________________
: ૧૩૦ :
સાસૂએ, ન મારા પિતાએ અજ્ઞાનતાથી અપયશના મૂળ કારણભૂત દોષની તપાસ–પરીક્ષા ન કરી ! ” આવા પ્રકારે વિકલ્પો કરીને રુદન કરતી અંજનાને રોકીને વસ’તમાલાએ કહ્યું કે, · હું સ્વામિની ! મારી એક વાત સાંભળેા. હું અંજના ! અહીં નજીકમાં એક સુંદર ગુફા છે, તે ખરાખર અવલેાકન કરું, હું ત્યાં જલ્દી જાઉં, અહીં તેા ભયકર ફાડી ખાનાર જાનવરે છે. રખેને ગર્ભને કઇક વિપત્તિ થાય’ એમ કહીને વસ’તમાલા તેના હાથને ટેકે આપીને તેને જલ્દી ગુફા પાસે દોરીને લઇ ગઇ. ત્યાં ગુફામાં શિલાના સરખા તલપ્રદેશ પર સુખ પૂર્વક બેઠેલા નિર્મોહી ચારણલબ્ધિના અતિશયવાળા ચેાગારૂઢ મુનિને જોયા. બે હાથની અંજલી કરી ભાવપૂર્વક મુનિવરને નમસ્કાર કરીને નિભ ય અંગવાળી બને ત્યાં બેઠી. તેટલામાં મુનિવરે ધ્યાનયોગ પૂ કર્યા, ધર્માંલાભ આપ્યા અને પૂછ્યું કે, ‘તમે કયા દેશથી આવ્યાં છે ?' ત્યારે સાધુને પ્રણામ કરીને વસતમાલાએ કહ્યું કે-‘આ મહેન્દ્ર રાજાની પુત્રી અંજના છે, પવન'જયની પત્ની, લેાકમાં ગના કલંક સંબંધી તેને દોષિત કરીને બાન્ધવજનાએ ત્યજેલી છે. આ કારણે અમે અરણ્યમાં પ્રવેશ કરેલા છે. આ વિષયમાં આપને પૂછવાનુ` કે, ‘કયા કારણથી આ પતિ અને સાસને દ્વેષ કરવાનું કારણ બની ? કયા કર્મના ઉદયથી આવુ મહાદુ:ખ અનુભવી રહેલી છે? તેના ગર્ભમાં કયા મંદભાગ્યવાળા જીવ ઉત્પન્ન થયા છે ? કે જેના કારણે તેનું જીવન પણ સ ંદેહવાળું થયું છે. ત્યારપછી ત્રજ્ઞાનવાળા અમિતગતિ નામના મુનિવરે પૂર્વભવમાં ઉપાર્જન કરેલ કમ જે પ્રમાણે બન્યું હતું, તે પ્રમાણે સ્પષ્ટ અને વિસ્તારથી જણાવ્યું,
પઉમચરિય-પદ્મચરિત્ર
અજનાના પૂર્વ ભવ
આ ઉત્તમ જમૂદ્રીપમાં મન્દિરપુર નામની નગરીમાં પ્રિયનદી નામના પુરુષને જયા નામની ઉત્તમ પત્ની હતી અને દમયન્ત નામને પુત્ર હતા. કાઇક દિવસે દમયન્ત એક સુન્દર ઉદ્યાનમાં ગયા અને નગરલેાકેાથી પિરવરેલા તે રતિક્રીડા રૂપ સમુદ્રમાં અવગાહન કરતા ક્રીડા કરવા લાગ્યા. દીર્ઘકાળ સુધી ક્રીડા કરીને ત્યાર પછી ત્યાં આગળ ગુણસમૃદ્ધ મુનિ રહેલા હતા, તેમને તેણે જોયા. તેમની પાસે ગયા અને ધમ સાંભળીને પ્રતિબાધ પામ્યા. મુનિવરોને ભાવશુદ્ધ સાત્ત્વિક ગુણયુક્ત પ્રાસુક દાન આપીને સંયમ, તપ અને નિયમમાં અનુરાગવાળે તે કાલધર્મ પામીને ઉત્તમ દેવ થયા. દિવ્ય નિર્મલ દેહ ધારણ કરનાર તે લાંબા કાળનું દિવ્ય સુખ ભાગવીને ત્યાંથી ચ્યવીને આ જ ખૂદ્વીપના ઉત્તમ નગરમાં અહીં ઉત્પન્ન થયા. હરિવાહન રાજાની પ્રિય - ગુલક્ષ્મી નામની ભાર્યાની કુક્ષિમાં સર્વ કળાઓને પારગામી સૌભાગ્યશાલી સિંહચંદ્ર નામના પુત્ર થયા. જિનધમ વિષે ભાવિત મતિવાળા તે કાળ પામીને ઉત્તમ દેવમાનમાં શ્રી, કીર્તિ અને લક્ષ્મીના સ્થાનરૂપ મહર્ષિક દેવ થયા. ત્યાં પશુ દેવનાં સુખા ભાગવીને ચ્યવેલા અહીં વૈતાઢ્યમાં કનકાદરીના ગર્ભમાં સુકઢ નામના પુત્રપણે અવતર્યા. એ સિંહવાહને અરુણુપુરમાં લાંબા કાળ સુધી રાજ્ય ભાગવીને વિમલજિનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org