________________
[૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન
: ૧૧૭ : દેના સરખા વિભવવાળો રાવણ પણ મુનિઓમાં વૃષભ સરખા (શ્રેષ્ઠ) તે સાધુને નમસ્કાર કરીને આકાશમાં ઉડ્યો અને લંકાનગરીએ પહોંચ્યા.
–આ પ્રમાણે કર્મક્ષય માટે આપેલા ઉપદેશમાંથી જે ગુરુએ કહેલા પદાર્થો ગ્રહણ કરે છે અને વિશુદ્ધ ભાવવાળા વિમલ તીવ્ર ધર્મનું સેવન કરીને સિદ્ધાલયમાં સ્થાન પ્રાપ્ત કરે છે. (૧૫૮)
પચરિત વિષે “અનંતવીર્યને ધર્મોપદેશ' નામને
ચૌદમે ઉદેશે પૂર્ણ થયો. [૧૪].
[૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન
હનુમાને અને બિભીષણે પિતાનું હૃદય નિર્મલ કરીને એ જ અનંતવીય મુનિ વરની પાસે, બીજા કેઈ જેની તુલના ન કરી શકે તેવું અપૂર્વ સમ્યકત્વ ગ્રહણ કર્યું. એમ છતાં પણ ગમે તેવા પવનથી મેરુ ચલાયમાન ન કરી શકાય, તેમ હનુમાનના સમ્યકત્વને ચાહે તે કઈ પણ અજ્ઞાનરૂપી પવનથી ચલાયમાન કરવાને શક્તિમાન ન હતું. આ વચન સાંભળીને મગધનરેશ શ્રેણિકે ગણધર ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! આ હનુમાન કોણ? કેનો પુત્ર હતો? અને ક્યાં રહેતે હતો? ” હનુમાન-ચરિત્ર
હવે ગૌતમ ગણધર ભગવંતે કહ્યું કે-ભરતક્ષેત્રમાં અતિ મનોહર તાત્ય નામનો પર્વત છે. ત્યાં બંને તરફની શ્રેણિમાં ઉત્તમ આરામ, ઉદ્યાન અને વનથી સમૃદ્ધ આદિત્યપુર નામનું નગર હતું. ત્યાં પ્રહલાદ નામને શૂરવીર વિદ્યાધર રાજા હતું અને તે નગરીને ભોગવતો હતે. તેને કીર્તિમતી નામની ભાર્યા અને પવનંજય નામને પુત્ર હતો, જે સમગ્ર જીવલોકમાં સર્વ શ્રેષ્ઠ ગુણોને ધારણ કરતો હતો. યૌવન, લાવણ્ય, કાન્તિ વગેરે ગુણેથી પરિપૂર્ણ તે કુમારને દેખીને કુલ અને વંશને ઉચછેદ થવાની શંકાથી ભયભીત થએલે રાજા ચિંતા કરવા લાગ્યા. અંજનાસુન્દરી-ચરિત્ર
શ્રેણિક! પવનંજયનો જે વૃત્તાન્ત આટલે કહ્યો, તે હાલ બાજુ પર રાખી હવે તેની પત્નીની ઉત્પત્તિને સંબંધ કહું, તે સાંભળે. ભરતક્ષેત્રના છેડા પર દક્ષિણ દિશામાં સમુદ્રની પાસે ઊંચા અને ઉત્તમ શિખરવાળો દેતી નામનો પર્વત આવેલ છે. ત્યાં મહેન્દ્ર ઉત્તમ ભવન, ઊંચાં તરણ, અટારીઓ અને વિશાલ કિલાવાળું મહેન્દ્ર નામથી પ્રસિદ્ધિ પામેલું નગર નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી મહેન્દ્રની હૃદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org