________________
પઉમચરિય-પદ્મચરિત્ર
-આ પ્રમાણે જેએ એક સહસ્રકિરણ તથા બીજા અનરણ્યનું ચરિત સાંભળે છે, તેઓ ઉત્તમ દેવલાકમાં સુખમાં મગ્ન બનેલા તેમજ વિમલતર કાંતિવાળા દેવ થાય છે. (૮૮) -એ પ્રમાણે પદ્મચરિત વિષે દશમુખ અને સુગ્રીવનું પ્રયાણુ, તેમજ સહસ્રકિરણ અને અનરણ્યકની પ્રત્રજ્યા નામના [૧૦] દશમા ઉદ્દેશને આગમોદ્ધારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યાં. [વૈ. શુ. ૧૨, મ`ગલ. ]
ઃ ૯૦ :
[૧૧] મરુના યજ્ઞના વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ
આ પૃથ્વીતલમાં જે જે પ્રસિદ્ધ રાજાઓ હતા, તેઓને જિતીને વિદ્યા અને અલવાળા રાવણે પેાતાને વશ કર્યાં. રથ, હાથી, ઘેાડા અને બીજા વાહન, અનેક ચેાદ્ધાએના પરિવારરૂપ આડંબરવાળા વિવિધ દેશમાં ઉત્પન્ન થએલા સ રાજાઓને વશ કરીને જીણુ-શીણું પડી ગએલાં જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા અને જિનેશ્વર ભગવતની પ્રતિમાઓની અનેક પ્રકારવાળી પૂજા કરી. જિનેશ્વર પ્રતિ જે વિરોધ કરનારા હતા, તેમના વિનાશ અને જે ઉત્તમ મુનિએ હતા, તેમની તે પૂજા કરતા હતા. એ પ્રમાણે ચાલતા ચાલતા તે પૂર્દિશા તરફ ચાલ્યા. ત્યાં પહેાંચેલા આ નરશ્રેષ્ઠ રાવણે સાંભળ્યું કે, રાજપુર નગરમાં ત્યાંના રાજા લૌકિક શાસ્ત્રના અર્થની માન્યતા આપનાર તથા યજ્ઞકમમાં ઉદ્યુત રહેનારા છે.
ચન્ન-ઉત્પત્તિની સ્થા, નારદ અને પતના વિવાદ
‘યજ્ઞ' શબ્દ સાંભળીને શ્રેણિક રાજાએ ગૌતમ ભગવંતને પૂછ્યું કે, ‘હે ભગવત! યજ્ઞની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે મને સ્પષ્ટ રીતે સમજાવા. ત્યારે ગણધર ભગવ’ત મધુરવાણીથી કહેવા લાગ્યા કે-“ ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થએલા અયેાધ્યાધિપતિ મહાપરાક્રમી અજિત નામના રાજા હતા. તેને સુરકાન્તા નામની ભાર્યા અને ગુરુસેવા કરવામાં ઉદ્યુક્ત મતિવાળા વસુ નામના પુત્ર હતા. ગુરુનું ક્ષીરકદમ્બ નામ હતું અને તેમને સ્વસ્તિમતી નામની ભાર્યાં હતી. તેમને પંત નામનેા પુત્ર અને નારદ નામને બ્રાહ્મણ શિષ્ય હતા. હવે કાઇક દિવસે સ શિષ્યા સહિત ઉપાધ્યાય વનપ્રદેશમાં આરણ્યક-શાસ્ત્રના અભ્યાસ કરાવતા હતા. તે સમયે આકાશમાં રહેલા એક દયાળુ સાધુએ બ્રાહ્મણેાની આગળ જીવાની દયા માટે કહ્યું કે, તમે ચાર છે, તેમાં એક નરકગામી આત્મા છે. આ મુનિવચન સાંભળીને ક્ષીરકદમ્બ ઉપાધ્યાય ભય પામ્યા. તેઓને પાતપાતાના ઘરે માકલી દીધા, તરત આવેલા પુત્રને સ્વસ્તિમતીએ પૂછ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org