________________
: ૧૨૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
વરુણને અવશ્ય જિત. આ સમયે સમગ્ર સૈન્ય સાથે દશાનને પ્રયાણ કર્યું અને તે મણિ-સુવર્ણના બનાવેલા આશ્ચર્યકારી કિલાવાળા વરુણપુરની નજીક આવી પહોંચ્યા. યુદ્ધ માટે રાવણ આવે છે” તે વાત સાંભળીને યુદ્ધના પૂર્ણ ઉત્સાહવાળો વરુણ પુત્ર અને સૈન્ય-સહિત તેને સામનો કરવા માટે બહાર નીકળ્યા. રાજીવ, પુંડરીક વગેરે બત્રીસ હજાર સુભ ધારણ કરીને રાક્ષસ સુમટો સાથે લડવા લાગ્યા.
પરસ્પર સામ સામા એક બીજાનાં શસ્ત્રો જેમાં ભંગાતાં હતાં, અગ્નિના તણખા જેમાં ઉડતા હતા, સારા સારા સુભટો જેમાં પડી જતા હતા, તેવું અતિ ભયંકર યુદ્ધ બંને વચ્ચે પ્રવત્યું. બાણ, શક્તિ, ખગ, તેમર, આયુધ મગર હાથમાં લઈને હાથી, ઘોડા અને રથમાં આરૂઢ થએલા દ્ધાઓ સામી છાતીએ સામાં જઈને યુદ્ધમાં લડવા લાગ્યા. રાક્ષસ સુભટો વડે પડી ગએલા ઘોડા, હાથી અને દ્ધાએ વાળા સૈન્યને ભગ્ન અને પલાયન થતું દેખીને જલકાંત અર્થાત્ વરુણ સામે આવ્યા. વરુણ દ્વારા પિતાનું સૈન્ય ભગ્ન થતું અને પાછળ હટતું દેખીને રાવણ રોષે ભરાઈને બાણનો વરસાદ વરસાવતે આગળ વધવા લાગ્યા.
વરુણ અને રાવણનું મહાયુદ્ધ ચાલી રહેલું હતું, ત્યારે વરુણના સુભટોએ યુદ્ધમાં ખરદૂષણને પકડી પાડ્યો. મંત્રીઓએ ખરદુષણને પકડાએલો જોઈને રાવણને કહ્યું કેહે પ્રભુ! આપ યુદ્ધ કરવામાં રોકાશે, તે કુમારને અવશ્ય મારી નાખશે. મંત્રીઓની સાથે વિચાર-વિનિમય કરી રાક્ષસાધિપતિ ખરદૂષણને જીવ બચાવવા માટે સંગ્રામમાંથી બહાર નીકળ્યો. પાતાલપુરમાં આવીને સર્વ સામંતોને એકઠા કર્યા. પ્રહલાદ બેચરને બોલાવવા માટે તરત એક ખેપીયાને મોકલ્યો. ત્યાં પહોંચીને પ્રલાદ રાજાને રાવણ અને વરુણના યુદ્ધના સમાચાર આપ્યા. ઉપરાંત ખરદૂષણને વરુણના સુભટોએ પકડી લીધાના સમાચાર પણ આપ્યા. “યુદ્ધમાંથી પાછા ફરેલા અને સર્વ સામત સહિત પાતાલપુરમાં રહેલા મહાત્મા રાવણે આપને મળવા માટે સદેશે આપીને મને મોકલ્યો છે.” આ વચન સાંભળીને પ્રલાદ તરત જવાને સજજ થયે, પરંતુ પવનંજયે પિતાને ક્યા અને કહ્યું કે, “આપ સુખેથી અહીં રહો. હે સ્વામી ! હું હોવા છતાં આપ જવા માટે કેમ તૈયાર થાવ છો? હું આપને સ્વાધીન છું. મને આલિંગનનું ફલ આપે અર્થાત્ આલિંગન–પૂર્વક મને જવાની અનુમતિ આપ.” ત્યારે પિતા પ્રલાદ રાજાએ પવનંજયકુમારને કહ્યું કે, “હે બાલક! તે હજુ સંગ્રામ જ નથી, તું તારી ક્રીડા કરતે ઘરમાં જ રહે.” “હે પિતાજી! એમ ન બોલશે કે, હજુ હું બાલક છું અને યુદ્ધ કાર્યો દેખ્યાં નથી. ગમે તેવો મન્દમત્ત હાથી હોય, સિંહકિશોર તેને ઘાત ન કરે?” પ્રફ્લાદ રાજાએ પવનવેગને જવાની રજા આપી અને આશીર્વાદ આપતાં કહ્યું કે, “હે પુત્ર ! તું રાજાઓ ઉપર વિજય મેળવનાર થા.” પિતાજીને મસ્તકથી પ્રણામ કરીને માતાને પૂછીને આભૂષણથી અલંકૃત અંગવાળે પવનંજય પિતાના ભવનથી નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org