________________
નંજય તથા અંજનાસુંદરીનો સમાગમ
L: ૧૩૭ :
સુખપૂર્વક હનુરુહ નગરમાં લઈ ગયા. ત્યાં લોકેએ માટે ઉત્સવ કર્યો અને આનંદ માણવા લાગ્યા. ત્યાર પછી હનુ નગરમાં બાલક વૃદ્ધિ પામ્યો હોવાથી તેનું બીજું નામ “હનુમાન” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ તેની હકીક્ત કહી. પુત્ર સાથે અંજના મારા નગરમાં રહેલી છે, તેના માટે બીજે કઈ વિચાર ન કરેશે.” આ વચન સાંભળીને અતિહર્ષ પામેલે પવનંજય વિદ્યાધરોની સાથે હનુરૂહ નગર તરફ ચાલે અને ક્રમ કરીને ત્યાં પહોંચ્યા. ત્યાં આગળ વિદ્યારે એ સમાગમ થવાના કારણે બહુ પ્રકારનાં ખાન-પાન ભજન, નૃત્ય-નાટક, રમત-ગમત વગેરેથી શોભાયમાન આનંદમહત્સવ પ્રવર્તાવ્યું. બે મહિના ત્યાં રોકાઈને સર્વે વિદ્યાધરો પોતાના નગરમાં ગયા. અંજના સાથે પવનંજય પણ તે જ નગરમાં રહેતા હતા. હનુમાને ત્યાં અનેક કલાઓ ગ્રહણ કરી અને કેમે કરી યૌવન પામ્યો. વળી વિદ્યાઓની સાધના કરીને બલ અને વીર્યથી સંપન્ન થયે. હનુરુહ નગરમાં પુત્ર અને પત્ની સહિત પવનંજય ઉત્તમ દેવની સરખી ભેગ-સમૃદ્ધિ ભગવતે હતે.
અંજનાસુંદરીએ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પાપકર્મથી પવનગતિના વિયેગમાં જે તીવદુઃખ પ્રાપ્ત કર્યું, તે અને હનુમાનના પૂર્વજોના સમૂહને જેઓ તુષ્ટ થઈને શ્રવણ કરે છે, તેઓ વિમલ સુકૃત કરીને સુખ મેળવે છે. (૫૮)
પદ્મચરિત વિષે પવનંજય અને અંજનાસુંદરીને સમાગમ-વિધાન ?
નામને અઢાર ઉદેશે પૂર્ણ થયો. [૧૮]
[૧૯] વરુણને પરાજય અને રાવણનું રાજ્ય
વરણ સાથે રાવણનું યુદ્ધ
લાંબા કાળ સુધી કોધના ભારને ધારણ કરવાથી પીડિત દેહવાળા રાવણે વરુણ સાથે યુદ્ધ કરવા માટે સર્વ વિદ્યાધરોને એકઠા કર્યા. કિષ્કિધિપુર, પાતાલલંકાપુર અને રથનૂપુર નગરમાં રહેનારા સર્વે વિદ્યાધર એકઠા થયા, પછી રાવણે હનુરુહ નગરમાં પણ જલ્દી દૂત કલ્ય, તેણે ત્યાં પહોંચીને પ્રતિસૂર્ય અને પવનંજયને સ્વામીને સંદેશે જણાવ્યા. દૂતનું વચન સાંભળીને ગમન કરવાના ઉત્સાહથી નિશ્ચલ બુદ્ધિવાળા તેઓએ હનુમાનના રાજ્યાભિષેક ની જાહેરાત કરી, તે સમયે વાજિંત્રોના શબ્દ, નગારાં, ઢોલના ઊંચા શબ્દો, ભેરીઓના ગંભીર નિર્દોષ, હાથમાં કળશ લઈને આગળ ઉભેલા મંત્રીઓ હનુમાનની આગળ આવીને ઉભા રહ્યા. તે સમયે હનુમાન મંત્રીઓને પૂછયું કે, આવા પ્રકારનું આ શું કાર્ય છે? તે કહો.” ત્યારે મંત્રીઓએ કહ્યું કે, “આપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org