________________
પઉમરિય-પદ્મચરિત્ર
અને મરુત રાજાને કહ્યું કે, “આ શું કાર્ય આરંભ્ય છે ? આ વિવિધ પ્રકારના પશુઓ કેમ અહીં રહેલા છે? આટલા બધા બ્રાહ્મણે અહીં કયા કારણે આવેલા છે? યજ્ઞ સંચાલન કરનાર મુખ્ય બ્રાહ્મણે જવાબ આપ્યો કે, “શું તમે એ હકીકત જાણતા નથી કે મરુત રાજાએ પરલોકના કલ્યાણ માટે મહાધર્મરૂપ યજ્ઞ કરાવ્યો છે ? પૂર્વ કાલમાં ચાર મુખવાળા બ્રહ્માએ ઉપદેશેલ અને વેદશાસ્ત્ર-નિષ્પન્ન મહાગુણવાળે યજ્ઞ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણે વર્ણોએ કરવો જોઈએ. મધ્યમાં વેદિકા બનાવીને મંત્રપૂર્વક પશુઓને મારીને હવન કરવા જોઈએ, દેવો તેનાથી તૃપ્ત થાય છે, સોમપાન પણ કરવું જોઈએ. આવો યજ્ઞ પ્રયત્નપૂર્વક કરે, આ શાશ્વત ધર્મ છે. ગ દ્વારા લોકમાં એ પ્રગટ થયો છે. ઈન્દ્રિય અને મનને આનન્દ દેનાર છે અને પરલોકમાં પણ દેવપણું પ્રાપ્ત કરાવનાર છે.”
-આ પ્રમાણે તે યજ્ઞ સંચાલન કરાવનારનું વચન સાંભળીને મહાબુદ્ધિશાળી નારદે કહ્યું કે, “આર્ષવેદમાં અનુમત જે યજ્ઞ છે, તે સંબંધી હું જે કહું, તે તમે સાંભળો. શરીરરૂપી વેદિકામાં જ્ઞાનરૂપી વૃતથી અત્યંત પ્રજવલિત મનરૂપી અગ્નિ કર્મરૂપી વૃક્ષથી ઉત્પન્ન મલરૂપી કાષ્ઠના સમૂહને બાળે છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ,
એ વિવિધ પશુઓ છે. ઇન્દ્રિયની સાથે તેમને હણવા જોઈએ. સત્ય, ક્ષમા, અહિંસા, સુગ્ય પાત્રમાં દાન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સંયમ, બ્રહ્મચર્ય વગેરે દેવ છે. સત્ય વેદોમાં જણાવેલ આ યજ્ઞ જિનેશ્વર કેવલિ ભગવતે કહે છે. વિશેષ પ્રકારના ત્રણે વેગ સહિત આ યજ્ઞ કરવામાં આવે, તો ઉત્તમ નિર્વાણ ફલ પ્રાપ્ત થાય છે. જેઓ લેહી, ચરબી, માંસના રસમાં આસક્ત બની, પશુઓની હિંસા કરી, અનાર્ષ અને જૂઠા વેદોમાંથી નિષ્પન્ન યજ્ઞ કરે છે, તેઓ પાપકર્મ કરનારા તથા શિકારીઓ સરખા દયાવગરના હેઈ મરીને નરકે જનારા, લાંબે સંસાર ઉપાર્જન કરનારા છે.” આ પ્રમાણે નારદે કહ્યું, એટલે સર્વ બ્રાહ્મણો અત્યંત ક્રોધે ભરાયા અને મજબૂત મુઠ્ઠી અને હાથના પ્રહારોથી નારદને મારવા લાગ્યા. સંયમમાં યતના કરવાના માનસવાળી નારદે પોતાના જીવન વિષયક અત્યંત સંશયવાળા થઈને પોતાની ભુજાઓનાં બળ, ખૂબ સ્કૂર્તિથી પાદપ્રહાર પૂર્વક બ્રાહ્મણોને તેમ કરતા અટકાવ્યા, પરંતુ ઘણું બ્રાહ્મણોએ તેને ઘેરી લીધા, તેમનાં હાથ, પગ અને બીજાં અંગે પકડી લીધાં. પાંજરામાં પૂરાએલા પક્ષી માફક નારદ અત્યંત પરેશાન થયા.
* આ દરમ્યાન દશવદન-રાવણે મોકલેલ દૂત ત્યાં આવી પહોંચ્યો. બ્રાહ્મણે વડે માર મરાતા, દીન બનેલા નારદને તેણે જોયા. ઘણા બ્રાહ્મણો વડે પકડાએલા નારદને જોઈને તે દૂત દશમુખ પાસે પાછો ફર્યો અને યજ્ઞનો વૃત્તાન્ત કહેવા લાગ્યો કે-હે સ્વામી ! આપે જે રાજાની પાસે મને મોકલ્યો હતો, તેની સમક્ષ અનેક બ્રાહ્મણોથી માર ખાતા નારદને મેં જોયા. હે રાજન્ ! ત્યાં અકળાએલા રાજાને દેખીને ભયભીત શરીરવાળે હું આપને આ સમાચાર જણાવવા માટે અહીં પાછો આવ્યો છું. તે સાંભ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org