________________
પઉમરિય-પદ્મચરિત્ર
પણ આ જ ચાલે છે, ખલ અને દર્ષથી ગર્વિત તેમજ લડાઈ કરવાની અતિ ઉત્કંઠાવાળા તેને ચઉદ હજાર સુભટો છે. હે સ્વામી ! યુદ્ધ થશે, તેમાં તે દુષ્ટના તમે વધ કરશેા, ભર્તારને નાશ થવાથી તે શાભા વગરની વિધવા ખનશે. આદિત્યરજના પુત્ર ચંદ્રોદર ખેચરને હણીને તમારા કુલ અને વશના નિલય તે પાતાલપુરમાં રહેલા છે. આ પ્રમાણે મંદોદરીની વિનંતિથી રાવણે કહ્યું કે, ‘હે સુંદરી ! યુદ્ધમાં શત્રુના સુભટાના લગાર પણ મને ભય નથી, પણ તારા વચનથી હું મારા કાપને શાન્ત કરું છું. મારે નિશ્ચય ફેરવી નાખુ છું.
: ૮૦ :
વિરાધિતના જન્મ
આ બાજુ કાઇ સમયે ચદ્રોદર રાજા મૃત્યુ પામ્યા પછી સ્વજનાદિકથી વિયુક્ત અનેલી તેની અનુરાધા નામની પત્ની અટવીમાં ભ્રમણ કરતી હતી. ગના ભારથી ક્ષીણ દેહવાળીએ મણિકાન્ત રાજાના પડાવમાં વિરાધિત નામના પુત્રને જન્મ આપ્યા. તે જ્યારે ગર્ભામાં રહેલા હતા, ત્યારે શત્રુએ હમેશાં વિરોધ કરતા હતા, તેથી ધન અને ભાગથી રહિત હાવાથી વિરાધિત નામથી ઓળખાયા. અનુક્રમે વયથી વૃદ્ધિ પામ્યા, રૂપ અને યૌવનથી પરિપૂર્ણ તે કુમાર સમગ્ર પૃથ્વીમાં અતિશય રમણીય દેશેામાં પરિભ્રમણ કરવા લાગ્યા.
વાલી અને રાવણનું યુદ્ધ
એ સમયે રાવણે વાલી રાજા પાસે એક દૂત માકલ્યા, તે કિકિંધિનગરીએ પહેાંચી તરત જ વાલીની સભામાં ગયા. મસ્તકથી પ્રણામ કરીને દૂત કહેવા લાગ્યા કે, ‘i હું વાનરાધિપતિ ! મારા સ્વામીએ જે સદેશા કહેવરાવેલ છે, તે આપ સાંભળેા. તમે ઉત્તમકુળમાં જન્મેલા છે, ઉત્તમ વીય-પરાક્રમ તેમજ વિનયવંત છે, તેા ઉત્તમ પ્રીતિથી રાવણે તમાને પેાતાને ત્યાં આવવા કહેવરાવેલ છે. રણભૂમિમાં યમને જિતીને પેાતાના રાજ્યની કિષ્કિંધિનગરીમાં ઋક્ષરજ અને આદિત્યરજ નામના રાજાને ગાદીએ સ્થાપન કરેલા છે. બીજી એ પણ કહેવરાવ્યું છે કે, જો લક્ષ્મીની અભિલાષા હાય તેા આવીને પ્રણામ કરી, તેમ જ શ્રીપ્રભા નામની તમારી બહેન મને જલ્દી આપે. તેના પ્રત્યુત્તરમાં વાનરેશના સ્વામી વાલીએ કહ્યું કે, મુકુટ અને કુંડલયુક્ત મારું મસ્તક જિનેશ્વર ભગવંત સિવાય બીજા કેાઈના ચરણામાં ઝુકતું નથી. વાલીએ પ્રત્યુત્તર આપ્યા પછી રાવણના તે આકરાં વચનથી કહ્યું કે, તેને પ્રણામ કર્યા સિવાય તમારું જીવન અને રાજ્ય સલામત નથી. એ પ્રમાણે તે કહ્યું, ત્યારે વ્યાઘ્રવિલમ્બી નામના સુભટે સંભળાવ્યું કે, શું તેને કેાઇ ગ્રહના વળગાડ થયા છે કે, રાવણ આવા ખડખડાટ કરે છે? અરે દૂત ! ખલ અને દર્ષથી ગર્વિત, ધીર અને સમગ્ર પૃથ્વીમાં જેના યશ નિઃશ'કપણે પરિભ્રમણ કરી રહેલ છે, તેવા પરાક્રમી વાલીને તું ઓળખતા નથી ? વળી તે પણ વ્યાવિલમ્બીનાં કઠોર વચનના પ્રત્યુત્તર આપ્યા કે વગર વિલંબે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org