________________
: ૧૧૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર
કેટલાક ખેતી વગેરે સેંકડો ધંધાદારી વ્યાપાર કરનારા હોય છે. આ પ્રમાણે મનુષ્યગતિનાં સર્વ દુઃખ જાણીને કેટલાક સરાગ ગૃહસ્થ] ધર્મના અનેક પ્રકારે પૈકી કઈ કોઈ ધર્મની સાધના કરે છે. પાંચ અણુવ્રતરૂપ ધર્મવાળા, તેમજ અકામનિર્જરા કરનારા મનુષ્ય મરીને દેવપણું પામે છે. વળી યોગ-વિશેષથી કેટલાક અહીંથી ભવનવાસી, અંતર, તિષ્ક અને ક૯૫વાસી દેવલોકમાં અધમ અને ઉત્તમ જાતિના દે થાય છે. આ પ્રમાણે કર્માધીન છે ચારગતિરૂપ સંસારમાં રખડ્યા કરે છે અને મોહ પામેલા તેઓ મોક્ષસુખ પામી શકતા નથી.
જે મનુષ્ય, ચારિત્ર અને વિશુદ્ધ શીલવંત સંયત મુનિવરોને સંયમમાં ઉપકારક દાન આપે છે, તે પણ દેવપણું પામે છે. જે મુનિવરો જ્ઞાન અને સંયમમાં તલ્લીન, મોક્ષમાર્ગ પ્રત્યે એકાંત દષ્ટિવાળા, જિતેન્દ્રિય અને ધર્યયુક્ત હોય, તે મુનિવરે લકમાં ઉત્તમ પાત્ર ગણાવેલા છે. જેઓ સુખ-દુઃખમાં સમાનભાવ ગણનારા હોય, તેમ જ માન અને અપમાન વચ્ચે આંતરે ગણનારા હોતા નથી. આહારાદિક મળે, કે ન મળે, તે પણ સમભાવી હોય, તે સાધુઓ દાન આપવા માટે પાત્ર ગણેલા છે, મુનિવરને ઉત્તમભાવ સહિત જે પ્રાસુક–અચિત્ત આહાર, ઔષધ આદિ કે ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો આપવામાં આવે, તો તેનાથી વિપુલ પુણ્યફલની પ્રાપ્તિ થાય છે. રાગ-દ્વેષમાં મૂઢ બનેલા, આરંભ-સમારંભમાં પ્રવર્તેલા મિથ્યાષ્ટિને જે દાન આપવામાં આવે, તે દાન નિષ્ફલ ગણેલું છે. જેમ કૂવાના એકરસવાળા જળથી સિંચેલા ઘણું પ્રકારના વૃક્ષો પોતપોતાના સ્વભાવનુસાર તીખા, મધુર, કડવા, તૂરા વગેરે સ્વાદ આપનાર થાય છે. એ પ્રમાણે શીલવંત અને શીલરહિતને આપેલ ભજન બીજા ભવમાં શુભ અને અશુભ ફલ આપનાર થાય છે. કામગોની તૃષ્ણાવાળા પોતાના સરખાને અપાએલું દાન અને તે માટે ચાહે તેટલો ઉદ્યમ કરવામાં આવે, તે પણ તે દાન ફલ આપતું નથી. અરે ! કષ્ટની વાત છે કે, કુશાસ્ત્રોની રચના કરી લોકોને અવળો માર્ગ બતાવનારા કુલિંગીઓ લોકોને કેમ ઠગી રહેલા છે? ઈન્દ્રિયોને આધીન થએલા તથા પરલોકની બુદ્ધિથી રહિત એવા મિથ્યપદેશ આપનારા, લોકેને પશુહત્યાવાળા યજ્ઞ કરવાનું અને માંસ ખાવાનું કહે છે, એટલું જ નહીં પણ તેમાં દેષ–પાપ નથી” કહે છે! જેઓ ધર્મબુદ્ધિ કરીને માંસ–ભક્ષણ કરે છે અને માંસનું દાન આપે છે, તેઓ તીવ્ર વેદના-પૂર્ણ ભયંકર નરકમાં જાય છે.
જે કઈ મેટું તપ કરે, કે સમગ્ર તીર્થની યાત્રાએ કરે, તે પણ માંસભક્ષણ ન કરનારની કક્ષામાં આવી શકતા નથી. જેઓ ગાયનું દાન, કન્યાદાન, ભૂમિદાન, સુવર્ણ દાન આપે છે, પાપકર્મથી ભારે થએલા તેઓ સંસાર–અટવીમાં અથડાયા કરે છે. ગાયનું કે બળદનું દાન કરવાથી તે જાનવરને બંધન, તાડન, દમનનું ભારી દુઃખ થાય છે. હળ અને તેની કોશથી પૃથ્વી ખેડાય, તેથી પૃથ્વીકાય અને તેમાં રહેલા અનેક ત્રસ જંતુઓના પ્રાણને નાશ થાય છે. જે કન્યાદાન અપાય છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org