________________
[૯] વાલિ-નિર્વાણગમન ઉદ્દેશ
વાલિ–સુગ્રીવન વૃત્તાન્ત
તે સમયે ગૌતમસ્વામી ભગવંતે કહ્યું કે-“હે શ્રેણિક! આ આદિત્યરજની ઈન્દ્રમાલી નામની રાણીના ગર્ભથી બલવીર્યયુક્ત “વાલી' નામનો પુત્ર ઉત્પન્ન થયા. તેના રૂપની વિચારણા કરીએ તે તે અત્યંત રૂપવાળો હતો, સેંકડો કળાઓ અને વિદ્યાઓને આવાસ હતા, પૃથ્વીલમાં સમ્યકત્વથી ભાવિત મતિવાળો તેના સરખો બીજો કેઈ ન હતો. ચારે દિશાઓમાં સમુદ્ર સુધીના છેડાવાળા જબૂદ્વીપની પ્રદક્ષિણા કરતાં વચ્ચે આવતાં જિનચૈત્યને વંદન કરીને ફરી તે કિષ્કિધિપુરમાં આવ્યું. ત્યાર પછી ક્રમે કરીને સુગ્રીવ નામને તેને ના ભાઈ અને તેને શ્રીપ્રભા નામની એક બહેન જન્મી. તે સમયે ઋક્ષપુરમાં ઋક્ષરજની પત્ની હરિકાન્તાની કુક્ષિથી ઉત્પન્ન થએલી તેમજ અનેક મહાન ગુણયુક્ત નલનીલા નામની એક પુત્રી થઈ. આદિત્યરાજે પોતાની કીર્તિ ચારે દિશામાં ફેલાવીને મનુષ્યપણું અશાશ્વત સમજીને, વાલીને રાયે બેસાડીને સુગ્રીવને યુવરાજ પદ આપીને ઘોડા, હાથી, રથ અને યુવતીઓના તથા બધુજના —હનો ત્યાગ કરી વિગતોહ નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. પોતાના દેહ, પર પણ નિરપેક્ષ બની અનેક વર્ષો સુધી તપનું સેવન કરી આઠ કર્મોને નિમૂલ કરી અવ્યાબાધપદ પ્રાપ્ત કર્યું. આ બાજુ રાજ્યની ઉત્તમ લક્ષ્મીને ભગવટો કરતાં સુખમાં ડૂબેલા વાલીરાજાના માસ અને વર્ષો દિવસની જેમ પસાર થવા લાગ્યા. ખરદૂષણને ચન્દ્રનખાની સાથે વિવાહ
આ સમય દરમ્યાન મેઘપ્રભના પુત્ર ખરદ્દષણે અણધારી રાવણની બહેન ચન્દ્રનખાને જોઈ. જ્યારે રાવણ પિતાની આવલી નામની પુત્રીના વિવાહ કાર્યમાં લગાતાર રોકાએલો હતો અને હાજર ન હતું, ત્યારે અનુરાગથી ઉછળતા હૃદયવાળા ખરદૂષણે વિદ્યાબળથી ચંદ્ર સરખા વદનવાળી ચંદ્રનખાનું અપહરણ કર્યું. પહેલાં જોએલ ન હોય અને શત્રુના છિદ્રનો નાશ કરવા માટે સાવધાન હોય તે કઈ કન્યાનું અપહરણ કરે, ત્યાં ગમે તેવા શૂરવીર સુભટ કે ભાનુકણું વગેરે તેને બચાવ કેવી રીતે કરી શકે? તે સમયે આ વૃત્તાન્ત સાંભળીને રાષાયમાન રાવણ પાછો આવ્યો અને ચંદ્રહાસ નામની તલવાર લઈને તેને વધ કરવા માટે ચાલ્યો. ત્યારે મંદદરી રાણી રાવણના પગમાં પડીને પતિને કહેવા લાગી કે, “કન્યા એ પારકું ધન છે” લોકરૂઢિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org