________________
ઃ ૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
એક અ સત્ય ખેલનાર તમે કહે.' વસુરાજાએ કહ્યુ કે, ‘ પતે જે કહ્યું છે, તે યથાર્થ છે, નારદે કહ્યું છે-તે ખેા છે, ગુરુજીની પાસે કદાપિ તે અર્થ સાંભળ્યે નથી. આમ ખેલતાં જ અસત્યવાદી વસુ સ્ફટિકના સિંહાસન સહિત સભા વચ્ચે જ પૃથ્વીમાં પેસી ગયા. હિંસાનાં બ્લૂઝ વચન બેલનાર તે વસુરાજા મહાઘાર વેદનાવાળી મહાતમા નામની સાતમી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થયા.
લેાકાએ તે વખતે ઉદ્ઘાષણા કરી કે− પર્વતક અને વસુને ધિક્કાર હો.' તે જગ્યા પર રાજસભામાં નારદ ઘણું સન્માન પામ્યા. લેાકેાના ધિક્કારથી પીડિત શરીરવાળા પાપી પર્યંત કુત્સિત-અજ્ઞાન તપ કરી મરીને રાક્ષસ થયા. પાતાના પૂર્વભવ તથા લેાકેા તરફનાં અસહ્ય તિરસ્કાર-વચના સંભારીને વૈરાધીન ખની ઠગવા માટે તેણે બ્રાહ્મણનુ રૂપ કર્યું. ગળામાં અનેક સૂત્ર ધારણ કરીને, છત્ર, કમંડલુ, રુદ્રાક્ષમાળા ગ્રહણ કરી હિંસાધ યુક્ત જૂઠાં શાસ્ત્રાના અર્થની વિચારણા કરવા લાગ્યા. તે કુશાસ્ત્રને સાંભળીને તાપસા અને બ્રાહ્મણા પ્રતિબાધ પામ્યા. તેના વચનથી તેઓ ઘણા જીવાની હિંસા કરાવનાર યજ્ઞ કરાવવા લાગ્યા. ગામેધ નામના યજ્ઞમાં મદિરાપાન, તેમ જ પરસ્ત્રીસેવનરૂપ અગમ્યા-ગમન કરવું જોઇએ, તેમ કરવામાં કોઈ દોષ ગણેલા નથી' – એમ લેાકેાને સમજાવવા લાગ્યા. પિતૃમે, માતૃમેધ, રાજસૂય, અશ્વમેધ, પશુમેધ એ નામના યજ્ઞમાં સૂચિત પિતા, માતા આદિ જીવાને મારવા જોઇએ, મદિરાપાન અને તેમના માંસનું ભક્ષણ કરવું જોઇએ-આવા પ્રકારની યજ્ઞની વિધિ કહેલી છે. મૂઢ અજ્ઞાની લેાકેા પાસે આવા પાપના ઉપદેશ તે મહાપાપી રાક્ષસ કરવા લાગ્યા. તેવા અભવ્ય-અજ્ઞાની-મૂઢલેાકેાએ તેના ઉપદેશ ગ્રહણ કર્યાં, તથા મન, વચન અને કાયાથી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગ્યા. હે શ્રેણિક ! જે ભવ્યાત્માએ આ હિંસામય યજ્ઞક ના ત્યાગ કરે છે અને જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં જે ત્રિકરણયાગે ઉદ્યમવત થાય છે, તેઓ દેવલાક પામે છે. લેાકેાથી સમૃદ્ધ રાજપુર નામના નગરમાં મરુત નામના રાજા હતા, જ્યાં યજ્ઞવિધિ ચાલતા હતા, તે યજ્ઞવાટકમાં મરુત રાજા પણ આવેલા હતા. તે સ્થાન તરફ રાવણે પ્રયાણ કર્યું. યજ્ઞારંભ થવાના જાણીને ત્યાં ઘણા બ્રાહ્મણા આવ્યા હતા, તેમ જ દીનમુખવાળા વિવિધ પ્રકારના અનેક પશુઓ પણ આંધીને રાખેલા હતા. આકાશમાર્ગે જતા નારદે સમૂહમાં રહેલા લેાકેાને જોયા, એટલે અતિશય કુતૂહલમનવાળા નારદ તે નગરમાં ઉતર્યા.
નારદના જીવન–વૃત્તાન્ત
મગધના રાજા શ્રેણિકે ગૌતમ ગણધરને પૂછ્યુ કે હું ભગવંત ! આ નારદ કાણુ ? કેાના પુત્ર? તેનામાં કયા વિશેષગુણા છે? તે આપ મને કહેા. કારણ કે તે જાણવાનું મને માઢું કુતૂહલ થયું છે. ’ ગૌતમ ગણુધરે ત્યારે કહ્યું કે- વરરુચિ નામના બ્રાહ્મણ હતા, તેને વરકૂર્મી નામની ભાર્યા હતી. કાઇક સમયે તે ગવતી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org