________________
: ૧૨૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ઉત્તમ ભવનમાં રહેલે હેવા છતાં કિંમતી સુખ-સ્પર્શવાળાં શયન-આસનેમાં ઉદ્યાન, બાગ-બગીચામાં કે રમણીય પદ્ધસરોવરમાં ધતિ કે આનંદ પામતે ન હતું. તેના સંબંધી એકાગ્ર મનથી વિચાર કરવા લાગ્યો કે, “ક્યારે હું તે સુંદર અંગવાળીને દેખું, મારા ખોળામાં બેઠેલી હોય, તેમજ તેના અંગે અંગમાં ક્યારે સ્પર્શ, આલિંગન કરું? પવનંજયે છાયાપુરુષ સરખા પોતાની પાસે કાયમ રહેનાર મિત્ર પ્રહસિતને ઘણું કાળ સુધી વિચારીને કહ્યું કે, “આ જગતમાં મિત્રને છેડીને બીજા કેઈને પણ સુખ-દુઃખનાં મોટાં કારણે સમર્પણ કરાતાં નથી, માટે હું તને જે કંઈ કહું, તે તું સાંભળ. જે મહેન્દ્રની પુત્રીને ત્યાં જઈને હું આજે નહિં જોઈશ, તે અવશ્ય જીવ વગરને થઈ મૃત્યુ પામીશ—એમાં સંદેહ ન રાખો. હે પ્રહસિત ! માત્ર એક જ દિવસને દર્શન-વિયોગ સહન કરી શકતો નથી. તો પછી અકૃતાર્થ હું ત્રણ દિવસ કેવી રીતે પસાર કરી શકીશ? તેવા પ્રકારનો કોઈ પણ ઉપાય કર કે, જેથી આજે જ હું તેના મુખચન્દ્રને દેખું. હે પ્રહસિત ! આ કાર્યમાં તું વિલંબ ન કરીશ. ત્યારે પ્રહસિતે કહ્યું કે, હે સ્વામી! આમ કાયર ન થાવ! અંજનાસુંદરી ઉત્તમ કન્યાનાં દર્શન આજે તમને કરાવીશ, આ પ્રકારે બંનેની વાત એકાન્તમાં ચાલતી હતી, ત્યારે સૂર્ય પોતાનાં કિરણોને સમેટતો અસ્તરશા પામ્યો. પવનંજયને અંજનાનાં દર્શન અને તેના પ્રત્યે વિરાગ
- જ્યારે ચારે બાજુ અંધકાર ફેલાયે, ત્યારે પવનંજયે મિત્રને આજ્ઞા કરી કે, હે મિત્ર! ચાલ ઉઠ, તે કન્યા જ્યાં હોય, ત્યાં આપણે જઈએ. તે બંને મિત્રો આકાશમાં ઉડ્યા અને પવન સરખા વેગવાળા વૃદ્ધિ પામતા અત્યંત નેહવાળા ચાલવા લાગ્યા અને અંજનાના ભવને પહોંચ્યા. મહેલના સાતમે માળે પ્રવેશ કર્યો અને દિવ્યાસન ઉપર બેઠા. શરદપૂર્ણિમાના ચંદ્ર સરખી સમગ્ર શોભાવાળી, સુંદર અંગવાળી તે કન્યાને જોઈ. તેને બંને સ્તન પુષ્ટ અને ઉન્નત હતા, કેડને મધ્યભાગ પાતળો હતે, વિશાળ-પુષ્ટ નિતંબવાળી, અશોકવૃક્ષના નવીન ઉગેલા લાલપત્ર સરખા કોમળ તેના ઉજજવલ વર્ણવાળા બે હસ્ત અને ચરણે અલતાથી રંગેલા હતા. તે પિતાનાં રૂપ, યૌવન, વચન, હાસ્ય, ગતિ અને સ્વભાવથી દેવતાઓનાં મનને હરણ કરે તેવી હતી, તો પછી આ મનુષ્યને તે કેમ આકર્ષણ ન કરે. તેને દેખીને પવનગતિ વિસ્મય પામતાં વિચાર કરવા લાગ્યા કે, “પ્રજાપતિએ આને શું રૂપની પતાકા બનાવી હશે ?' તે સમયે વસંતતિલકા નામની સખીએ સખી અંજનાને કહ્યું કે, “હે કુમારી! તું ખરેખર ધન્ય છે કે, પવનંજય સાથે તારે ગ થયે.”
જેની ગતિને વેગ રોકી શકાતો નથી, એવી એની શ્રેષ્ઠ કીર્તિ વ્યભિચારી દુષ્ટ સ્ત્રીની જેમ નિઃશંકપણે આ જીવલોકમાં ઘરે ઘરે ભ્રમણ કરે છે. ત્યાં રહેલી બીજી મિશ્રકેશી નામની સખીએ વસન્તતિલકાને કહ્યું કે, “તું પુરુષના ઉત્તમ, અધમ ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org