________________
[૧૯] વરુણને પરાજય અને રાવણનું રાજ્ય
: ૧૩૯ : વરુણને નાગપાશથી બાંધી લીધા. પુત્રો સહિત વરુણને ગ્રહણ કરીને કૃતાર્થ રાવણે ઉત્તમ ઉદ્યાનમાં પડાવ નાખે અને સામત સહિત ત્યાં રોકાયે. નાયકરહિત નગરમાંથી રાક્ષસ-સુભટ સારભૂત દ્રવ્ય લૂંટી લેતા હતા, તથા કેદમાં નાખેલા લોકોનાં આકંદન થતાં હતાં.
આવી રીતે ચારે બાજુથી નગર–લોકોને તથા નગરનો વિનાશ દેખીને દયાળુ રાવણે શ્રેષ્ઠ પુરુષ દ્વારા તે રોક્યો. વરુણરાજાને મુક્ત કર્યો, તેના પુત્રોને પણ છૂટા કર્યા, એટલે રાવણને પ્રણામ કરીને સત્યમતી નામની એક કન્યા હનુમાનને આપી. તેનું પાણિગ્રહણ થયા પછી વરુણને પિતાના રાજ્ય પર સ્થાપન કરીને યુદ્ધરસના કારણે પ્રાપ્ત કરેલા કોધવાળો રાવણ લંકામાં આવી પહોંચ્યા. રાવણે પણ હનુમાનને અનેક ગુણોથી પરિપૂર્ણ, અનંગકુસુમ નામની ચંદ્રનખાની પુત્રી હનુમાનને આપી. તેની સાથે પાણિગ્રહણ કરીને શ્રીશેલ કર્ણકુંડલ નગરમાં દેવકુમારની જેમ ભેગ-સમૃદ્ધિ ભોગવતું હતું. ત્યાર પછી નલે હરિમાલિની નામની કન્યા આપી. વળી હનુમાને કિન્નરપુરમાં સો કિન્નરકન્યાઓની પ્રાપ્તિ કરી. કિષ્કિધિપુરના સ્વામી સુગ્રીવ અને તારાની પદ્મરાગ નામની પુત્રી હતી, તેને દેખી માતા-પિતા તેના વરની ચિંતા કરવા લાગ્યા કે, “આ કોને આપવી? તેના વરને માટે વિદ્યાધર રાજાઓનાં રૂપે ચિત્રાવીને મંગાવ્યાં અને કેમે કરીને તે બાલા સર્વનાં રૂપે નીરખતી હતી. એવી રીતે જોતાં જોતાં હનુમાનનું રૂપ જાણે કામદેવનું રૂપ ન હોય, તેવા પ્રકારનું જોઈને તે તેના હૃદયમાં સ્થાન પામ્યું. તેને ભાવ જાણુને સુગ્રીવે જલ્દી દૂત મેકલીને પવનપુત્રને તેડાવ્યા અને મહાવૈભવપૂર્વક તેને સ્વાધીને કરી. ઉત્તમદેહધારી તે કન્યા સાથે મોટા દાન-માન અને વૈભવથી લગ્ન કર્યું, તે શ્રીપુર ગયો અને રતિગુણયુક્ત ભેગ ભેગવવા લાગ્યો. એવી રીતે રૂપ-ગુણયુક્ત સંપૂર્ણ ચંદ્રસમાન મુખવાળી એક હજાર શ્રેષ્ઠ કન્યાઓ સાથે હનુમાનનાં લગ્ન થયાં. આ પ્રમાણે ત્રણ ખંડના સ્વામી, કીર્તિ અને લક્ષ્મીના સ્થાન, વિદ્યાધરે વડે નમન કરાએલા પાદપીઠવાળો રાવણ શત્રુઓ પર વિજય મેળવીને રાજ્ય કરતો હતો. દિવસના મધ્યાહ્નકાલ સમાન તેજસ્વી દિવ્ય સુદર્શનચક તથા સર્વ રાજાએને ભય ઉત્પન્ન કરનાર દંડરત્ન પણ તેને પ્રાપ્ત થયું.
આ પ્રકારે જિનેન્દ્ર ભગવંતના ઉત્તમ શાસનમાં શુદ્ધભાવવાળા જે જીવો અહીં મનુષ્યપણામાં અનુપમ પુણ્ય ઉપાર્જન કરે છે, તેઓ દેવલોકમાં ઉત્પન્ન થનાર વિમલ શરીર, ઉત્તમ સુખ અને વૈભવ હંમેશાં પ્રાપ્ત કરે છે, (૪૫)
પાચરિત વિષે “રાવણ રાજ્યવિધાન” નામને ઓગણીશમે
ઉદેશક પૂર્ણ થયો. [૧૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org