________________
પઉમચરિય-પદ્યચત્રિ
તે સમયે નિર્વાણુસંગમ નામના એક મુનિવર આકાશમાર્ગેથી તે જ જિનાલય પાસે ઉતર્યા. મુનિવરને દેખીને ઈન્દ્ર અતિ આનંદ પામ્ય અને ઉભા થઈ, મસ્તક નમાવી પરમ આદરપૂર્વક ભાવથી વંદન કર્યું. મુનિભગવંતે પણ પિતાના આચાર અને વિધિ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાઓનું [ભાવપૂજન કરીને તપના તેજથી દીપતા મુનિ આપેલા આસન ઉપર બિરાજમાન થયા. ફરી પણ ઈન્દ્ર પરમવિનય કરવા પૂર્વક મુનિને પૂછયું કે, “હે સ્વામી ! મારા પૂર્વભવની હકીક્ત જે પ્રમાણે બની હોય, તે મને કહી જણાવે. પછી સાધુ ભગવંત પણ તેના પૂર્વભવના વૃત્તાન્તને કહેવા લાગ્યા કે-“કઈ પ્રકારે ચારે ગતિમાં ભ્રમણ કરતાં તમે મનુષ્યજાતિ પામ્યા. શિખિપુર નામના નગરમાં ધનરહિત એક દરિદ્ર-કુલમાં લક્ષણ અને ગુણરહિત, સેંકડો રોગોથી પીડિત પુત્રી ઉત્પન્ન થઈ. કમાગે તેનાં બંને માતા-પિતા પણ મૃત્યુ પામ્યાં. કોઈ પ્રકારે લોકેનાં એઠાં ભેજન પામીને જીવતી રહેવા પામી. ફાટી ગએલા હાથપગવાળી, લુખા શરીરવાળી, ફાટેલા-તૂટેલાં કપડાં પહેરતી, લકેવડે ધમકાવાતી મનમાં ઉદ્વેગ પામતી આમ-તેમ ભટકતી હતી. કર્મની નિર્જરા થવાના કારણે કાલધર્મ પામીને કિંપુરુષની પત્ની ક્ષીરધારા નામની ઉત્પન્ન થઈ, ત્યાંથી મૃત્યુ પામીને રત્નપુરમાં ધારિ
ના ગર્ભમાં ગોમુખના કુટુમ્બમાં સહસ્ત્રભાનુના નામથી ઉત્પન્ન થયે. સહસભાનું સમ્યકત્વ -સહિત સમગ્ર અણુવ્રત પામ્યા. ત્યાંથી કાલ પામીને શુક વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પહેલાંની રત્નસંચય નગરીમાં મણિરત્નની પત્ની ગુણવલ્લીના પુત્રપણે ઉત્પન્ન થયો. નંદિવર્ધને રાજ્ય કર્યા પછી જિનેશ્વર ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી. વિવિધ તપનું સેવન કરીને ઉત્તમ પ્રવેયક સુખ પામ્યો. ત્યાં અહમિન્દ્રપણાના સુખને અનુભવ કરીને ચ્યવીને, અહીં ભરતક્ષેત્રમાં મનસુન્દરીથી જનમેલ સહસ્ત્રારને ઈન્દ્ર નામને પુત્ર થયે. ગર્ભમાં હતો, ત્યારે ઈન્દ્રપણાની અભિલાષા કરી હતી, તેથી અહીં ઈન્દ્રપણું પામ્યો છે અને ચક્રવાલ નગરમાં તે વિદ્યાનો અધિપતિ થયો. છે. “હું સંગ્રામમાં હારી ગયો તે માટે લાંબા કાળથી આટલે ખેદ શા માટે વહન કરે છે? આ નિમિત્ત તું કર્મના કલંકથી મુક્ત થઈશ. પૂર્વકાલમાં કીડા કરતાં કરતાં દુર્તીતિ કરી હતી, તે વાત તું શું ભૂલી ગયે? આ સર્વ વૃત્તાન્ત હું સ્કુટરૂપે તમને કહું છું, તે બરાબર એકાગ્ર ચિત્તે સાંભળે.
- અરિજય નામના નગરમાં જવલનસિંહ નામને એક બેચરાધિપતિ હતે. તેને વેગવતી નામની ભાર્યા હતી, તેને અહલ્યા નામની પુત્રી હતી. તેના સ્વયંવરમાં બલ અને સમૃદ્ધિ સંપન્ન અનેક વિદ્યાધરો એકઠા થયા હતા, તું પણ ત્યાં આવ્યો હતો. પૂર્વભવના કર્મના ફલસ્વરૂપ આ સ્વયંવરા અહલ્યા કન્યા ચંદ્રાવત નામના ઉત્તમ નગરના સ્વામી નન્દિમાલિ વર નામના કુમારે પ્રાપ્ત કરી. રૂપ અને યૌવન-પૂર્ણ તે કન્યાની સાથે પાણિગ્રહણ કરીને રતિ-સુખ-સાગરમાં લીન બનેલો તે ઉત્તમ દેવની જેમ ભોગો ભગવતે હતો. ત્યારથી માંડીને તું તેની ઈર્ષ્યા કરવાના કારણે સમગ્ર શરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org