________________
[૧૪] અનંતવીર્યને ધર્મોપદેશ
.: ૧૦૯ :
વધ કરનારા મનુષ્ય મરીને નરકપૃથ્વીમાં જાય છે. સિંહ, રીંછ, ચિત્તા, તન્ત જળચર પ્રાણી, માછલાં, મગરમચ્છ, સુંસુમાર નામના પ્રત્યેક જીવોને આહાર કરનાર મહાપાપી તિય પણ નરકે જાય છે. પરિપ્લવક નામના પક્ષીઓ, બગલા, ગિધડા, કુલ નામના પક્ષીઓ, વંજુલ, સર્પ, મહાનાગ આ સર્વે નરકમાગે જનારા છે. આ સર્વે મહાઆરંભ કરનારા જણાવ્યા, હવે મહાઅધિકરણરૂપ પાપ કરનારા કોણ? તે કહું છું–
રાજાઓના મંત્રી, દૂત, તેમના આદેશ આપનાર, ધનુર્વિદ્યા અને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા ભણાવનાર ઉપાધ્યાય, વિષ વગેરે મહાઝેરી પદાર્થોને યોગ કરનાર, અસત્યવાદી, રાજાઓના તિષીઓ, નિમિત્તિયાઓ, મૃત્યુ પામી નરકે જાય છે. બીજાઓ કે જેઓ વચનયોગ દ્વારા પાપ ઉપાર્જન કરે છે, તે સર્વે અધિકરણના પાપ કરનારા નરકગામી મનુષ્ય જાણવા. [દીક્ષા ગ્રહણ ન કરનાર] ચક્રવર્તીઓ, નરેન્દ્રો, મંડલિકો, રાખસ્વામીઓ, બીજા પણ તેમના સરખા ઘણા નરક તરફ પ્રયાણ કરનારા થાય છે. મન, વચન અને કાયાની ગુપ્તિ ધારણ કરનાર, અહંકાર-રહિત, જિતેન્દ્રિય, ધીર, ગંભીર એવા ગુણવંત શ્રમણની જેઓ નિંદા કરે છે, તે પણ નરકગતિ ઉપાર્જન કરે છે. આવા પ્રકારના નરકને લાયક પાપોપાર્જન કરનારા જ બદનાવાળી નારકીમાં ઉત્પન્ન થાય છે. જ્યાં તેમનાં શરીર છેડાય છે, ભેદાય છે, કરવત અને તરવારની ધાર સરખાં વૃક્ષપત્રોથી કપાય છે. સિંહ, વાઘ અને વજસરખા તીર્ણ મુખ અને ચાંચવાળા પક્ષીઓ વડે ચીસો પાડતા તે ખવાય છે. આવા પ્રકારનાં અનેક દુઃખો તે નારકીમાં ભેગવે છે.
જેઓ કપટી, કુટિલ, ખોટાં તોલ-માપથી વેપાર કરનારા, રસવાળા પદાર્થોની ભેળસેળ કરનારા, ખેતી આદિ કરનારા, બીજા પણ તેવા ધંધા કરનારા, ઈન્દ્રિયાધીન, ધર્મધુરાને ત્યાગ કરનારા, આધ્યાન કરનારા તિય ગતિમાં જાય છે. હંમેશાં ભયમાં જ જીવનારા, ભયથી પીડિત મનવાળા, ખાવા-પીવાની, ભૂખ-તરશની વેદના ભોગવતા પશુઓ જીવતાં સુધી તીણ દુઃખનો અનુભવ કરે છે.
ગાય, ભેંસ, ઉંટ, બકરા, ઘેટા વગેરે તૃણ-પત્રાદિક ભક્ષણ કરનાર પશુઓ, તેમ જ મન્દકષાયવાળા મનુષ્યો મરીને મનુષ્ય થાય છે. આર્યો કે અનાર્યો પણ ઉત્તમ કે અધમ કુલોમાં ઉત્પન્ન થએલા જી પોતપોતાના કર્માનુસાર લાંબા કે ટૂંકા આયુષ્યવાળા થાય છે. કર્મથી અહીં કોઈ અંધ, બહેરા, બોબડા, મૂંગા, કુજ, હિંગણાવામન, લંગડા, ધનવંત, ગુણવંત, અને કેટલાક દરિદ્રતાથી પરાભવ પામેલા થાય છે. કોઈ લોભારૂપી મહાગ્રહના વળગાડવાળા, કેટલાક શૂરવીર સરદારે સંગ્રામના મેખરે પ્રવેશ કરે છે, વળી બીજા કેટલાક અનેક તરંગો અને કલોલવાળા મહાસમુદ્રની મુસાફરી કરી વ્યાપાર કરનારા હોય છે. કેટલાક અટવીમાં પ્રવેશ કરે છે. કેટલાક સાર્થવાહ ભયાનક જંગલ ઉલ્લંઘન કરી વ્યાપારાર્થે પરદેશનો પ્રવાસ કરે છે, બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org