________________
: ૧૦૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
લાગ્યા. યુદ્ધમાં દેવેન્દ્રના સુભટાવડે પેાતાના સૈન્યને ભગ્ન થતું દેખીને રાક્ષસેા સ પ્રકારનાં આયુધાથી સજ્જ થઇને પેાતાનુ રક્ષણ કરવા આવી પહેાંચ્યા. મજબૂત ખખ્ખર ધારણ કરનારા અત્યંત રાષથી ગૌરવશાળી આત્માભિમાનયુક્ત વા, વાવેગ, હસ્ત, પ્રહસ્ત, મારીચિ, શુષ્ક, સારણ, જઠર અને ગગનેાવલ વગેરે સુભટા એવું યુદ્ધ કરવા લાગ્યા કે, ઇન્દ્રની સેના પાછળ હટવા લાગી. યુદ્ધમાં રાક્ષસેાવડે અગ્રસેનાને ભગ્ન થતી જોઇને ઇન્દ્રના સુભટો હર્ષ અને ઉત્સાહપૂર્વક પેાતાની રક્ષા માટે કટિખદ્ધ થયા. ઘનમાલી, તડિપિંગ, જ્વલિતાક્ષ, અદ્રિપ`જર અને જલધર વગેરે સુભટો નિશાચરાની સાથે ઝઝુમવા લાગ્યા. ઘેાડા, રથ અને ચાન્દ્રાએના વિનાશ થતેા દેખીને યુદ્ધ લડવા માટે પ્રચડ મહેન્દ્રપુત્ર, કપિધ્વજ અને પ્રસન્નકીર્તિ એકદમ સજ્જ થયા. પછી માલ્યવંતના પુત્ર શ્રીમાલીએ સેંકડા ખાણાને છેડતાં છેાડતાં સળગતા વાગ્નિ અરણ્યમાં પ્રવેશ કરે, તેમ દેવાની સેનામાં પ્રવેશ કર્યાં. શિખી, કેસરી, દ‘ડ, ઉગ્ર, તેમ જ કનકપ્રભુ વગેરે સુભટા શ્રીમાલી અને પ્રસન્નકીર્તિ સાથે એકદમ ત્રાટકયા.
સંગ્રામભૂમિમાં શ્રીમાલીએ આ સુભટાનાં મસ્તકે અર્ધચન્દ્ર નામના ખાણુથી એવી રીતે છેદી નાખ્યાં કે જાણે પૃથ્વી ઉપર કમળા રગદોળાતાં ન હાય. પેાતાના સેવાને મરેલા જોઇને હવે ઇન્દ્ર પાતે ઉછ્યો. એટલે તેના પુત્ર જયન્તે પિતાને રાકવા કે, ‘આપ વિશ્વસ્ત અનેા. હમણાં જ હું રણભૂમિમાં તેમનાં મસ્તક રગદોળુ છું. જે કાય નખથી સાધ્ય હાય, ત્યાં કુહાડાની જરૂર નથી. શ્રીમાલી અને જયન્ત એ બંનેનું ભયંકર યુદ્ધ જામ્યું. વિવિધ પ્રકારનાં આયુધો અથડાવાના કારણે અગ્નિના તણખાના સમૂહ ઉડવા લાગ્યા. શ્રીમાલીએ હુ પૂર્ણાંક કનકખાણ ખેંચીને એવી રીતે ફૂંકયુ કે, જયન્ત રથમાંથી નીચે પડ્યો અને મૂર્છા પામવાથી વિલ બન્યા. સભાન અન્યા પછી ક્રોધ પામેલા જયન્તે ત્યાં યુદ્ધમાં શ્રીમાલીને વક્ષસ્થલના મધ્યપ્રદેશમાં ગદાને પ્રહાર કરી ઘાયલ કર્યાં. રણના મેાખરે શ્રીમાલીને મરેલા દેખીને ઇન્દ્રજિત્ રથ લઈને આન્યા અને જયન્તની સામે હાજર થયા. રાવણુપુત્ર ઇન્દ્રજિતે સુરેન્દ્રના પુત્ર જયન્તને ખાણેાથી એવા તા ઘાયલ કર્યો કે, ગેરુવ થી ચારે બાજુ લિપેલા પર્યંત હાય, તેવા તે લેાહીથી ખરડાએલા શરીરવાળા દેખાવા લાગ્યા. ખાણેાના પ્રહારથી લાહી-નીતરતા જયન્તપુત્રને જોઇને ઇન્દ્ર ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થઇને એકદમ દોડ્યા. મોટા ઢારવ વગડાવવા પૂર્વક વાદળાઓની વિસ્તૃત ઘટા સરખા રથ, અશ્વ અને પાયદલ સૈનિક સાહત ઇન્દ્રસેનાએ ઇન્દ્રજિતકુમારને ચારે ખાજુથી ઘેરી લીધા. પાતાના પુત્રને રણમાં દેવસૈન્યથી ઘેરાએલા દેખીને ઉત્તમ રથમાં બેઠેલ રાવણુ ઇન્દ્રની સન્મુખ આવી પહેાંચ્યા. ઇન્દ્રના પક્ષ કરનાર લેાકપાલા અને સામા પક્ષમાં રણશૂર રાક્ષસેા આવી પહેાંચ્યા. ક્રોધ પામેલા તે બંને એકબીજા સામે પરસ્પર આણ્ણાના વરસાદ વરસાવતા હતા. તરવાર, ખાણુ, ચક્ર, તામર, મેાગર, ખાંડા, ભાલા અને શૂલ વગેરે હથિયારીવડે યુદ્ધમાં પીઠ ખતાવ્યા વગર તે સુભટા એકબીજા ઉપર પ્રહાર કરતા હતા. કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org