________________
[૨૦] તીર્થકર ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવ આદિનું કીર્તન
: ૧૪૭ :
વધારે રાહ જુવો. સ્નાન, વિલેપન, બલિકર્મ કર્યા પછી વસ્ત્રાભૂષણથી અલંકૃત થએલા મને જુવો. ત્યારપછી સ્નાન, બલિકર્મ કરી સર્વાલંકારથી વિભૂષિત શરીરવાળા સિંહાસન પર વિરાજમાન થએલા ચક્રવર્તીને તે બંને દેવોએ જોયા. ત્યારપછી દેવો તેમને કહેવા લાગ્યા કે, તમારું આ રૂપ અતિસુન્દર છે, પરંતુ તેમાં માત્ર ક્ષણભંગુર સ્વભાવન દેષ છે. પ્રથમ દર્શન સમયે તમારી યૌવનાનુસારી રૂપલક્ષમી હતી, તે તમારી. શોભા ક્ષણવારમાં ઘણાજ વેગથી કઈ પ્રકારે નાશ પામી છે. દેવનું વચન સાંભળીને, મનુષ્યજન્મ અશાશ્વત જાણીને સનસ્કુમાર ચક્રવતી દીક્ષા અંગીકાર કરીને ઘેર તપકર્મ કરવા લાગ્યા. સાધુપણુમાં ઉદયમાં આવેલા રોગો સમભાવપૂર્વક સહન કરીને અનેક લબ્ધિઓની સુંદર શક્તિ પ્રાપ્ત કરી, કેમે કરી કાલધર્મ પામીને સનકુમાર દેવલેકમાં ગયા.
પુંડરીકિણી નગરીમાં મેઘરથ, ઘનરથનું શિખ્યપણું અંગીકાર કરીને સર્વાર્થસિદ્ધમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવીને વિશ્વસેનની પત્નીના ગર્ભમાં જીવોને શાંતિ કરનાર શાન્તિ નામના મેળમાં તીર્થકર અને પાંચમા ચકવર્તી થયા. ભરતવર્ષનું સામ્રાજ્ય ભોગવીને, તીર્થ ઉત્પન્ન કરી તે મોક્ષે ગયા. શ્રીકુન્થનાથ અને અરનાથ એ બંને પણ ચકી ઉત્પન્ન થઈ કર્મમલને નાશ કરીને અચલ અનુત્તર એવો મેક્ષ પામ્યા. ધર્મનાથ અને શાંતિનાથ આ બે તીર્થકરોની વચ્ચે સનસ્કુમાર ચક્રવતી થયા. ત્રણે જિનેશ્વરે ચકવર્તી હતા. આ અંતર સમજી લેવું.
“હે શ્રેણિક રાજા! ધન્યપુરના રાજા વિચિત્રગુપ્ત નામના મુનિના શિષ્ય હતા, મૃત્યુ પામી તે દેવલોકે ગયા. દેવકના વિમાનથી એવીને શ્રાવસ્તીના રાજા કાર્તવીર્યની પત્ની તારાથી સુભૂમ નામનો પુત્ર ઉત્પન્ન થયે. જમદગ્નિના પુત્ર પરશુરામને યુદ્ધમાં મારીને તે ચૌદ રત્નના સ્વામી ચક્રવર્તી થયા. પૃથ્વીને બ્રાહ્મણ વગરની કરીને વૈરાગ્ય-રહિત મૃત્યુ પામીને અત્યંત પાપના પ્રસંગ પામવાના કારણે સાતમી નરકે ગયા, વીતશેકા નગરીમાં ચિન્તામણિ નામના એક રાજા હતા. સુપ્રભ નામના ગુનો યોગ મેળવીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને નાગપુરમાં પવરથ રાજાની પત્ની મયૂરાથી મહાપદ્મ નામના ચકવત થયા, તેને રૂપ અને ગુણસંપન્ન આઠ કન્યાઓ હતી. ખેચર વિદ્યાધરેથી અપહત કરેલી આઠે કન્યાઓ ભર્તારની ઈચ્છા કરતી ન હતી. વિદ્યારે પાસેથી પાછી મેળવી એટલે આઠે ય કન્યાઓએ દીક્ષા અંગીકાર કરી. અંતિમ કાલે કાલ પામીને દેવલોકમાં ગઈ. જે આઠ વિદ્યાધરે હતા, તે કન્યાઓના વિયોગથી વૈરાગ્ય પામ્યા અને ઉત્તમ દેવવિમાન પ્રાપ્ત કર્યું. પુત્રીઓના કારણે વૈરાગ્ય પામેલા પદ્મને રાજ્ય આપીને વિષ્ણુની સાથે દીક્ષા લીધી. ધીર મહાપદ્મ શ્રમણ પણ મહાગુણ-સમૃદ્ધ તપ કરીને અરનાથ અને મલ્લિનાથ ભગવંતના આંતરામાં ઈષ~ાભાર-મોક્ષ પામ્યા. વિજયપુરમાં મહેન્દ્રદત્ત નામના મહાઋદ્ધિવંત રાજા હતા. નન્દન મુનિના શિષ્ય થઈને તેઓ મહેન્દ્ર દેવલેકમાં ગયા. ત્યાંથી ચ્યવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org