________________
: ૧૩૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
રાજ્યાભિષેક કરવાનું છે.” પવનંજયે કહ્યું કે, “હે પુત્ર! હનુરુહના રાજાઓને બોલાવ્યા છે. અમારે લંકા જઈને સ્વામીનું કાર્ય કરવાનું છે. રસાતલ નગરમાં વરુણ નામને તેને શત્રુ છે. તેને સે પુત્રો અને સમર્થ સૈન્ય હોવાથી સંગ્રામમાં જિત ઘણે મુશ્કેલ છે. આ વચન સાંભળીને વિનયથી નમેલા મસ્તકવાળે હનુમાન કહેવા લાગ્યા કે, “હું હોવા છતાં યુદ્ધના મોખરે તમારે જવું તે યંગ્ય ન ગણાય.” પવનગતિએ કહ્યું કે-“હે પુત્ર! તું હજુ બાલક છે, ભયંકર સંગ્રામમાં રોષાયમાન થએલા સુભટનાં મુખો હજુ તે જોયાં નથી.” ત્યારે શ્રીશેલે કહ્યું કે, “હે પિતાજી! કાયર યુદ્ધમાં જઈને શું કરવાને? સિંહ બાલક હોય તે પણ મોટા હાથીનો નાશ નથી કરતો?” બહુ રોકવા છતાં પણ તેણે યુદ્ધમાં જવાનો આગ્રહ છોડ્યો નહિ. તે પછી ગુરુની આજ્ઞાથી તે જવા પ્રવર્તે. સ્નાન અને બલિકર્મ કર્યા પછી ગુરુવની રજા મેળવીને ઉત્તમ વિમાનમાં આરૂઢ થઈને સેન્ય-પરિવાર સાથે લંકા તરફ ચાલ્યો. જલવીચિ નામના પર્વત ઉપર રાત વીતાવીને સૂર્યોદય સમયે સમુદ્રને નીહાળતા હનુમાને લંકાપુરીમાં પ્રવેશ કર્યો.
સૈન્યમાં પ્રાપ્ત કરેલ ચતુરાઈવાળા, સર્વાલંકારથી અલંકૃત કરેલ શરીરવાળા દેવકુમાર સરખા હનુમાનને રાક્ષસજનોએ જોયા. રત્નોથી ઝળહળતા સામંતોએ કરેલા ગૌરવવાળા, અનેક પુપિથી પૂજનવિધિ કરાએલ હનુમાને રાવણની સભામાં પ્રવેશ કર્યો. મદોન્મત્ત હાથી સરખી ગતિવાળા હનુમાને રાવણને પ્રણામ કર્યા, એટલે તેણે પણ ઉતાવળા ઉભા થઈને આલિંગન કર્યું. આપેલા આસન ઉપર બેઠેલા હનુમાનને દશાનને કુશલ સમાચાર પૂછવા, તેમજ મહાગૌરવપૂર્વક દાનમાં વૈભવ આપીને ઉત્તમ સન્માન કર્યું. આ પ્રમાણે સમગ્ર સૈન્ય-પરિવાર સાથે યુદ્ધના પૂર્ણ ઉત્સાહ સહિત રાવણ લંકાનગરીથી બહાર નીકળીને વરુણપુરી તરફ નીકળ્યો. બખ્તરના અંગરાગવાળા સૈનિકો સાથે રાવણ વિદ્યાબલથી સમુદ્રને ઉલ્લંઘીને એકદમ વરુણના નગરની પાસે આવી પહોંચ્યો. સર્વ બલસહિત રાવણનું ત્યાં આગમન સાંભળીને બખ્તર ધારણ કરીને વરુણ પણ સામનો કરવા બહાર આવ્યું. બાણ, શક્તિ, બર્ગ, મોગર વગેરે શસ્ત્રો ફેંકીને ઘાયલ કરતા વરુણના સો પુત્રને રાક્ષસોની સામે યુદ્ધ જામ્યું. યુદ્ધમાં વરુણના પુત્રોએ નિર્દય પ્રહાર કરીને રાક્ષસના સિન્યને ભગ્ન કર્યું. તે દેખીને રાવણ જાતે જલદી મોખરે આવ્યા. વર્ષા સમયમાં મેઘવડે ઢંકાઈ ગએલ સૂર્યની જેમ યુદ્ધમાં લડતા રાવણને ચારે તરફથી વરુણના પુત્રોએ ઘેરી લીધો. ઇન્દ્રજિત, બિભીષણ, ભાનુકર્ણ વગેરે સર્વ સુભટોને વરુણે ચક્રની ઉપર આરૂઢ થએલા હોય તેમ ભમાવ્યા. રાક્ષસ–સેન્યને ઘેરાએલું અને વિષાદ પામેલું દેખી કે પાયમાન હનુમાન પિતાના સિન્ય સાથે બાણરૂપી વજા ફેંકતો આગળ આવ્યો. અત્યંત વિસ્તાર પામેલ પરાક્રમવાળા હનુમાને યમરાજાની જેમ તરવાર, મુગર અને ચકવડે વરુણના સુભટોને હણી નાખ્યા. લાંબા કાળ સુધી યુદ્ધ કરીને હનુમાને વરુણના પુત્રને પકડી લીધા, એટલે રાવણે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org