________________
: ૧૨૨ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
કહ્યું કે, “વગર કારણે આમ એકાએક કેમ તમે પ્રયાણ આરંભ્ય પ્રલાદ રાજાએ પવનંજયને કહ્યું કે, “હે પુત્ર! કાર્ય પૂર્ણ થયા વગર ન જા, અથવા અકાર્યથી રેષાયમાન થઈ લેકમાં મારી લઘુતા ન કરાવ. આ જગતમાં ઉત્તમ પુરુષોએ નિંદનીય હાંસી થાય તેવાં, નરકે ગમન કરાવનારાં કાર્યો ન કરવાં જોઈએ.”
પિતાનું આ વચન સાંભળીને પવનગતિ મનમાં ચિંતવવા લાગ્યો કે, “ગુરુજને કરેલી આજ્ઞાનું મારે ઉલંઘન ન કરવું જોઈએ, અથવા તેનું પાણિગ્રહણ કરીને હું તેને અહીં જ ત્યાગ કરીશ, જેથી કરીને મને કે બીજાને ચોક્કસ સમય સુધી ઈષ્ટ બની શકે નહિં.” બુદ્ધિશાળી પ્રફ્લાદ અને મહેન્દ્ર રાજાએ અનેક હજાર ઉપદેશ આપીને કોઈ પ્રકારે કુમાર પવનંજયને પાછો વાળ્યો. કુમાર પાછો ફર્યો, એટલે બંને સંન્યમાં આનંદ વ્યાપી ગયે અને લોકો વિવિધ પ્રકારનાં ખાન-પાન અને સેંકડે પ્રકારની વાનગી ખાઈને આનંદ માણવા લાગ્યા. સર્વ પ્રકારની સુંદર વ્યવસ્થા થઈ, ત્યારે સારી તિથિ, નક્ષત્ર, કરણ અને લગ્ન-સમયે કન્યા સાથે કુમારનું પાણિગ્રહણ થયું. વિવાહવિધિ પૂર્ણ થયા પછી બંનેએ પરસ્પર વૈભવનુસાર દાન-સન્માન કર્યું. અને મહેન્દ્ર તથા પ્રલાદ રાજા ત્યાં એક મહિનો રોકાયા. ત્યાર પછી એકમનવાળા બંને વિદ્યાધર રાજાઓ અને અન્ય વાર્તાલાપ કરીને પોતાના નગરમાં પહોંચ્યા. ઘડા, હાથી, રથથી પરિવરેલા નાની મોટી ઉંચે ફરકતી વિજય-જયન્તી દવાઓ સહિત અંજનાની સાથે પવનંજયે પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. મણિજડિત ભૂમિતલવાળ, પૂતળીઓથી શોભાયમાન એ મહેલ તેમને રહેવા આપ્યો. હવે મહેન્દ્રપુત્રી અંજનાસુન્દરીએ તેમાં પ્રવેશ કર્યો અને દિવસો પસાર કરી રહેલી હતી.
પૂર્વભવમાં જે પાપ કે પુણ્ય કરેલાં હોય, તે આ ભવમાં દુઃખ કે સુખનાં કારણ બને છે, પરંતુ ચારે ગતિના ભયથી ડરતા, વૈરાગ્ય અને શ્રદ્ધાયુક્ત તથા હૃદયના વિમલ ભાવવાળા મનુષ્ય ધર્મમાં એકચિત્તવાળા થાય છે. (૧૦૦)
પાચરિત વિષે “અંજનાસુંદરીનું વિવાહ-વિધાન” નામને
પંદરમે ઉદ્દેશ પૂર્ણ થયા. [૧૫].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org