________________
: ૧૧૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
સુંદરી નામની ભાર્યાને અનુક્રમે અરિદમ આદિ સો સુંદર પુત્ર ઉત્પન્ન થયા. તેમને અંજનાસુંદરી નામની એક નાની બહેન હતી. જાણે રૂપવતીઓનાં રૂપ એકઠાં કરીને નિર્માણ કરી હોય, તેવી સુન્દર રૂપવાળી હતી. કેઈક સમયે પોતાના ભવનમાં તે કન્યા દડાની રમત રમતી હતી, ત્યારે નવયૌવનપૂર્ણ અને અતિ સુંદર રૂપવાળી તે કન્યાને મહેન્દ્ર રાજાએ દેખી. ત્યાર પછી પોતાના મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ પણ આવીને વિનય પૂર્વક આસન ઉપર બેઠા. પછી મહેન્દ્ર રાજાએ તેમને પૂછયું કે, “આ મારી કન્યા મારે કોને આપવી, તે સ્પષ્ટ કહે.
મહેન્દ્ર વિદ્યાધરને પ્રણામ કરીને મતિસાગર મંત્રીએ કહ્યું કે, ગુણાધિક આ કન્યા રાવણને આપવી, અથવા રાવણના સુન્દર રૂપવાળા અને વિદ્યા તથા બલમાં ગર્વિત મેઘવાહન અને ઈન્દ્રજિત્ નામના પુત્રને આપવી. આ વચન સાંભળીને સુમતિ નામના મંત્રીએ સ્પષ્ટાક્ષરમાં કહ્યું કે, “રાવણને તે આ કન્યા ન આપવી, કારણ કે તે અનેક યુવતિઓને સ્વામી છે. હવે કદાચ જે ઈન્દ્રજિતને આપવામાં આવે તો મેઘવાહન ઈર્ષ્યા અને રોષ કરશે અને મેઘવાહનને આપીશું, તો ઈન્દ્રજિત્ કોપ કરશે. આપે શું સાંભળ્યું નથી ? કે એક ગણિકા ખાતર શ્રીસેનરાજાના પુત્રને માતા-પિતાને દુઃખ ઉત્પન્ન કરનાર યુદ્ધ થયું હતું. તે જુની વાત આપ ભૂલી ગયા ?” ત્યારે ત્યાં સુમતિએ કહ્યું કે, તાત્યની દક્ષિણશ્રેણિમાં કનકપુર નામના નગરમાં હરિનાથ નામને બેચરાધિપતિ વિદ્યાધર છે, તેને સુમના નામની ભાર્યા છે. તેનાથી ઉત્પન્ન થએલે રૂપ, ગુણ અને યૌવનમાં ત્રણે ભુવનમાં ચડિયાતે વિદ્યુતપ્રભ નામને પુત્ર છે, તેને આ કન્યા આપવી. આ વાતમાં તમે જરા પણ સળેહ ન રાખે, અનુરૂપ યૌવનવાળાને યોગ જલદી કરવો જોઈએ.
મસ્તક ધૂણાવતા સંદેહ પારગ મંત્રીએ કહ્યું કે, “એ વિદ્યુભકુમાર તો મોક્ષગામી થશે. અઢારમે વર્ષે ભોગ ભોગવીને વ્રત–નિયમ ગ્રહણ કરીને સિદ્ધિસ્થાને જશે.” એમ અતિશય જ્ઞાનવાળા મુનિવરે કહેલું છે. ઉત્તમ યૌવનથી ઉજજવલ આ શ્રેષ્ઠ કન્યાને ત્યાગ કરે, તે ચંદ્ર વગરની રાત્રિ માફક આ કન્યા શૈભારહિત બની જાય.” ત્યારે વળી એક બીજા મંત્રીએ કહ્યું કે, આદિત્યપુર નામના ઉત્તમ નગરમાં પ્રહૂલાદ નામના મોટા એક વિદ્યાધર રાજા છે, તેને કીર્તિમતી નામની ભાર્યા છે, તેમને પ્રખ્યાત કીર્તિવાળા પવનંજય નામને પુત્ર છે, જે રૂ૫ અને યૌવન વડે કામદેવને પણ વિડમ્બના પમાડના છે. આ સમયે ગુણોથી સમૃદ્ધ તથા વૃક્ષે અને કમલ-સમૂહોને નવપલ્લવ કરનાર ફાલ્ગન મહિનો આવી પહોંચ્યો, અર્થાત્ ઋતુરાજ વસંતનું આગમન થયું. વિવિધ પુની સમૃદ્ધિ અને ગંધથી ભરપૂર, ગુંજારવ કરતા મધુકરો અને કોયલના મધુર શબ્દોથી નગર નજીકના બગીચાઓ શોભતા હતા. આવા સમયમાં નન્દીશ્વર નામના ઉત્તમ દ્વીપમાં જઈને દેવે આઠ દિવસને જિનેશ્વર ભગવંતન ભકિત-મહોત્સવ કરતા હતા. હસ્તમાં પૂજાની સામગ્રી સાથે સર્વે વિદ્યાધર-સમુદાયે પણ વૈતાઢ્ય પર્વત પર ગયા અને તુષ્ટ થએલા તેઓએ જિનાલયમાં જઈને પ્રભુને પ્રણામ કર્યા. ત્યાં મહેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org