________________
[૧૧] મરુના યજ્ઞને વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ
:
૫ :
ળીને કપ પામેલા લંકાધિપતિ રાવણે સેના-સહિત સુભટને મોકલ્યો. એકદમ ત્યાં પહોંચીને નારદને મુક્ત કર્યા. બ્રાહ્મણ-સમૂહને ખૂબ માર માર્યો, યજ્ઞને ભાંગી–તેડી વેર-વિખેર કરી નાખ્યા, પશુઓને છોડી મૂક્યા અને કંઠમાં સૂતરની જનઈ રાખનારા બ્રાહ્મણોને કહ્યું કે, “હવે ફરી આમ ન કરશે. ત્યાર પછી બ્રાહ્મણના મજબૂત હાથની પકડમાંથી મુક્ત થએલા નારદ એકદમ આકાશમાં ઊડ્યા અને તુષ્ટ થએલા નારદ લંકાધિપતિને મળ્યા. રાવણને આશીર્વાદરૂપ કલ્યાણ પામવાનું જણાવીને કહ્યું કે, “પાપી બ્રાહ્મણોને બહુ મારવા નહીં, પ્રિયજીવિતવાળા બિચારાઓને ઈચ્છા પ્રમાણે પૃથ્વી પર ભ્રમણ કરવા દો.” તાપસની ઉપત્તિ કેવી રીતે થઈ?
હે સપુરુષતાપસોની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તે તમે એકાગ્ર મન કરીને સાંભળો. ઋષભદેવ ભગવંતની પ્રવ્રયા-સમયે તેમની સાથે મરીચિ સહિત ચાર હજાર રાજાઓએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી અને ભૂખ સહન ન થવાના કારણે લગવંતને સાથ છોડી, ભૂખ-તરની વેદનાથી પીડા પામેલા દીન મુખવાળા તેઓ અરણ્યમાં પ્રવેશ કરીને વૃક્ષોનાં ફલોને આહાર કરતા, તેઓ પાખંડી તાપસ થયા. આ પ્રમાણે મહીતલમાં કુશાસ્ત્રોથી લોકોને ભરમાવતા તેઓ તાપસ અને બ્રાહ્મણો બન્યા. વિદ્યા દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે, તેમ તેઓ ઘણા વૃદ્ધિ પામવા લાગ્યા. “હે દશાનન ! તીર્થ - કર ભગવંત સરખાએ સર્વ લોકોને ધર્મમાં એકમનવાળા ન કર્યા, તે તમે સર્વ લોકોને જિનશાસનની શ્રદ્ધા કરનારા કરી શકશે ?' નારદે કહેલી હકીકત સાંભળીને રાવણે ઋષભદેવ ભગવંતને પ્રણામ કર્યા અને બ્રાહ્મણોને મારતા રાક્ષસ ભટોને રોક્યા. મરુત નરેન્દ્ર પણ પિતાના મસ્તક પર બે હાથની અંજલિ જેડીને લંકાધિપતિને પ્રણામ કર્યા અને કહ્યું કે-“હું આપને તાબેદાર સેવક છું.” ત્યારપછી મરુતે કનકપ્રભા નામની પિતાની પુત્રી રાક્ષસેન્દ્ર રાવણને આપી. ચંદ્રસમાન આહલાદક મુખવાળી, યૌવનલાવણ્ય-પૂર્ણ તે કન્યાની સાથે મંગલ લગ્ન થયાં. તેની સાથે રતિક્રીડા કરતાં એક વર્ષ પછી કૃતચિત્તા નામની વિચિત્ર રૂપવાળી એક પુત્રી ઉત્પન્ન થઈ. આ ધરતી પર જે જે શૂરવીર, અભિમાની, બલ અને પરાક્રમવાળા સુભ હતા, તે સર્વેને રાવણે પિતાને વશ બનાવ્યા. રાવણ પ્રત્યે જનતાને પ્રેમ
કઈ વખત આકાશમાર્ગે જતાં જતાં તેણે ગામ, ખાણુ, નગરાદિકથી સમૃદ્ધ બાગ-બગીચા–વનથી રળીયામણે મધ્યપ્રદેશ જે. દશવદન નીચે ઉતર્યો, એક નગરની નજીક પડાવ નાખીને રહ્યો. તે નગરના નર અને નારીઓ તેને આનંદ અને કુતૂહલપૂર્વક જેવા લાગ્યા. રાવણુ કેવો હતો? - મરકતમણિઓના કિરણે સરખા શ્યામ વર્ણવાળા, વિકસિત કકમલ સરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org