________________
[૧૮] પવનંજય તથા અંજનાસુંદરીને સમાગમ
: ૧૩૫ :
ભવનમાં રહેલી એક સુંદર યુવતીને પૂછયું કે, “મારી ભાર્યા અંજના ક્યાં છે?” ત્યારે તેણે કહ્યું, ‘તમારા ગર્ભના દોષથી અને લોકોએ આપેલા કલંકના કારણે માતા-પિતાએ પણ તેને ત્યાગ કર્યો એટલે અરણ્યમાં ગઈ.
આ વચન સાંભળીને દુઃખથી પીડિત શરીરવાળે પવનગતિ કંઈક ખાનું કાઢીને ત્યાંથી નીકળી ગયો અને પ્રિયાને બળ ભમવા લાગે. પૃથ્વીમાં પર્યટન કરત કયાંય પણ અંજનાના સમાચાર મેળવી શક્યો નહિ એટલે પવનંજયે મિત્રને કહ્યું કે,
તું આદિત્યપુરમાં જા. આ સર્વ હકીકત ત્યાં જઈને વડીલોને જણાવજે, હું તો પૃથ્વીતલમાં પ્રિયાને શોધતે ભ્રમણ કરીશ. પરિભ્રમણ કરતાં જે મહેન્દ્રરાજાની પુત્રી અંજનાને ક્યાંઈ નહીં દેખીશ, તો નક્કી હું મૃત્યુ પામીશ. હે મિત્ર! આ મારી પ્રતિજ્ઞા છે.” પવનંજયને છોડીને પ્રહસિત આદિપુરમાં ક્ષણવારમાં પહોંચી ગયું અને પવન નંજયને સર્વ વૃત્તાન્ત માતા-પિતાને નિવેદન કર્યો. પવનંજય પણ હાથીના ઉપર આરૂઢ થઈને આકાશગમન માગે પૃથ્વીમાં પરિભ્રમણ કરવા લાગ્યો. તેના વિયેગના કારણે ઉદ્વેગ પામેલો તે પ્રલાપ કરતો હતો કે, શોકના તાપથી સતત, મૃણાલ કમલપત્ર સરખા કોમલ શરીરવાળી, ટોળાથી વિખૂટી પડેલી હરિણી માફક મારી પ્રિયા ક્યાં ગઈ હશે ? ગર્ભના ભારથી પરિશ્રમ પામેલાં અંગવાળી દર્ભની સોય સરખી અણીથી ભેદાએલા અંગવાળી, ગમન કરવાના ઉત્સાહ વગરની અંજનાને કોઈ દુષ્ટ જાનવરે ફાડી ખાધી નહીં હોય ? અથવા ભૂખ અને તરસના કારણે અરયમાં મૃત્યુ તે પામી નહિં હોય ? અથવા કઈ બેચર-વિદ્યારે તેનું અપહરણ તો કર્યું નહિ હશે ?” આવા ઘણા પ્રકારના પ્રલાપ કરતા દીન મુખવાળા પવનગતિએ પ્રિયાને ખોળતાં ખળતાં ભૂતરવ નોમના વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ હાસ્યરહિતપણે ભ્રમણ કરતાં પ્રિયાને દેખી નહિ, તેથી પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને હાથીને શસ્ત્રો સાથે છેડી દીધો.
હે ગજવર ! વાહનમાં અત્યંત આસક્ત બનેલા મેં તારે ઘણે પરાભવ કર્યો છે, તે મારે અપરાધ ભૂલી જજે અને તેની ક્ષમા આપજે. હવે તું અરણ્યમાં તારી ઈચ્છા પ્રમાણે વિચરજે.”
આ પ્રકારે આ વનમાં પવનંજયની રાત વ્યતીત થઈ. હે મગધપતિ ! તેના પિતાએ જે કર્યું, તે હવે સાંભળો-મિત્રે પવનંજયને વૃત્તાન્ત કહ્યો. ત્યાર પછી સર્વ પરિવાર અતિદુઃખિત અને ઉદ્વેગ મનવાળો બની ગયે. પુત્રના શેકથી ગદગદ વાણી બોલતી કેતુમતી પ્રહસિતને કહેવા લાગી કે-“મારા પુત્રને એકલે મૂકીને તું અહીં કેમ ચાલે આ ?” ત્યારે તેણે કહ્યું કે, “હે દેવિ ! મને તે તેણે જલદી અહિં મેક અને વિરહના ભયથી દુઃખિત થએલા તેણે આ પ્રતિજ્ઞા પણ કરી કે- જે સુંદર અંગવાળી, ચંદ્ર સરખા સૌમ્ય વદનવાળી તે મારી પ્રિયાને હું નહિ દેખીશ, તો મારું અહિં મરણ થશે.”—તમારા પુત્રે એવી પણ પ્રતિજ્ઞા કરી છે. આ વચન સાંભળીને કેતુમતી મૂચ્છ પામી, ભાન આવ્યા પછી યુવતીઓથી ઘેરાએલી તે કરુણ વિલાપ કરવા લાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org