________________
[૧૪] અનંતવીર્યને ધર્મોપદેશ
હવે કઈક સમયે તે સુરેન્દ્રનાથ-રાવણ મેરુ ઉપર જઈને ચેત્યાલયમાં જિનેશ્વર ભગવતની સ્તુતિ કરીને સુખપૂર્વક પાછો આવતો હતો, તે સમયે માર્ગમાં મેઘના સરખે મહાગંભીર શબ્દ સાંભળીને રાવણ ક્ષોભ પામ્યા. વળી ચારે દિશાઓમાં નજર ફેંકતાં કુંકુમના વર્ણ સરખી લાલ દિશાઓ જોવામાં આવી. મારીચિને પૂછયું કે, “મેઘ સરખો આ ગંભીર અને મધુર શબ્દ કાને સંભળાય છે? અને આ સમગ્ર ભુવન અરુણ સમાન લાલ રંગવાળું કેમ દેખાય છે? ત્યારે મારીચિએ પ્રત્યુત્તર આપ્યો કે, “સુવર્ણ ગિરિ ઉપર અનંતવીર્યને લક અને અલોક પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ કારણે સાધુભગવંતના ચરણમાં નમસ્કાર કરવા જતા દેવોના વાજિંત્રોને આ શબ્દ છે, તથા તેમના મણિજડિત મુકુટના રત્નોમાંથી નીકળતાં કિરણેના પ્રકાશથી ભુવન વ્યાપ્ત બની ગયું છે. તેનું વચન સાંભળીને આનંદ પામેલે રાવણ નીચે ઉતર્યો અને મુનિવરમાં વૃષભ સમાન તેમને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કર્યું. તે પહેલાં તે દેવોએ આવી વંદન કર્યું અને નીચે બેસી ગયા. ત્યાર પછી બીજા ઈન્દ્ર સરખો રાવણ ત્યાં આવીને બેસી ગયો. ત્યાર પછી દે, મનુષ્ય તેમ જ વિદ્યાધરો આસન પર બેસી ગયા એટલે તેમના એક શિષ્ય જેના કલ્યાણ માટે ધાર્મિક વિષયક પ્રશ્ન કર્યો. ત્યારે સ્કુટ અને ગંભીર પદ અને અર્થવાળી અત્યંત નિર્મલ અને નિપુણ સ્વભાવથી મધુર વાણી બેલતા મુનિવરે બધ અને મોક્ષનું સ્વરૂપ કહેવાનું શરુ કર્યું. આઠ પ્રકારનાં કર્મથી બંધાએલો જીવ વેદનીયકર્મના ઉદયથી દુઃખ અનુભવતો દીઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોની નિર્જરા થવાના કારણે કઈ પ્રકારે મનુષ્યપણું પામવા છતાં રસ અને સ્પર્શેન્દ્રિયને આધીન થએલો આત્મા કોઈ પ્રકારે ધર્મ કરતો નથી. અહીં અત્યંત રાગ કે છેષ કરનારા જે આત્માઓ અજ્ઞાનથી પાપકર્મ કરે છે, તે ઘણી ગાઢ વેદનાવાળી ભયંકર નારકીમાં જાય છે. મહાઆરંભ કરનારા, મહાઅધિકરણવાળા, મહાપરિગ્રહવાળા, તીવ્ર કષાયની પરિણતિવાળા હોય, તે પણ નરકમાં જાય છે. માતા, પિતા, ગુરુ, ભાઈ, બહેન, પત્ની અને પુત્રને ઘાત કરનારા, ચાંડાલ સરખા અધમ કાર્ય કરનારા મૃત્યુ પામીને મહાનરકમાં જાય છે. માંસ અને રસમાં લુબ્ધ, શિકારી, પક્ષીઓ પકડવા જાળ પાથરનારા, માછીમારે, આગ લગાડનારા, ચેર, ગામ, નગર કે દેશનો નાશ કરનારા, પશુઓને ઘાત કરી યજ્ઞ કરનાર પુરોહિત, હવન કરવાના ઉદ્યમવાળા, સેનાધિપતિ વગેરે પંચેન્દ્રિય જીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org