તિલકસુંદરીની કુક્ષિથી જન્મેલો ધર્મરુચિ નામને રાજા થયે. ત્યાર પછી સુપ્રભ મુનિના શિષ્ય બની શંકાદિષ-રહિત ત્રત-સમિતિ-ગુપ્તિ-યુક્ત, પિતાના દેહ વિષે પણ નિરપેક્ષ થયો. સંઘ પ્રત્યે વાત્સલ્ય ભાવવાળો, વેયાવચ્ચ કરવામાં ઉદ્યમવાળો મહાન ગુણવાળે તે કાલધર્મ પામીને મહેન્દ્ર દેવલોકમાં ઉત્તમ દેવ થયે. દેવ વિમાનથી ચ્યવને સહદેવ રાજાની પત્નીથી ગજપુર નગરમાં સનકુમાર નામને ચકી
. સૌધર્મપતિ-ઈન્કે તેના રૂપની પ્રશંસા કરી, એટલે બે દેવ સંશય પામીને તેને જેવા માટે નીચે આવ્યા. ચકવર્તીને દેખીને દેવ કહેવા લાગ્યા કે, “બહુ સુન્દર, બહુ સુન્દર, ઈન્દ્ર દેવલોકમાં તમારા રૂપની પ્રશંસા કરી છે.” ચક્રવર્તીએ કહ્યું કે, “હે દેવો! જે તમે દેવલોકથી મને જોવા માટે અહીં સુધી આવ્યા છે, તે થોડો સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org