________________
[૧૩] ઇન્દ્રનું નિર્વાણ - ગમન
આ માજી સહસ્રારને નેતા બનાવીને ઇન્દ્રના સુભટો રાવણના ભવન પાસે ગયા અને પ્રતિહાર દ્વારા આજ્ઞા પામીને સભામાં પહોંચી મસ્તકથી પ્રણામ કરીને નજીકના આસન ઉપર બેઠા. ત્યાર પછી અત્યંત આદર પૂર્વક સહસ્રાર રાવણને કહેવા લાગ્યા કે, ‘આપનું પરાક્રમ, પુરુષકાર અને પ્રતાપ અમાએ પ્રત્યક્ષ દેખી લીધાં છે, હવે ઈન્દ્રને બંધનમાં રાખવાનું કાઇ પ્રયેાજન નથી, માટે તેને છેડી દો.’ ત્યારે રાવણે કહ્યું કે• જો મારી લકામાંથી દરાજ પ્રતિનિયત સમયે ખેદ પામ્યા વગર કચરા-પૂજો દૂર કરે, આ નગરીની ભૂમિને સાફ કરીને લિંપે, સુગંધી પુષ્પાથી તેની પૂજા કરે, દિવ્ય સુગધવાળાં ચૂર્ણથી વાસિત કરે—આવા પ્રકારની આજ્ઞા આજથી માંડીને તે સ્વીકારે, તા હું ઇન્દ્રને છેાડી દઉં, તે સિવાય બીજા કયા પ્રકારે મુક્ત બની શકે ? રાવણે જે કંઇ પણ કબૂલાત કરાવી, તે લેાકપાલ-હિત સહસ્રારે ઇન્દ્રના છૂટકારા માટે સ્વીકારી. રાવણે ઉત્તમ પ્રકારનાં દાન, માન અને વૈભવથી સન્માન કરીને મુક્ત કર્યા અને વળી કહ્યું કે, ‘આજથી તું મારા અધુ છે. રથનૂપુર-ચક્રવાલ નગરમાં રહીને વૈતાઢ્યગિરિને ભાગવ, તથા ઇન્દ્રિયા અને મનને ગમતાં મનેાહર સુખા ઈચ્છાનુસાર ભોગવ.' ‘આપની ઈચ્છાનુસાર એમ થાવ' એમ કહીને સુરપતિ ઇન્દ્ર અને લેાકપાલ-સહિત સહસ્રાર રથનૂપુર ચક્રવાલપુરમાં આવી પહેાંચ્યા. વિદ્યાધરાથી સ્તુતિ કરાતા ઇન્દ્રે પેાતાના ભવનમાં પ્રવેશ કર્યા, બીજા પણ લેાકપાલા પેાતાના પરિવાર-સહિત પાતપેાતાના નગરમાં ગયા. પરાજય પામવાના કારણે ઉદ્વેગ મનવાળા ઇન્દ્ર પાતાના ભવનમાં, સિંહાસનમાં ખીલેલા ઉત્તમ પુષ્પવાળા ઉદ્યાનમાં કે રમણીય મનેાહર પદ્મસરાવરમાં કયાં ય શાંતિ પામતા ન હતેા, પેાતાની પ્રિયાએમાં મન દેતા ન હતા. ચિંતામગ્ન ઇન્દ્ર જિનાયતનમાં જઇને, વંદન કરીને પેાતાના પરાજય સંબંધી ચિન્તા કરવા લાગ્યા કે, ‘ મને ધિક્કાર થાઓ. વિજળી સરખી ચપળ અને ઈન્દ્રધનુષ માફક ક્ષણમાં અદૃશ્ય થનારી ક્ષણિક ખેચરની ઋદ્ધિના શા ઉપયાગ કરવા ? તે જ વિદ્યાએ, તે જ સુભટા, તે જ હાથી અને ઘેાડાએ, તે જ ભુજામલ હતું, પરંતુ પુણ્ય પરવારતાં તે સ તૃણુસમાન અની ગયાં. શત્રુસમાન થયેા હેાવા છતાં રાવણ મારા પરમ કલ્યાણબન્ધુ થયા છે. કારણ કે નિઃસાર સુખમાં આસક્ત અનેલા મને તેણે અહીં પ્રતિબાધ પમાડ્યો છે. ઇન્દ્રિયા અને મનને ગમતાં સર્વ સુખનાં સાધનોનો ત્યાગ કરીને પાપના નાશ કરનાર જિનેશ્વરના મતમાં જણાવેલી પ્રત્રજ્યા હું અંગીકાર કરું.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org