________________
[૧૭] અજનાસુંદરીના બહિષ્કાર અને હનુમાન પુત્રના જન્મ
: ૧૩૩ :
પ્રલાપ સાંભળીને આકાશમાર્ગે થી સમગ્ર પરિવાર સાથે એક વિદ્યાધર અણધાર્યા ત્યાં ઉતર્યા. ગુફામાં પ્રવેશ કરીને સુંદર સ્વરૂપવાન બંનેને દેખીને દયાળુ મનવાળા તેણે પૂછ્યુ... કે, 'તમે અહીં કયાંથી આવ્યાં છે ?' વસ'તમાલાએ તેને જણાવ્યું કે, હું સુપુરુષ ! આ મહેન્દ્રરાજાની પુત્રી અને પવનજય સુભટની ભાર્યા અંજના નામની છે. કાઇક સમયે તે વનજય આને ગભ ઉત્પન્ન કરીને સ્વામી પાસે ચાલ્યા ગયા. એ આવીને ગયા, તે ત્યાં કોઈના જાણવામાં ન આવ્યુ. આ વિષયની અજાણ મૂઢ હૃદયવાળી સાસૂએ મોટા ગર્ભના ભારવાળી આને દેખી અને ‘દુશીલા છે’ એમ તિરસ્કારથી એકદમ પિતાને ઘરે વિદાય કરી. મહેન્દ્ર પિતાએ પણ મહાકલ...કથી ભય પામીને મારી સાથે અંજનાને આ ઘેાર અરણ્યમાં પ્રવેશ કરાવ્યો. આ નિર્દોષ ખાલાએ આજે રાત્રિના પાછલા પહેારે પયક ગુફામાં ઉત્તમ પુત્રને જન્મ આપ્યા છે.'
આ પ્રમાણે કહી રહ્યા પછી વિદ્યાધરે કહ્યું કે, હે ભદ્રે! હું કહું તે સાંભળે ! કુરુ વરદ્વીપમાં ચિત્રભાનુ નામના મારા પિતા છે, સુંદર નામની માતાની કુક્ષિથી ઉત્પન્ન થએલા હું મહેન્દ્રની ભાર્યા વરહૃદય સુંદરીના હું ભાઇ છું. આ કન્યા મારી બહેનની પુત્રી છે, લાંખા સમયે દેખવાથી હું આ ખાલાને ભૂલી ગયા છુ', પરંતુ ઓળખાણ અને સ્વજનના અનુરાગથી ખરાખર તેને જાણી શક્યા છું. મામાને આળખીને અંજના તે અરણ્યમાં કરુણ સ્વરથી રુદન કરવા લાગી, અત્યંત દુઃખથી વ્યાપ્ત દેહવાળી તેને વસતમાલાએ આશ્વાસન આપી શાન્ત કરી. અંજનાને રુદન કરતી અટકાવીને પ્રતિસૂર્ય કે જ્યાતિષીને પૂછ્યુ કે, આ ખાલકનું જન્મનક્ષત્ર, કરણ અને યાગ કહે.' ત્યારે જ્યાતિષીએ કહ્યું કે- આજે રવિવારના દિવસ, ચૈત્રમાસની કૃષ્ણ અષ્ટમીની તિથિ છે, શ્રવણ નક્ષત્ર અને બ્રાહ્મ નામના યાગ છે. મેષરાશિમાં રવિ ઉચ્ચ સ્થાન પર રહેલા છે. મકરરાશિમાં ચંદ્ર સમસ્થાન પર રહેલા છે. મોંગલનું ગમન વૃષભમાં છે અને મેષમાં શુક્ર ઉચ્ચસ્થાન પર છે. ગુરુ અને શનિ મીનરાશિમાં ઊંચા સ્થાન પર રહેલા છે, બુધ કન્યારાશિમાં ઉચ્ચસ્થાને છે. આ સં યાગેા આ બાલકને રાજઋદ્ધિ અને ચેગિત્વનું સૂચન કરનારા છે. હે સુપુરુષ! એ સમયે શુભ મુહૂત અને મીનને ઉદય હતા. સર્વાં અનુકૂલ ગ્રહેા વૃદ્ધિસ્થાનમાં રહેલા છે. આ મહાનિમિત્તો એમ સૂચવે છે કે, ખલ, ભાગ, રાજ્ય અને સમૃદ્ધિના ભેાગવટો કરીને આ ખાલક સિદ્ધિસુખને પ્રાપ્ત કરશે, ’
પ્રતિસૂયે જ્યાતિષીનું ચાગ્ય સન્માન કરીને પેાતાની ભાણેજી અજનાને કહ્યું કે, આપણે હનુરુહ નગરમાં જઇએ.' તે સ્થાનમાં રહેલા દેવને ખમાવીને તેએ ગુફા માંથી બહાર નીકળ્યા અને સુંદર સુવના નિર્માણ કરેલા વિમાનમાં આરૂઢ થઇને આકાશમાર્ગે ચાલવા લાગ્યા. ખેાળામાં રહેલા શરીરવાળા બાળક ઘુઘરીઓને સમૂહ દેખીને માછલાની માફ્ક એચિંતા ઉછળ્યા અને પર્વતના શિલાપટ્ટ ઉપર પડ્યો. પુત્રને નીચે ગબડી પડેલા જોઇને અજના કરુણ રુદન કરતી વિલાપ કરવા લાગી કે, દૈવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org