________________
: ૧૩૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
માલા પલંગ વગેરે ઉપકરણ તથા ભેજનાદિ સર્વ સામગ્રી વિદ્યાબલથી તૈયાર કરતી હતી. ત્યાર પછી ક્રમે કરી સૂર્ય અસ્તરશા પામ્યો. સમગ્ર કિરણ–સમૂહ સમેટાઈ ગયાં, એટલે કાજલના વર્ણ સરખે અંધકાર ચારે બાજુ વ્યાપી ગયો. તેટલામાં મજબૂત દાઢવાળા અને કેસરી રંગની કેશવાળીવાળા, પ્રજવલિત નેત્ર અને લેપ લપ કરતી યમ રાજા સરખી જીભવાળા સિંહને બંનેએ છે. તેને જોઈને ભયથી ઉત્પન્ન થએલ વિહલતા-પૂર્ણ વદનવાળી અત્યંત અશરણ બનીને દશે દિશાઓનું અવલોકન કરવા લાગી. અંજનાની નજીક માત્ર ત્રણ હાથ દૂર રહેલ સિંહને વસંતમાલા આકાશમાં કુરલી પક્ષિણી માફક ભ્રમણ કરવા લાગી. “અરે રે મુગ્ધ ! તું હણવાની કે શું ? પહેલાં દુર્ભાગ્ય-ગે પતિના વિરહ-દુખથી હણાઈ, બધુજનોએ તારો ત્યાગ કર્યો, ફરી પણ આ સિંહે તને ઘેરી લીધી. હે વનદેવને ! આ મહેન્દ્ર-રાજાની અંજના નામની પુત્રી, પવનંજયની પત્નીને ગુફામાં સિંહ ખાઈ જશે, તો તમે તેનું જલદી રક્ષણ કરો. તે ગુફામાં મણિચૂલ નામને ગાન્ધર્વ રહેતા હતા, તેણે આ જોઈને શરભનું રૂપ વિકઊંને તે સિંહને ગુફામાંથી ભગાડી મૂક્યા. સિંહનો ભય ચાલ્યો ગયો, એટલે અંજનાને જીવમાં જીવ આવ્યો. વસંતમાલાએ શયનની રચના કરી એટલે તેમાં તે બેઠી. ત્યારે તે સમયે ચિત્રમાલા નામની ગાન્ધર્વપત્નીએ પોતાના પતિ ગાન્ધવને કહ્યું કે, હે સ્વામી ! આ બંનેને ભય દૂર કરવા એક ગીત ગાવ. એટલે ઉત્તમવીણા હાથમાં ગ્રહણ કરી પ્રિયા સાથે તે જિનવરની સ્તુતિ અને મંગલકારી સ્તોત્રયુક્ત મનહર સંગીત ગાવા લાગ્યા. ગીતના શબ્દો સાંભળીને અંજના અને વસંતમાલા બંને નિર્ભય થઈ ત્યાં ગુફામાં વાસ કરીને રહ્યાં. પ્રભાતસમય થયો, એટલે વિવિધ પ્રકારનાં જલ અને સ્થલમાં ઉગેલાં પુષ્પોથી મુનિસુવ્રત ભગવંતના ચરણની વિશુદ્ધ ભાવથી પૂજા કરી. જિનપૂજા અને વંદનમાં ઉઘુક્ત મતિવાળી બંને ત્યાં રહેતી હતી અને તે બંનેનું રક્ષણ ગાન્ધર્વ પ્રયત્નપૂર્વક કરતે હતે. અંજનાએ પુત્રને જન્મ આપ્યો
કોઈક સમયે વસંતમાલાએ શમ્યા તૈયાર કરી, ત્યારે પૂર્વદિશા જેમ સૂર્યને તેમ અંજનાએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેના પ્રભાવથી ગુફા ઉત્તમવૃક્ષે તેનાં નવીન પત્રો અને પુછપોથી સમૃદ્ધ બની, કોયલો પંચમ સ્વરે બોલવા લાગી, ભ્રમરોના ઝંકારગર્ભિત ગીતના શબ્દો ત્યાં સંભળાવા લાગ્યા. મુગ્ધા અંજના બાલકને ખોળામાં લઈને રુદન–પૂર્વક વિલાપ કરવા લાગી. કે, “હે વત્સ! નિર્ભાગી હું આ જંગલમાં તારે મહોત્સવ કેવી રીતે કરું? હે પુત્ર ! પિતાને ત્યાં અગર મોસાળે જે તારે જન્મ થયો હોત, તો ત્યાં મહાઆનંદથી જન્મ ઉજવાય હેત. હે પુત્ર ! યૂથથી વિખૂટી પડેલી મૃગલીની માફક પતિ-સ્વજનથી ત્યજાએલી હું તારા પ્રભાવથી જીવું છું—એમાં સંદેહ નથી. ત્યારે વસંતમાલાએ કહ્યું કે, “હે સ્વામિનિ ! હવે આ સર્વ પરાભવની વાત ભૂલી જાવ. મુનિવરે જે કહ્યું હતું, તે વચનમાં કદાપિ ફેરફાર થતો નથી. આ બંનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org