________________
[૧૧] મરુતના યજ્ઞને વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાનો અનુરાગ
: ૯૧ :
“હે પુત્ર ! તારા પિતાજી હજુ અહીં કેમ નથી આવ્યા ? ત્યારે તે પુત્રે માતાને જવાબ આપ્યું કે, સૂર્યાસ્ત સમયે પિતાજી નક્કી આવશે, તેનાં દર્શનની ઉત્કંઠાવાળી માગ તરફ અવલોકન કરતી રાહ જોતી હતી. સૂર્યાસ્ત થવા છતાં ઉપાધ્યાય ઘરે ન આવ્યા, એટલે શોકભરથી પીડાએલા અંગવાળી સ્વસ્તિમતી એકદમ મૂચ્છ ખાઈને ઢળી પડી.
મૂછ ઉતર્યા પછી સ્વસ્થ થએલી તે કહેવા લાગી કે, “અફસોસની વાત છે કે, નિભંગી મને મારીને હે પ્રાણેશ! તમે એકલા કઈ દિશા તરફ ગયા? શું તીવ્ર વૈરાગ્ય પામેલા સર્વ સંગથી મુક્ત બની દીક્ષા અંગીકાર કરી કે શું? આ પ્રમાણે વિલાપ કરતી દુખિત મનવાળી તેણીએ રાત્રિ પસાર કરી. અરુણોદય સમયે પવનપુત્ર ગુરુની શોધ કરવા માટે નીકળ્યા, ત્યારે નદીકિનારા પર રહેલા શ્રમણોની વચ્ચે બેઠેલા પિતાને જોયા. ઉપાધ્યાયજીને નિગ્રંથ જૈનપ્રત્રજ્યા અંગીકાર કરેલા દેખીને માતાજીને કહ્યું. એ હકીક્ત સાંભળીને સ્વસ્તિમતી અતિ ખેદ પામી અને દુઃખી થઈ. હવે નારદ પણ તે સમયે ગુરુપત્નીને દુઃખી થએલા જાને ત્યાં આવ્યું. પ્રણામ કરીને તેને સાત્વન આપ્યું. તે વખતે જિતારિ રાજાએ વસુપુત્રને રાજ્ય સ્થાપન કરી દીક્ષા અંગીકાર કરી. વસુરાજાનું સિંહાસન સ્ફટિકરત્નનું, આકાશ કરતાં અધિક નિર્મળ અને દેવતાઈ પ્રભાવ વાળું હતું. કોઈક સમયે નારદ અને પર્વત સહાધ્યાયીઓને તત્ત્વવિષયક ચર્ચા ચાલી. તે સમયે નારદે કહ્યું, જિનેશ્વરકથિત ધર્મ બે પ્રકાર છે. પ્રથમ અહિંસા, બીજું સત્ય. ત્રીજું અદત્તત્યાગ, ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું સર્વપરિગ્રહની વિરતિ તે રૂપ પાંચ મહાવ્રતો-તે પ્રથમ પ્રકાર. અણુવ્રત ધારણ કરનાર ગૃહસ્થ, જેઓ ધર્મમાં રક્ત હોવા છતાં પુત્રાદિક ભેદવાળા, તેમણે અતિથિસંવિભાગ અને યજ્ઞ કરવો–તે બીજો ધર્મનો પ્રકાર સમજવો. વળી નારદે કહ્યું કે, “અજ” વિષયક યજ્ઞ કરવો. જેમાં ફરીથી અંકર થવ થવાની શક્તિ ન હોય તેવા અચિત્ત-અજયનિ વગરના યવથી યજ્ઞ કરો.” ત્યારે પર્વતે કહ્યું કે-અજ” પશુઅર્થમાં છે, એ વાતમાં સંદેહ નથી. તે પશુને મારીને યજ્ઞ કરાય છે અને આ જ દીક્ષા હોય છે. ત્યારે નારદે પર્વતને કહ્યું કે,
તું મૃષાવાદી ન બન, એમ બોલવાથી હજારે દુઃખેવાળા નરકમાં જઈશ.” ત્યારે પર્વતે કહ્યું કે, “આ વિષયમાં વસુ આપણી પાસે મધ્યસ્થ છે, તેણે એ જ ગુરુની પાસે વિદ્યા ગ્રહણ કરેલી છે. તે જે અર્થ કહે, તે મને પ્રમાણ છે, પછી તરત પર્વતે પિતાની માતાને વસુરાજા પાસે મોકલી.
માતાએ વસુરાજાને કહ્યું કે-“હે પ્રભુ! મારા પુત્રને પક્ષપાત તમે કરજો.” પછી સૂર્યોદય થયો, ત્યારે લોકપરિવાર સાથે પર્વત અને નારદ નરેન્દ્રના ભવને આવી પહોંચ્યા કે જ્યાં વસુરાજા રહેતે હતો. નારદે વસુરાજાને કહ્યું કે, “તમે સત્યવાદી છે, ગુરુજીએ જે અર્થ કહ્યો હોય, તે જ સાચો અર્થ તમારે કહે. ગુરુજીએ કહેલ અજને અર્થ અંકુર ઉત્પન્ન કરવામાં અસમર્થ–નિજીવ યવ અર્થ કરવો કે પશુ અર્થ કરે? ગુરુજીએ આ બેમાંથી કયે અર્થ ઉપદે હતા?: બેમાંથી ગુરુજીએ કહેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org