________________
[૧૬] પવનંજય અને અંજનાસુંદરીનું મિલન
: ૧૨૫ :
નગરમાં એકદમ મેટ કેલાહલ ઉછળ્યો અને “પવનવેગે પવનંજય પ્રયાણ કરે છે એવા સમાચાર ફેલાયા. અંજનાસુંદરી પણ તે સાંભળીને જલ્દી મહેલમાંથી નીકળી. અત્યંત સ્નેહ ફેલાવતી થાંભલાને ટેકો લઈને પતિને અવલોકન કરતી જાણે ભવનમાં જડેલી પૂતળી હોય, તેવી અંજનાને લોકોએ જોઈ. આ અંજનાસુંદરી રોમાંચિત થઈ કમલપત્ર સરખાં નેત્રોથી રાજમાર્ગમાં પસાર થતા કુમારને દેખતાં નૃાસ પામતી ન હતી. તે સમયે પવનંજયે પ્રાસાદતલમાં રહેલી, પોતાની તરફ નજર કરતી, અત્યંત ઉદ્વેગ કરતી–બળી જળી રહેલી અગ્નિ સરખી તેને દેખી. અંજનાને આ પ્રમાણે રહેલી જોઈને રોષ ફેલાએલા શરીરવાળો પવનંજય રેષાયમાન થઈને કહેવા લાગ્યો કે, “આ કેટલી નિર્લજજ છે કે, જે મારી આગળ આવીને ઉભી રહી. તે સમયે બે હાથની અંજલિ જેડી પતિને પ્રણામ કરીને ઉપાલંભ આપતી કહેવા લાગી કે, “હે સ્વામી ! આપ લાંબો પ્રવાસ કરવાના છે. હે નાથ ! જતાં જતાં તમે સર્વ પરિવારને બોલાવ્યો, આપ સિવાય બીજા કોઈમાં જેણે મન રાખ્યું નથી, એવી પુણ્યવગરની મને તે આપે બેલાવી જ નહીં. હે વલ્લભ ! મારું જીવન અને મરણ તમારે આધીન છે, તેમાં લેશ સદેહ ન રાખ, જે કે તમે પ્રવાસે જાવ છો, તે પણ અમને યાદ કરશે.” અંજના આ પ્રમાણે જ્યારે પ્રલાપ કરી રહેલી હતી, ત્યારે મદોન્મત્ત હાથી પર આરૂઢ થએલે પવનંજય નગરમાંથી બહાર નીકળી માનસ સરોવર પાસે આવી પહોંચ્યું. ત્યાં વિદ્યાના બલથી ઘર, આસન, શસ્યાઓ અને પડાવની રચના કરી. ત્યાર પછી કમે કરીને સૂર્ય અસ્તાચલે પહોંચે.
હવે સંધ્યા-સમયે ભવનના ગવાક્ષમાં રહેલે પવનગતિ નિર્મળ ઉત્તમ જળપૂર્ણ મનહર સરોવરને જોતો હતો. મત્સ્ય, કાચબા, સારસ, હંસના ગમનવડે ચલાયમાન તરંગવાળું, સુંદર સંગીતમય ગુંજારવ કરતા બ્રમો જેમાં ભ્રમણ કરી રહેલા છે-એવાં સહસ્ત્રપત્ર કમલેથી ઢંકાએલ સરોવર હતું. અતિદારુણ પ્રતાપવાળા રાજાની જેમ અતિ ભયંકર તાપવાળે સૂર્ય લાંબા કાળ સુધી લોકમાં રાજ્ય કરીને છેવટે અસ્તરશા પામ્યા. દિવસમાં વિકસિત થનારાં તેમજ ભ્રમરકુલેથી જેનાં પત્રો ત્યાગ કરાયાં છે-એવાં કમલો સૂર્યના વિરહમાં દુઃખી થઈ સંકોચાઈ ગયાં. હંસ વગેરે પક્ષીઓ પણ સરોવરમાં કીડા કરતા હતા, તે પણ સંધ્યા-સમય દેખીને પોતાના સ્થાને ગયા. ત્યાં આગળ પવનંજયે અત્યંત વ્યાકુલ મનવાળી, તરતના વિરહાગ્નિથી તપેલા દેહવાળી વિરહની ચેષ્ટા કરનારી એક ચક્રવાકીને દેખી. તે ઉંચે ઉડતી હતી, ચાલતી હતી, કંપતી હતી, ધૂણતી હતી, પક્ષાવલી ફફડાવતી હતી, કિનારાના વૃક્ષ પર બેસતી હતી, ફરી પાણીમાં ડૂબકી મારતી હતી, પ્રિયની આશંકાથી ચાંચ મારીને પદ્મખંડમાં પતિની શોધ કરતી હતી. પડઘાના શબ્દ સાંભળીને એકદમ આકાશમાર્ગમાં ઉડતી હતી. પ્રિયવિરહના મહાદુઃખથી દુઃખી ચક્રવાકીને જોઈને લાંબા કાળથી ત્યાગ કરેલી તેમાં મન પરોવાએલી અંજનાસુન્દરી પવનંજયને સમરણમાં આવી. અને બોલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org