________________
[૧] અંજનાસુંદરીને બહિષ્કાર અને હનુમાન પુત્રનો જન્મ
: ૧૩૧ :
તીર્થમાં લકમીધર મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષામાં ઉદાર તપ કરીને, સંયમની સુંદર આરાધના કરીને, તપના પ્રભાવથી લાંતક ક૯૫માં દિવ્યરૂપધારી દેવ થયો. દેવલોકનાં શ્રેષ્ઠ સુખોને ઉપભોગ કરીને ચ્યવીને પૂર્વકર્મના ઉદયથી મહેન્દ્રપુત્રી અંજનાના ગર્ભમાં ઉત્પન્ન થયેલા છે. હે ભદ્ર! તારા ગર્ભમાં આવેલા જીવન સંબંધ તને કહી જણાવ્યું. હવે તારી સ્વામિનીના ઘણા જ આકરા વિરહ દુઃખનું કારણ કહું છું, તે સાંભળ– અંજનાને પૂર્વભવ
આ બાલા પૂર્વભવમાં કનકેદરી નામની રાજાની પટ્ટરાણી હતી, ત્યારે તેને બીજી લક્ષ્મી નામની એક શક હતી. સમ્યકત્વથી ભાવિત મતિવાળી તે લક્ષમી રાણી જિનપ્રતિમા સ્થાપન કરીને એકાગ્ર મનથી પૂજા કરીને સેંકડે સ્તુતિ અને મંગલ ગીતથી સ્તવના કરતી હતી. આના પર અત્યંત રેષાયમાન થઈને તેની કનકેદરી નામની સપત્ની-શોકે સિદ્ધોની પ્રતિમાને ઉઠાવીને ઘરના બહારના પ્રદેશમાં સ્થાપન કરી. તે સમયે સંયમશ્રી નામની સાથ્વી ભિક્ષા માટે નગરમાં ભ્રમણ કરતી હતી, તેણે ઘર બહાર રહેલી પ્રતિમાને દેખી. પરમાર્થના સારને જાણનારી સાધ્વીજીએ ત્યાર પછી કહ્યું કે, “અરે ભાગ્યશાળી! તને હિતકારી અને આત્માને નિર્મલ કરનાર વચન કહું, તે તું સાંભળ. નરક અને તિર્યંચગતિમાં આમતેમ આથડતા, પિતાનાં પાપકર્મથી જકડાએલા આ જીવને અકામનિર્જરાના કારણે મહામુશ્કેલીથી મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે. તે ઉત્તમ મનુષ્યભવ તેમ વિશિષ્ટ કુલ મેળવ્યું છે, આવા ગુણ મેળવીને હવે નિન્દિત પાપકર્મ ઉપાર્જન ન કરવું. જિનેશ્વરદેવ અને ગુરુ મહારાજે નિષેધેલ વસ્તુનું આચરણ જે આત્મા સ્ત્રી કે પુરુષ કરે છે, તે આ સંસારમાં હજારો દુઃખથી ભરપૂર ચારે ગતિવાળા ભવસમુદ્રમાં રખડે છે.” સાધ્વીજીનું આ વચન સાંભળીને કનકેદરી પ્રતિબંધ પામી અને તેણે પ્રયત્નપૂર્વક જિનપ્રતિમાને ચૈત્યગૃહમાં બિરાજમાન કર્યા. ગૃહસ્થ ધર્મમાં લીન બનેલી સંયમગુણ દ્વારા દેવી થઈને ત્યાંથી વી એટલે અહીં અંજના તરીકે ઉત્પન્ન થઈ એણે રાગ-દ્વેષને આધીન થઈને સિદ્ધપ્રતિમાને બહાર સ્થાપન કરી, તે કારણે ઉપાર્જન કરેલા કર્મથી આ રાજપુત્રીએ મહાદુઃખને અનુભવ કર્યો. “હે બાલા! સંસારનાં દુઃખને નાશ કરનાર જિનવરના ધર્મને તું અંગીકાર કર, નહીંતર ફરી અતિભયંકરમાં ભયંકર એવા ભવસમુદ્રમાં આમતેમ અથડાયા કરીશ. જે આ તારે ગર્ભ છે, તે લોકમાં અધિક અનેક ગુણવાળો પુત્ર થશે, તે વિદ્યાધરની સમૃદ્ધિ અને સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરશે. હે બાલા ! થોડા દિવસોમાં તને તારા પતિ સાથે સમાગમ થશે-એ શંકા વગરની હકીક્ત છે, માટે ભય અને ઉદ્વેગને ત્યાગ કર.”
ભાવપૂર્વક તે સાધુને વંદન કર્યું, સાધુએ બંનેને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી આકાશમાર્ગો ઉડીને તે ધીર મુનિવર પિતાના સ્થાને પહોંચ્યા. ગુફાવાસમાં વસંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org