________________
પહેમચરિય-પદ્મચરિત્ર
ભોજન કરે છે, તેઓ નરક અને તિર્યંચગતિમાં અનંતકાલ સુધી વાસ કરતા રખડે છે. ત્યાં દુઃખને અનુભવ કરીને અકામનિર્જરા–ગે કોઈ પ્રકારે મનુષ્યભવ મેળવે, તો પણ તે ત્યાં અનાથ અને દુઃખી થાય છે કે, જેઓ રાત્રિભોજનને ત્યાગ કરતા નથી.
જિન ધર્મમાં ભાવિતમતિવાળી સ્ત્રી જે રાત્રે આહાર-ખાનપાન કરવાના નિયમવાળી છે અને રાત્રિભોજન કરતી નથી, તે પણ દેવત્વ પ્રાપ્ત કરે છે. ત્યાં દેવવિમાનમાં લાંબા કાળ સુધી દિવ્ય વિષયસુખ ભોગવીને વેલી મનુષ્યપણુમાં આવેલી સુંદર રૂપવાળી ઉત્તમ મહિલા થાય છે. જે સ્ત્રી સાયંકાલે ભજન કરતી ન હોય, તેને ઘણાં સુવર્ણ, મણિ, રત્ન, ચાંદી, પ્રવાલ આદિનાં આભૂષણ તેમ જ ઘણા પ્રકારના ધનધાન્યની પ્રપ્તિ થાય છે. વળી સુંદર શય્યામાં સુખપૂર્વક સૂતેલી હોય, તેને કેટલીક સ્ત્રીઓ ચામથી વીંજતી હોય, આભૂષણોથી શોભિત શરીરવાળી થાય, જેણે રાત્રે ભજન ન કરવાની પ્રતિજ્ઞા કરી હોય. જે સ્ત્રીઓ રાત્રિભોજનનો ત્યાગ કરે છે, તેઓ ચકવર્તી, વાસુદેવોની મનોહર રૂપવાળી સ્ત્રીઓ થાય છે અને તેઓની સાથે વિષયસુખ ભોગવે છે. ધર્મ રહિત જે મહિલાઓ રાત્રે જમે છે, તેઓ અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે. રાત્રિભોજન કરનારી સ્ત્રીઓ હીનકુલમાં જન્મ પામે છે, ધનધાન્ય, સુવર્ણ અને રૂપાથી રહિત થાય છે. દરિદ્ર, નિભંગી, હંમેશા હાથ-પગમાં વાળ ફૂટેલાં હોય, બરછટ ટૂંકા જાડા કેશવાળી સ્ત્રીઓનો અવતાર રાત્રિભૂજન કરનાર પામે છે. રાત્રિભેજનમાં અનુરાગ કરનાર કે અજ્ઞાન તપ અથવા ધર્મ-શ્રદ્ધાવશ વ્રતનિયમ કરે, તે પણ તેનું ફળ ઘણું અલ્પ પામે છે. તે કારણે જીવનો ઘાત કરનાર, રાત્રિભૂજન, અસત્ય વચન, વગર આપેલ લેવાનું, પારકી સ્ત્રી તેમજ મદિરાપાન, માંસભક્ષણ આદિ પાપનો ત્યાગ કર. અન્ય દર્શનનો ત્યાગ કરે. નિરંતર જિનશાસનમાં ઉદ્યમવાળો થા, આમ કરવાથી ક્રમે કરીને સર્વ સંગથી મુક્ત થઈ તે મુક્તિ પ્રાપ્ત કરનાર થઈશ. જેમ કોઈ લાભ મેળવવાની ઈચ્છાથી રત્નદ્વીપે જઈને રત્ન મેળવે, તેમ ધર્મને અથી મનુષ્યભવમાં નિયમરૂપી રત્નોને ગ્રહણ કરે છે. અનંતવીર્ય મુનિએ લંકાધિપને કહ્યું કે, રત્નાદ્વીપમાંથી રત્ન ગ્રહણ કરવા માફક જિનમતમાં એક નિયમ તમે ગ્રહણ કરે.”
–આ વચન સાંભળીને રાવણે કેવલિને નમસ્કાર કરીને કહ્યું કે, “હે ભગવંત! મુનિવરોના દુષ્કર આચાર પાળવા માટે હું અસમર્થ છું, છતાં પણ જો કોઈ અત્યંત રૂપવાળી બીજાની સ્ત્રી હોય અગર મારી પોતાની સ્ત્રી અપ્રસન્ન હોય, તે હું તેની પ્રાર્થના નહીં કરીશ.” આ વ્રત હું પાલન કરીશ. ભાનુકણે પણ તે મુનિને પ્રણામ કરીને અભિગ્રહ ધારણ કર્યો કે, “આજથી માંડીને મારે જિનાભિષેક-સ્નાત્ર પૂજા કરવી. સૂર્યોદય થયા પછી અનેક પ્રકારની પૂજા, સ્તુતિ મારે જીવન-પર્યત કરવી એવો અભિગ્રહ કરું છું. બીજા પણ ઘણા પ્રકારના નિયમો પોતપોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરીને, સાધુને નમસ્કાર કરીને દેવો અને મનુષ્ય પોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org