________________
[૧૨] રાવણનું વૈતાઢ્ય-ગમન, ઈન્દ્રબંધન અને લંકાપ્રવેશ
; ૧૦૩ : સ્થાને “મારે મારો” “હણે હણ”, કોઈક સ્થળે ખોના ખણખણાટના શબ્દો અને બાણોથી ભેદાએલા શરીરના “તડ તડ તડ” એવા શબ્દો સંભળાતા હતા.
હાથીઓની સાથે હાથીઓ, રથની સાથે રથ, ઘોડા સાથે ઘેડા અને પાયદળની સાથે પાયદલ એમ સરખે સરખા સાથે લડવા લાગ્યા. પરસ્પર એકબીજા મસ્તકના છેદ કરતા પિતાના સ્વામી પાસેથી સન્માન અને શાબાશી મેળવતા બહાદૂર સૈનિકો યુદ્ધ કરતા હતા અને કાયરપુરુષો પલાયન થતા હતા. ક્રોધે ભરાએલા દ્ધાઓ પરસ્પર જે શસ્ત્રો અથડાવતા હતા અને તેથી જે અગ્નિ ઉત્પન્ન થતો હતો, તે ચારે બાજુ સુભટને સંતાપ આપતો વિસ્તાર પામતો હતો. મોટા અવાજવાળાં ઢોલ, નગારાં, ભેરી, કાંસી વગેરે વાજિંત્રો, હાથીઓની ગર્જના, ઘોડાઓના હણહણાટ વગેરે ઘોંઘાટના કારણે એકબીજાના શબ્દો કાને પડવા છતાં સાંભળી શકાતા ન હતા. તરવાર, આણ, શક્તિ, તમર વગેરે હથિયારોથી ઘાયલ થએલા કેટલાક પૃથ્વીપીઠ પર આળોટવા લાગ્યા અને કેટલાક બહાદૂર લડવૈયા ફરી ઉભા થઈને આગળ ચાલવા લાગ્યા. તે ક્ષણે કપાઈને નીચે પડેલા મસ્તકના રુધિરથી ખરડાએલાં મસ્તક વગરનાં શરીર આરહઅવરેહ સાથે વગાડાતાં વાજિંત્રોના શબ્દો વડે નૃત્ય કરતાં હતાં. સુભટવડે ફેંકાતા શસ્ત્રસમૂહવાળા એવા પ્રકારના યુદ્ધમાં લંકાધિપતિ રાવણે સુમતિ નામના સારથીને બેલા. તેને કહ્યું કે, “અરેમારે રથ જલદી ઈન્દ્રની સન્મુખ લઈ જા, યુદ્ધમાં અલ્પબલવાળા બીજાને મારવાથી લાભ? ગુણ અને રૂપમાં સામાન્ય ન હોવા છતાં ઈન્દ્રત્વ પ્રાપ્ત કર્યું છે, તેને વિદ્યા અને બલથી ઉત્પન્ન થએલો સર્વ ગર્વ, તેને પણ હું હવે દૂર કરું.’ એમ કહેતાં જ સારથી જલદી ધ્વજા અને પતાકાઓથી શણગારેલ, મન અને પવન સરખા વેગવાળા રથને ઈન્દ્રની સન્મુખ લઈ ગયે. રાવણને આવતે દેખીને તે દેવસુભટો ભયથી ઉદ્વેગ પામીને એકબીજાને છૂંદતા પાડતા નાસવા લાગ્યા. પિતાના સિન્યને ભગ્ન થએલું દેખીને એરાવણ પર બેઠેલ ઈન્દ્ર ક્રોધ પામ્યો અને બાણવૃષ્ટિ કરતા કરતા રાવણની નજીક આવી પહોંચ્યો. ધનુષના વેગના કારણે ચંચળ હાથવાળા રાવણે આવતી બાણવૃષ્ટિને પિતાના બાણના સામા પ્રહારોથી એકદમ ટૂકડે ટૂકડા કરી નાખ્યા. તે સમયે સુરેન્દ્ર રોષપૂર્વક આગથી ભડકે બળતું આગ્નેય અસ્ત્ર ગ્રહણ કર્યું અને રાવણના ઉપર છેડયું. અત્યંત તાપથી જળી રહેલા આકુળ સમગ્ર રાક્ષસન્યને રાવણે તરત વારુણ અસ્ત્રથી ઠારી નાખ્યું. ફરી પણ એકદમ ઈન્ડે તામસ નામનું મહાશસ્ત્ર છોડયું, તેને પણ રાવણે તરત જ ઉદ્દાતશસ્ત્રથી દૂર કર્યું. ત્યાર પછી રાવણે યમના દંડ સરખા રૂપવાળા તથા ફણામાં રહેલા મણિઓથી પ્રકાશિત નાગબાણ ફેંક્યાં જેનાથી સમગ્ર દેવસેના બંધાઈ ગઈ.
નાગપાશથી બંધાએલ અને તે કારણે સુખપૂર્વક ચેષ્ટા ન કરનાર પિતાના સૈન્યને દેખીને સુરપતિ-ઈન્ડે ગરુડાસ્ત્રથી નાગપાશને નાશ કર્યો. નાગપાશથી મુક્ત થયેલા ઈન્દ્રને જોઈને લંકાધિપ રાવણ તત્કાલ ભુવનાલંકાર નામના મત્તેહાથી ઉપર આરૂઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org