________________
: ૧૦૦ :
પઉમચરિય-પદ્મચરિત્ર
નલકુબર સાથે રાવણનું યુદ્ધ
તેટલામાં દશમુખના નેહમાં અનુરાગવાળી નલકુબરની ઉપરંભા નામની એક પત્નીએ રાવણની પાસે એક દૂતી મોકલી. ત્યાં પહોંચીને તે મસ્તકથી પ્રણામ કરીને રાવણને એકાંતમાં કહેવા લાગી કે-“જે નિમિત્ત મને મોકલી છે, તેનું કારણ આપ સાંભળો. નલકુબરની ઉપરંભા નામની એક પ્રસિદ્ધ પત્ની છે, તેણે મને તમારી પાસે મોકલી છે. મારું નામ ચિત્રમાલા છે. તેને તમારા ગુણો પ્રત્યે અત્યંત અનુરાગ છે અને તમારી સાથે સ્નેહાનુબંધ હોઈ દર્શન કરવાના ઉત્સુક મનવાળી છે, તો દર્શન આપવાની કૃપા કરે. રાવણે તે વચન સાંભળીને આંગળીથી બે કાન બંધ કર્યા અને તે રત્નશ્રવ-નન્દને કહેવા લાગ્યા કે, “વેશ્યા કે પરસ્ત્રી ચાહે તેવા ચડિયાતા રૂપવાળી હેય, તે પણ હું તેની સામે જેતે નથી. દઢશીલવાળા મનુષ્ય એઠાં ભોજનની માફક પારકી રૂપવાળી સ્ત્રી કે વેશ્યાઓને હંમેશ માટે ત્યાગ કરે જોઈએ. કારણ કે, તે આ લોકમાં અપકીર્તિ કરાવનાર અને પરલોકમાં દુર્ગતિ અપાવનાર થાય છે.” દૂતીનું કાર્ય જાણીને ત્યાં કુશલ મંત્રીઓએ રાવણને સલાહ આપી કે, “આત્મહિતની ખેવના ઈચ્છનારે કઈ સમયે જ હું પણ બલવું પડે. હે સ્વામી ! પ્રસન્ન થએલી નારી કોઈ વખત આખા નગરને ભેદ કરાવી શકે છે. કારણ કે, અતિશય સન્માન અપાએલી સ્ત્રી સભાવ-પરાયણ બની જાય છે. ત્યારે દશમુખે દૂતીને કહ્યું કે, ભલે એમ થાઓ” એમ કહીને હૂતીને રજા આપી. પિતાની સ્વામિનીની પાસે પહોંચીને સર્વ સંદેશ સંભળાવ્યો. દૂતીનું વચન સાંભળીને ઉપરંભા એકદમ નીકળી પડી, દશાનનના ભવન પાસે પહોંચીને તેમાં પ્રવેશ કરી સુખપૂર્વક બેઠી.
દશમુખે ઉપરંભાને કહ્યું કે, આવા જંગલમાં રતિસુખ કેવી રીતે માણી શકાય? દુલથપુરને છોડીને તે રતિસુખ નહીં માણી શકાય. મધુર અને કામેત્પાદક વચન સાંભળીને કામાતુર ઉપરંભાએ રાવણને આશાલિકા નામની વિદ્યા આપી. તે વિદ્યા મેળવીને રાવણે પિતાના સર્વ સૈન્ય–પરિવાર સહિત કુલ ધ્યપુરની પાસે જઈને તેને કિલ્લે કબજે કર્યો. રાવણને આવેલો જાણીને, તેમજ કિલે નાશ પામે છે–એમ જાણીને અભિમાની નલક્બર રાજા એકદમ ત્યાંથી નીકળી રાક્ષસો સાથે યુદ્ધમાં લડવા લાગે. બાણ, શક્તિ, ભાલાં, મુદગર વગેરે બંને બાજુ ફેંકાવા લાગ્યાં. સુભટના પ્રાણ નાશ કરનાર એવું ભયંકર યુદ્ધ ચાલતું હતું, ત્યારે રણભૂમિમાં બિભીષણે નલકુબરને પકડી લીધા. લંકાધિપ રાવણે ઉપરંભાને કહ્યું કે, “હે ભદ્રે ! તમે મને બલથી સમૃદ્ધ આશાલિકા નામની વિદ્યા આપી, તેથી તમે મારાં વિદ્યાગુરુ છો, તમે ઉત્તમકુલમાં જન્મેલાં છે, તમે સુંદરીની કુક્ષિથી ઉત્પન્ન થઈ આકાશધ્વજની પુત્રી થયાં છે; માટે તમારે તમારા શીલનું રક્ષણ કરવું જોઈએ. હે ભાગ્યશાળી! અત્યંત રૂપવાળા તમારા પતિ આજે જીવતા છે, તેમની સાથે વિશેષ પ્રકારનાં ભોગસુખ લાંબા કાળ સુધી ભેગ. દશમુખે નલકૃબરની પૂજા કરી, સન્માન કરી, તેને મુક્ત કર્યો, રાવણ વિષયક કોઈ દોષજાણનાર તે ઉપરંભાની સાથે ભેગો ભેગવતો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org