________________
: ૧૦૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
થ. શક પણ પર્વત સરખા ઐરાવણ હાથી ઉપર ચડ્યો અને દશાનન સાથે લડવા લાગે. તથા હાથી પણ હાથીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અત્યંત દર્પથી ગૌરવવાળા મુશલ સરખા ઉંચા દાંતવાળા તથા ઉખાડેલા પર્વત જેવા બંને ગજેન્દ્રા યુદ્ધ કરવા લાગ્યા. બંને હાથીઓ પરસ્પર દંતૂલથી અને સુંઢથી પુરુષનાં અંગેને ઘાયલ કરતા હતા અને વર્ષાકાળમાં જેમ મેઘ ગર્જના કરે, તેમ “ગુલ ગુલ’ શબ્દથી ગર્જના કરતા હતા. જેના ગંડસ્થલથી મદજળ ઝરતાં હતાં, જેની આસપાસ ભમરાઓ ગુંજારવ કરતા હતા, ચપળ અને નિપુણ દંતૂશળવાળા બંને મહાહાથીઓ રણમાં ઝઝૂમતા હતા. જ્યારે બંને હાથીઓ લડતા હતા, ત્યારે દશમુખ રાવણે ઈન્દ્રના મહાવતને નીચે ગબડાવીને, લંઘન કરીને ઈન્દ્રને પકડી લીધે. તેને દિવ્ય વસ્ત્રથી બાંધી પોતાના હાથી પર બેસાડી જલદી રાહુથી ગ્રસાએલ ચંદ્ર સરખી ઝાંખી કાંતિવાળા, અભિમાન અને ઉત્સાહરહિત ઈન્દ્રને સંગ્રામમાં પકડીને વળી છોડી મુક્યો. સારરૂપ ચાવલ-ચોખા ગ્રહણ કરી લીધા પછી ફોતરાનું શું પ્રયોજન હોય? આ બાજુ ઈન્દ્રના સર્વ હાથી, ઘોડા, પાયદલ સિન્ય ભગ્ન બની પલાયન થઈ ગયું અને વિતાઢ્ય પર્વત પાસે પહોંચ્યું. રાવણને લંકાપ્રવેશ
દેવેન્દ્ર ઈન્દ્રને પકડીને પોતાની સેના સહિત રાવણ વિશાળ આકાશને ઢાંકી દેતે લંકા તરફ ચાલ્યા. રાવણ રાજાને નજીક આવેલા જાણુને લંકાપુરીના લોકે અને રાજાને પરિવાર સમ્મુખ આવીને સેંકડો મંગલગીત ગાઈને રાવણને અભિનન્દન આપતા હતા. ઊંચા કરેલા તછત્રવાળે, મનહર ચામયુગલથી વીંજાતે, દેવેન્દ્ર જેમ દેવભુવનમાં, તેમ રાવણે લંકાપુરીમાં પ્રવેશ કર્યો. વિવિધ પ્રકારનાં મણિઓનાં કિરણેથી ઝળહળતા પિતાના મહેલ પાસે પહોંચ્યો, એટલે જય શબ્દની ઉદઘોષણા સાથે પુષ્પક વિમાનથી નીચે ઉતર્યો.
કવચ ધારણ કરનારા શત્રુઓને જિતને, ઘણું રાજાઓને પિતાની આજ્ઞાને સ્વીકાર કરાવીને, પૂર્વોપાર્જિત વિમલ પુણ્યદયના પ્રભાવથી સુખમાં લીન થએલ રાવણ ત્યાં આનંદકીડા કરવા લાગે. (૧૪૪)
પધચરિત વિષે “વૈતાદ્યગમન, ઈન્દ્રબંધન, લંકાપ્રવેશ”
નામને બારમો ઉદેશે પૂર્ણ થયું. [૧૨].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org