________________
[૧૨] રાવણનું વૈતાઢ્ય-ગમન, ઈન્દ્રબંધન અને લંકા પ્રવેશ
: ૧૦૧ :
ઈન્દ્ર સાથે રાવણનું યુદ્ધ
આ પ્રકારે દુલ ધ્યપુર યુદ્ધમાં જિતને સૈન્ય સહિત રાવણ તાત્યપર્વતમાં આવેલા ઈન્દ્રના દેશમાં આવ્યા. આ પ્રદેશમાં રાવણનું આગમન થયું છે, તેમ સાંભળીને ઈન્દ્ર પોતાના પિતા દ્વારા શત્રુને લક્ષ્યમાં રાખીને તેને ચેપગ્ય કાર્યારંભ કરવા માટે પિતાને પૂછવું. ત્યારે સહસ્ત્રારે કહ્યું કે, “હે પુત્ર! એ બલસંપન્ન તથા હજારે વિદ્યા ધારણ કરનારે છે, તે તેની સાથે સન્ધિ કરી લેવી લાભદાયક છે. જે શત્રુ સમાન કે અધિક અલવાળા હોય, તો દેશ-કાલને વિચાર કરીને દ્રવ્ય અને બીજી સાધનસામગ્રીને વિચાર કરીને તેની સાથે સન્ધિ કરી લેવી જોઈએ. પૂર્વના પુરુષોએ કહ્યું છે કે– બલવાન સાથે વિવાદ ન કર, તેમની સાથે કરેલો વિવાદ મહા અપયશ કરાવનાર અને કાર્યસાધક નીવડતું નથી. હે પુત્ર! તું તેને બરાબર જાણે છે, માટે તારા કાર્યમાં પ્રસાદ ન કર, જે તું તારા રાજ્યને સ્વાધીને રાખવા ઈચ્છતા હોય, તો તેને તારી કન્યા આપ.” આ વચન સાંબળીને અતિશય રેષ પામેલા શરીરવાળા ઈજે આકાશ ચીરતો હોય તેવા મોટા સ્વરથી કહ્યું કે, “વધ કરવા યોગ્યને કન્યા આપવી!” એવાં દીન વચને આપ કેમ કહો છે? હે પિતાજી! અભિમાનથી ઉન્નત એવા ગૌરવવાળાનાં આવાં વચન કે કાર્ય ન હોય. ધીર હદયવાળા ઉત્તમ પુરુષને સંગ્રામમાં મરવાનું શેભે છે, પરંતુ બીજાને પ્રણામ કરવાથી ઉત્પન્ન કરેલું રાજ્ય શાંતિ કે સુખ આપતું નથી.” એમ કહીને ઈન્દ્ર એકદમ આયુધશાળામાં ગયા અને લોકપાલની સાથે શસ્ત્ર-અસ્ત્રો સજવા લાગ્યા. કોઈ ઉપર ઉડી રહેલ દવજવાળા દંડથી શોભિત રથ ઉપર આરૂઢ થયા. બીજા વળી જેની ચામર સરખી કલગી કંપાયમાન થઈ રહેલ છે, એવા ઊંચાનીચા થતા, નસકોરા કુલાવતા અશ્વના ઉપર સ્વાર થયા. બખ્તર અને મસ્તકને રક્ષણ કરનાર ટેપ પહેરેલા કહેવા લાગ્યા કે, શત્રુને જલદી અહીં લાવે. ધનુષ, શક્તિ, બર્ગ, બછીં વગેરે હથિયારે એકબીજા સામસામા અથડાવીને મોટો કોલાહલ કરતા હતા.
લડવા લાયક શસ્ત્રાદિકની તૈયારી કરવા પૂર્વક લોકપાલાદિકના સમૂહ સહિત ઈન્દ્ર રાવણ હાથીના ઉપર બેસીને પિતાના નગરમાંથી બહાર નીકળ્યો. મેટા શબ્દ કરનાર ઢેલ, અનેક ભેરી, કાંસીઓ, ઉત્તમ શંખોના ગંભીર શબ્દોવાળા મેઘગર્જનાની બ્રાતિ કરાવનાર યુદ્ધવાજિંત્રો વાગવા લાગ્યાં. યુદ્ધવાજિંત્રોના શબ્દ સાંભલીને અશાન્ત અને ત્રાસ પામતા ઘડા, હાથી, રથના અશ્વો અને પાયદલ સૈનિકોવાળું રાક્ષસસૈન્ય પણ પોતાના હથિયાર સજીને લડવા તૈયાર થયું. તેઓએ તરત જ બાણ, શક્તિ, ચક્ર, તોમર, તરવાર, તેમ જ મગર હથીયાર ધારણ કર્યા, બખ્તરો પહેર્યા, અને યુદ્ધ કરવા યોગ્ય સર્વ સામગ્રી તૈયાર કરી. યુદ્ધવાજિંત્રોને વિષમ રીતે વગાડતા અને ભયંકર શબ્દ કરતા, કૂદતા અો અને ચંચલ પાયદલ સૈનિકેવાળા મોટા રાક્ષસસન્યને ઈન્દ્રના સુભટો સાથે યુદ્ધ જામ્યું. સ્ફટિક શિલાઓ, ભાલાં, શક્તિવડે પ્રહાર કરતા ઈન્દ્રના સુભટોએ રાક્ષસસન્યના મોખરાના ભાગને ભગ્ન કરી વેરવિખેર કરી નાખ્યું. જેમાં હાથી અને ઘડાઓ સ્વાર વગરના થઈ ગયા અને ગમે ત્યાં નાસવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org