________________
[૨૦] તીર્થકરે, ચક્રવર્તીએ, બલદે, વાસુદેવે આદિનું કીર્તન
: ૧૪૫ :
ક્રમે ક્રમે વધતા રહેશે.-આ પ્રમાણે જિનેશ્વર ભગવંત વચ્ચેના કાળના આંતરા વગેરે પદાર્થો તમને જણાવ્યા.. ' હે નરપતિ ! હવે જિનેન્દ્રોની ઉંચાઈ અને આયુ ક્રમે કરીને જણાવું, તે સાંભળે– કુલકરની ઉચાઈ કમશઃ ૧૮૦૦, ૧૩૦૦, ૮૦૦, એમ ત્યાર પછીનાઓની કમે કમે ઘટતી ઉંચાઈ પર૦ ધનુષ-પ્રમાણ ઉંચી કાયા હતી. આદિજિનેન્દ્ર ઋષભદેવ ભગવંતની ઉંચાઈ ૫૦૦ ધનુષ-પ્રમાણ હતી. ત્યાર પછી આઠ તીર્થકરોની ઉંચાઈમાં ૫૦-૫૦ ધનુષની હાનિ કેમે ક્રમે નિયમિત થતી હતી. શીતલ જિનેશ્વરની ઉંચાઈ ૯૦, ત્યાર પછીના જિનેશ્વરની ઉંચાઇ કમે ક્રમે ૮૦, ૭૦, ૬૦ અને ૫૦ ધનુષ હતી. ત્યારપછીના આઠ તીર્થકરેની ઉંચાઈમાં પાંચ પાંચ ધનુષ ક્રમે કરી ઘટાડતાં પંદરમાં ધર્મનાથની ૪૫, ૪૦, ૩૫, ૩૦, ૨૫, ૨૦, ૧૫, ૧૦ એમ બાવીશમાં તીર્થકર સુધીની ઉંચાઈ કમે કરી જાણવી. ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુની ઉંચાઈ નવ હાથ અને ચોવીશમાં વાદ્ધમાન સ્વામીની શરીરની ઉંચાઈ સાત હાથની હતી. આ પ્રમાણે સંક્ષેપથી તીર્થકરોની ઉંચાઇનું પ્રમાણ જણાવ્યું. કુલકરે, તીર્થંકરનાં આયુષ્યો
એક પલ્યોપમના આઠ ભાગ કરવા, તેમાંના એક ભાગના ફરી દશ ભાગ કરતાં જે કાળ આવે, તેટલું પ્રથમ કુલકરનું આયુ જિનેન્દ્ર કહેલું છે. એ પ્રમાણે આયુર્કંધને દશમે દશમો ભાગ ઓછો કરતાં કરતાં બાકીના કુલકરનું આયુષ્ય સમજી લેવું અને નાભિકુલકરનું આયુષ્ય એક પૂર્વ કોટીનું સમજવું.
2ષભદેવ ભગવંતનું આયુ ૮૪ લાખ પૂર્વનું, અજિતનાથનું ૭૨ લાખ પૂર્વ, તેના પછીના છ તીર્થકરોનું અનુક્રમે દશ દશ લાખ પૂર્વ ઘટાડતા જવું. ત્યાર પછીના નવમા-દશમાં તીર્થકરેનું આયુષ્ય અનુક્રમે બે લાખ અને એક લાખ પૂર્વનું જાણવું. ત્યાર પછી ૧૧ થી ૧૬ સુધીના તીર્થકરનું ૮૪, ૭૨, ૬૦, ૩૦, ૧૦ અને ૧ લાખ પૂર્વનું આયુષ્ય જાણવું. ત્યાર પછી ૧૭ માં ભગવંતથી અનુક્રમે છે ભગવંત સુધીનું કમસર ૯૫ હજાર, ૮૪ હજાર, ૫૫ હજાર, ૩૫ હજાર, ૧૦ હજાર અને ૧ હજાર વર્ષનું. ત્રેવીશમાનું એક વર્ષ અને ચોવીશમાં વાદ્ધમાનસ્વામીનું આયુષ્ય ૭૨ વર્ષનું જાણવું. હે શ્રેણિક! આ પ્રમાણે વર્તમાન ચોવીશીના સર્વ તીર્થકરેનું આયુષ્ય મેં તમને કહ્યું.
હવે જેના શાસનમાં કે આંતરામાં ચક્રવર્તીઓ થયા, તે સાંભળે– જિનાન્તરમાં થએલા ૧૨ ચક્રવર્તીઓ અને તેના પૂર્વભવે
ઋષભ ભગવંતની સુમંગલા ભાર્યાથી ભરત નામના પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા. પૂર્વભવમાં પુંડરીકિણી નગરીમાં વસેન નામના તીર્થંકરના બાહુ નામના પુત્ર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org