________________
[૧૬] પવનંજય અને અંજનાસુંદરીનું મિલન
- મિશ્રકેશી સખીનું વચન યાદ કરીને રેષાયમાન પવનંજયે નિર્દોષ દુઃખિત મનવાળી અંજનાસુન્દરીને ત્યાગ કર્યો. વિરહાગ્નિથી તપેલા શરીરવાળી, નિસ્તેજ નેત્રવાળી તેને બિલકુલ નિદ્રા આવતી ન હતી. ડાબા હાથમાં વદન સ્થાપન કરીને વાયુકુમારપવનંજયનું જ માત્ર ચિંતન કર્યા કરતી હતી. પતિને મળવાની અત્યંત ઉત્કંઠાવાળી, અશ્રુઓથી સિંચાએલા મલિન સ્તનયુગલવાળી, શિકારીથી ભય પામેલી હરિણીની જેમ માર્ગનું અવલોકન કરતી, ક્ષીણ થએલા સર્વાગવાળી, જેનાં કંદરે અને હાથનાં કડાં પણ શિથિલ થએલ છે, પહેરેલા વસ્ત્રના ભારને પણ મેટો ખેદ માનતી રહેલી હતી. દ અને ઉત્સાહથી રહિત તે દરેક અંગમાં પીડા ધારણ કરવા લાગી. આ પ્રમાણે શૂન્યહદયવાળી ફાવે તેમ ગમે તેમ બડબડતી હતી. પ્રાસાદતલમાં રહેલી હોવા છતાં પણ તે ફરી ફરી મૂચ્છ પામતી હતી. શરીર પર શીતલ પવનનો સ્પર્શ થવાથી તે આશ્વાસન પામતી હતી. કોમળ, મધુર અને સમજી ન શકાય તેવાં દીન વચનથી બેલતી હતી કે, “હે મહાયશ ! મેં કોઈ પણ નાનામાં નાને પણ તમારો અપરાધ કર્યો નથી. તમે મારા પ્રત્યેના નિષ્કારણ કેપને ત્યાગ કરે, મારા પર પ્રસન્ન થાઓ, આમ તો નિષ્ફર ન બને, નમ્રશીલ બનેલી સ્ત્રી તરફ વાત્સલ્ય દાખવનારા હોય છે. આ અને એના સરખાં બીજાં દીન વચનો બોલતી અંજનાસુંદરીએ ત્યાં ઘણે કાળ પસાર કર્યો.
આ સમયે બેલના કારણે અભિમાની રાવણ અને વરુણ એ બંને વચ્ચે મોટો વિરોધ ઉભે થયે અને ત્યાર પછી યુદ્ધ શરુ થયું. રાવણે તરત જ વરુણ ઉપર મેકલેલે દૂત ત્યાં જઈને પ્રણામ કરી આસન પર બેસી રાવણને સંદેશ સંભળાવવા લાગે,–“વિદ્યાધના સ્વામી રાવણે રેષાયમાન થઈને તમને કહેવરાવેલ છે કે, “કાં તો તમે પ્રગટપણે પ્રણામ કરે, અગર યુદ્ધ કરવા મારી સામે હાજર થાવ.” હાસ્ય કરતા વરુણે જવાબ આપ્યો કે, “હે અધમ દૂત! તે પ્રણામ કરવાનું કહેવરાવનાર વળી રાવણ કર્યો છે? તેને હું શિર પ્રણામ નહીં કરીશ કે, તેની આજ્ઞા પ્રમાણ નહીં કરીશ. હું વિશ્રમણ, યમ કે સહસકિરણ –એમ રખે માનતે કે દિવ્ય અસ્ત્રશસ્ત્રથી ભયભીત બની દીનતા લાવી હું તેને પ્રણામ કરું.” વરુણે કઠોર વચનથી દૂતને ઠપકા, ત્યારે દૂતે પણ રાવણ પાસે જઈને જે કંઈ બન્યું, તે સર્વ સંભળાવ્યું. તે કહેલું વચન સાંભળીને ક્રોધ પામેલા રાવણે એમ કહ્યું કે, દિવ્ય અસ્ત્ર વગર મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org