________________
[૧૨] રાવણનું વૈતાઢ્ય-ગમન, ઈન્દ્રબંધન અને લંકાપ્રવેશ
પુરુષ ઉન્નત લક્ષ્મી પામે છે. સમગ્ર પૃથ્વીતલમાં તેની કીર્તિ ફેલાય છે. તેમજ શત્રુપક્ષની આશાઓને ચૂર થઈ જાય છે, તેઓ દિવ્યરત્નના આધાર અને લોકોના પૂજનીય થાય છે. ક્રમે કરીને પછી વિમલ પરિણામવાળા તેઓ ભાવ-ચારિત્રની સાધના કરીને સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરે છે. (૧૨૧)
પાચરિત વિષે “મરતના યજ્ઞને વિનાશ તથા જનપદને અનુરાગ નામને
[૧૧] અગિયારમે ઉદ્દેશ સમાપ્ત થયે.
[૧૨] રાવણનું વૈતાવ્ય-ગમન, ઇન્દ્રબંધન અને લંકાપ્રવેશ
રાવણુપુત્રી મનેરમાને વિવાહ
હવે રાવણ પિતાના મંત્રીઓને બોલાવીને તેની સાથે મંત્રણા કરવા લાગ્યું કે, “આ મારી યૌવન–પૂર્ણ પુત્રી માટે કોને આપવી ?” ત્યારે મંત્રીઓએ કહ્યું કે, “હરિવાહન નામના મથુરાના રાજાનું કુલ ઉત્તમ છે. તેને મધુકુમાર નામને પુત્ર છે. તે ઉત્તમલક્ષણ-સંપન્ન અને યૌવન–બલ-વીર્ય અને શક્તિવાળો છે, તેને આ કન્યા આપવી એવો અમારો અભિપ્રાય છે. પછી રાક્ષસેન્દ્ર રાવણે કહ્યું કે, હરિવાહનનો પુત્ર મધુકુમાર શૂરવીર, વિનયવંત તથા લોકોને ઘણો વલ્લભ છે. હરિવહન રાજા પણ પુત્રને લઈને રાવણ પાસે આવ્યો. સુંદર આકૃતિવાળા તેને જોઈને રાવણ અત્યંત તુષ્ટ થયે. ત્યાર પછી મંત્રીઓએ હરિવહન રાજાને એમ કહ્યું કે-“હે પ્રભુ! આપ સાંભળો કે તુષ્ટ અસુરે આ મધુકુમારને એક ફૂલ આપ્યું છે, જે બાવીસસો જન સુધી જઈને
જ્યાંથી છેડયું હોય ત્યાં પાછું આવે છે. ત્યાર પછી મધુકુમારને ઉત્તમ કલ્યાણ કરનારી મનેરમાં પુત્રી આપી, જેને વિવાહ-મહોત્સવ પૃથ્વીતલમાં આગળ ન ઉજવા હોય, તે ઉજવાયો. મધુકુમારને પૂર્વભવ અને શૂલરત્નત્પત્તિ
તે સમયે શ્રેણિક રાજાએ ગણધર ભગવંતને પ્રણામ કરીને પૂછયું કે-“અસુર રાવણને કયા કારણથી ત્રિશૂલરત્ન આપ્યું ?” ઇન્દ્રભૂતિ ગૌતમે કહ્યું કે-“આ ફૂલરત્નની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તે તમે સાંભળ-ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વારપુર નામના નગરમાં બે મિત્રે રહેતા હતા. એક પ્રભાવ નામને અને બીજો સુમિત્ર નામને હતા. તેઓ બંને એક ગુરુની પાસે સમગ્ર કળાઓને અભ્યાસ કરતા હતા. ગુણોથી પરિપૂર્ણ સુમિત્ર તે નગરમાં રાજ્યાધિપતિ થયે. તેણે પ્રભાવને પણ પિતાના
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org