________________
[૧૬] પવનંજય અને અંજનાસુંદરીનું મિલન
: ૧૨૭ :
કરી છે, તે મારા હજાર અપરાધ સમૂહની ક્ષમા માગું છું. ત્યારે મહેન્દ્રપુત્રી અંજનાએ કહ્યું કે, “હે નાથ ! આ વિષયમાં તમારે કેઈ અપરાધ નથી. મને રથના ફલને યાદ કરીને હવે આપ નેહને વહન કરો. ત્યારપછી પવનવેગે કહ્યું કે, “હે સુંદરી મારા સર્વ અપરાધો ભૂલી જજે અને સુપ્રસન્ન મનવાળી થજે. તને આ પ્રણામ કરું છું.' કુવલય-કમલપત્ર સરખા કોમલ શરીરવાળી અંજનાને આલિંગન કર્યું, તે વગર બીડાએલ નેત્રથી પ્રિયના વદનનું અનુરાગથી પાન કરવા લાગી અર્થાત્ અંજનાએ અત્યંત નેહવાળી દષ્ટિથી પતિ તરફ દૃષ્ટિ કરી. અતિશય નેહપૂર્ણ અને વૃદ્ધિ પામતા અનુરાગવાળા તે બંનેએ અનેક પ્રકારનાં પ્રિય કર્મોને જેમાં વિનિયોગ હોય, તેવાં સુરતકર્મો કર્યા. આલિંગન, ચુમ્બન, રતિ અને ઉત્સાહ ગુણથી અત્યંત સમૃદ્ધ ઉપશાન્ત થએલા વિરહદુઃખવાળી અંજનાએ મનને પૂર્ણ સંતોષ થાય તેવા પ્રકારે ઇચ્છા પ્રમાણે રંજનક્રીડા કરી. સુરતક્રીડાને આનંદ પૂર્ણ થયા પછી ખેદ અને આળસ પૂર્ણ અંગવાળાં બંને એક બીજાની ભુજાને આલિંગન કરીને સુખેથી નિદ્રાને આધીન થઈ ગયાં.
આ પ્રકારે સુરત-સુખના આસ્વાદથી પ્રાપ્ત કરેલ નિદ્રાવાળા તેઓને ડો સમય બાકી રહ્યો, તેટલી રાત વીતી ગઈ. પ્રાતઃકાળે જાગેલા પવનંજયને મહાસત મિત્રે કહ્યું કે-“હે સુપુરુષ! જલદી ઉઠ, આપણે સૈન્યના પડાવમાં પહોંચી જઈએ.” મિત્રનું વચન સાંભળીને પવનવેગ શયનમાંથી ઉભો થયે, પ્રિયાને આલિંગન કરીને કહેવા લાગે કે, “મારી વાત તું સાંભળ. હાલ તું અહીં સુખેથી રહેજે, તારા આત્માને ખેદ ન પમાડીશ, દશમુખને મળીને હું જલ્દી પાછો ચાલ્યો આવીશ.” ત્યારે વિરહના દુઃખથી ભય પામેલી અંજના કહેવા લાગી કે, “હે સ્વામી! આજે મને ઋતુને સમય છે અને ઉદરમાં કદાચ ગર્ભ રહી જાય, તો તમારા પક્ષમાં નક્કી લોકમાં હું નિંદાપાત્ર થાઉં, માટે ગુરુજન-માતા-પિતાની પાસે જઈને ગર્ભના સંભવની વાત જણાવો. તમે લાંબી દષ્ટિવાળા બને અને દેષને પરિહાર કરે.” ત્યારે પવનવેગે કહ્યું કે, મારા નામથી અંકિત મુદ્રાને ગ્રહણ કર, હે ચંદ્રમુખી ! આ રત્નજડિત વિચિત્ર મુદ્રા અપકીર્તિને દોષ નાશ કરશે. પોતાની પ્રિયા તથા વસંતમાલાને પૂછીને પવનંજય અને પ્રહસિત બંને આકાશમાર્ગેથી પિતાના પડાવમાં પહોંચી ગયા. “ધર્મ અને અધર્મના ફલરૂપ સંગ અને વિયેગ, સુખ અને દુઃખ આ જીવલોકમાં ઉત્પન્ન થાય છે.” એમ સમજીને તમે વિમલ જિનશાસનમાં ઉદ્યમશીલ બને. (૯૦)
પદ્મચરિત વિષે “ પવનંજય અને અંજનાસુન્દરીને સમાગમ
નામને સામો ઉદ્દેશક પૂર્ણ થયો. [૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org