________________
[૧૪] અનંતવીયના ધર્મોપદેશ
: ૧૧૧ :
તે રાગ અને આસક્તિ કરે છે, રાગથી મેાહ થાય છે અને માહથી દુર્ગતિ-ગમન થાય છે. સુવર્ણ દાનથી તેા વળી ચારાઇ લુંટાઇ જવાના ભય થાય છે, વળી આરંભ– પરિગ્રહનું મૂળ છે. તે કારણે મુનિએ આ ચારે દાન ન આપવાને ઉપદેશ આપે છે.
વીતરાગ સર્વજ્ઞ ભગવંતે જ્ઞાનદાન, અભયદાન, પ્રાસુક-અચિત્ત આહારાદિકનું અને ઔષધદાન આપવાના ઉપદેશ આપેલેા છે. જ્ઞાન આપવાથી દિવ્યજ્ઞાની, અભયદાન આપવાથી દીર્ઘાયુષ્યવાળા, આહારદાન કરવાથી સુંદર ભાગા પ્રાપ્ત કરનાર થાય છે, તેમાં સંદેહ નથી. સાધુને ઔષધદાન દેવાથી દિવ્યશરીરની પ્રાપ્તિ થાય છે, તેમજ નિરુપમ અંગે અને ઉપાંગાવાળા અને ઉત્તમભાગ ભાગવનાર થાય છે. જેમ પૃથ્વીતલમાં વાવેલું નાનું વડબીજ, તેમાંથી મોટા અને ઉંચા વડ થાય છે; તે પ્રમાણે મુનિ– વાને દીધેલું દાન વિપુલ પુણ્ય પ્રાપ્ત કરાવનાર થાય છે. જેમ અત્યત સારી રીતે ખેડેલા ખેતરમાં સારી રીતે વાવેલ ધાન્યબીજ અદ્ભુત આધક પ્રમાણમાં નીપજે છે, તેમ સ ́યત મુનીશ્વરાને આપેલુ દાન મહાપુણ્ય ઉપાર્જન કરાવનારું થાય છે. જેમ ઉખરભૂમિમાં નાખેલા બીજની વૃદ્ધિ થતી નથી, તેમ મિથ્યાત્વથી મલિન થએલા કુપાત્રમાં આપેલું દાન નિષ્ફલ થાય છે. શ્રદ્ધા, શક્તિ અને ભક્તિથી વિવેક-પૂર્વ ક વિધિથી જે દાન આપવામાં આવે, તે દાન પુણ્યળવાળું સમજવું.
વિવિધ પ્રકારનાં આયુધાને હાથમાં ગ્રહણ કરનારા, કષાયવાળા, કામરાગ-રતિરાગમાં આસક્ત, હંમેશાં આભૂષણ પહેરી શરીરની શેાભા વધારનારા એવા દેવા દાનના અધિકારી નથી, અર્થાત્ તેમને ધરેલું દાન પુણ્યલ આપનાર થતું નથી. જેએ પેાતે તરી શકતા નથી, તેઓ બીજાને કેવી રીતે તારી શકે? જો કેાઇ લગડા ખાંધ પર બેસાડીને બીજા લંગડાને દેશાન્તરમાં લઇ જાય, તા આવા દેવાને વિષે આપેલું દાન તે ધમ કહેવાય તેમાં સંદેહ નથી. જેએ વળી વીતરાગ સવ દોષ-રહિત એવા તીર્થ”કર ભગવંતા છે, તેમને લેાકને વિષે ઉત્તમ દાનના ઉત્તમ પાત્ર ગણેલા છે. સંસારના સૉંગમાં વિરક્તભાવ પામેલા અને જિનેશ્વરના ધર્મને પ્રમાણિત માનનારા, પ્રતિમાની પૂજા-ભક્તિમાં ઉદ્યમવાળા તેના પુણ્ય-પ્રભાવથી મહદ્ધિક દેવતા થાય છે. સૌમ્ય મનવાળા જે મનુષ્યા જિનાલય વિષે ધ્વજા-પતાકા માટે વસ્ત્ર, ધૂપ, દીપ આપે છે, તે દેવપણું પામે છે. આવા પ્રકારનું દાન આપનાર મનુષ્યા દેવભવમાં અને મનુષ્યભવમાં સુખની પરંપરા ભાગવનાર થઇને છેવટે મુક્તિસુખના કાયમના અધિકારી થાય છે. ભાનુકળું આ વિસ્તારવાળા દાનધમ સાંભળ્યેા. પછી તેણે અનંતવીય ને પ્રણામ કરી પૂછ્યું' કે, ‘હે સ્વામી ! મને ધમ કહો.' ત્યારે અન`તમલે કહ્યું કે-જિનેશ્વર ભગવંતે ધમ એ પ્રકારના કહેલા છે. એક ગૃહસ્થપણામાં રહીને કરી શકાય તેવા અને બીજો ઘરબાર-કુટુ ખાદિક સંગો ત્યાગ કરીને કરવા લાયક અનગાર-ધર્મ, ઘણા ભેદવાળા છે.
તે પણ
શ્રમણધમ
હિંસા, જૂઠ, ચારી, મૈથુન અને પરિગ્રહની નિવૃત્તિ-આ પાંચ મહાવ્રતા સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org