________________
: ૯૬ :
પઉમચરિય–પદ્ધચરિત્ર
મુખની શોભા વાળા, વિસ્તારવાળી માટી છાતીવાળા, પુષ્ટ, ઊંચી અને લાંબી બે ભુજાવાળા, હાથમાં પકડી શકાય એવા મધ્યભાગવાળા, સિંહ સમાન પાતળા કટપ્રદેશવાળા, હાથીની સૂંઢ સમાન જંઘાવાળા, ઉત્તમ કાચબા સરખા મનહર ચરણવાળા, બત્રીશ શુભ લક્ષણવાળા, શ્રીવત્સથી ભૂષિત અંગયુક્ત, સર્વાલંકાર અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત, ઇન્દ્ર સમાન મહાદ્ધિવાળા રાવણને નગરલોકોએ દેખે. તે નગરને છોડીને સવ સિન્ય-પરિવાર સાથે બીજા દેશમાં ગયા. ત્યાં પણ રાજા, નગરવાસીઓ અને તે દેશવાસી લોકોએ પ્રસન્ન થઈને અભિવાદન કર્યું. જે જે દેશ-નગરમાં તે જતા હતા, તે તે પ્રદેશ સ્વર્ગ–સમાન, ધન, ધાન્ય અને રત્નથી ભરપૂર, દુર્ભિક્ષ અને ભયથી પરિમુક્ત બની જતું હતું. શ્રી, કીર્તિ, અને લક્ષ્મીના નિલયરૂ૫ રાવણ જે જે દેશમાં સંચરતે હતું, તે દેશ પૂર્વજન્મમાં કરેલા પુણ્યના ભેગવટા કરવા રૂપ સ્વાધીન કરી લેતા હતા. વર્ષાકાલ
શીતકાલ અને ગ્રીષ્મ ઋતુને કાળ વીતી ગયા પછી જ્યારે રાવણ ગંગાના મનેહર કિનારા ઉપર રહેલા હતા, ત્યારે ગર્જના કરતા વાદળોવાળે મુખર વર્ષાકાલ આવી પહોંચ્યા. સફેદ બગલારૂપી વિજ-પતાકાયુક્ત, વિજળી-લતા રૂપી સોનેરી કંદરે પહેરેલ, ઈન્દ્રધનુષથી કરેલ શોભાવાળો, ઝરતા નવીન જલરૂપી મદસમૂહવાળો હતો. અંજનગિરિ સમાન શ્યામ કાંતિવાળા મેઘરૂપી ઘણું મોટા હાથીઓ ઈન્દ્ર મહારાજાએ જાણે રાવણને ભેટ મોકલ્યા કેમ ન હોય ? વાદળ વ્યાપી ગએલાં હોવાથી સમગ્ર આકાશમાં અંધકાર વ્યાપી ગયે. સૂર્યનાં કિરણે તથા ગ્રહ-નક્ષત્રના સમૂહ અદશ્ય બની ગયા. તડતડ એવા પ્રકારના ગરે ગાજવા લાગ્યા. મેઘધારારૂપી બાણથી ભુવનતલ ભેરાઈ ગયું. મેઘધારા રૂપી બાણેથી ભેદાએલ અંગવાળે પથિક પત્નીને યાદ કરીને મૂચ્છ પામ્યો. ત્યાર પછી તેની સાથે સુખ-સમાગમની આશાથી ફરી પાછો સ્વસ્થ થ. નવીન કદમ્બ વૃક્ષોનાં પુપની તાજી ગંધ સુંધીને મન અને હૃદયથી મૂઢ બનેલ પથિકગણ વાસ્તવિક પરિસ્થિતિ ન સમજવાના કારણે ત્યાંને ત્યાં જ આમતેમ લટાર માર્યા કરતા હતા.
તેમાં દેડકાં, મોર, બપૈયાના અને મેઘના શબ્દ જાણે તાલ દેતા ન હોય ? પ્રિયાની સાથે સમાગમ કરવાની અભિલાષાવાળા પથિકના માર્ગમાં જળ ભરેલી ખાઈ હેવાથી અને પ્રિયા પાસે તરત પહોંચવા માટે પિતાને પાંખ ન હોવાથી ઉત્કંઠિત પથિકે મનમાં ખેદ પામતા હતા. દશાનનના આગમનના સમયે લીલું ઘાસ ઉગવાના લીધે શ્યામ અંગવાળી, જળરૂપ વસ્ત્ર પહેરેલ, કુટજવૃક્ષના શુભ્ર પુષ્પરૂપ દાંતવાળી પૃથ્વીરૂપી સ્ત્રી જાણે હાસ્ય કરતી ન હોય તેમ પ્રતીતિ થતી હતી. જેણે શત્રુપક્ષના સેંકડે જનપદ નમાવેલા છે, તેવા દેશવાસી લોકો વડે અભિનંદન પામતા રાવણે મોટા મોટા વાદળવૃન્દથી વ્યાપ્ત વર્ષા–સમય સુખપૂર્વક પસાર કર્યો. આ પ્રમાણે પુણ્યદયના ફલ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org