________________
પઉમચરિય-પદ્મચરિત્ર
કરતાં કરતાં તેને રૂપ–પરાવર્તનકરી નામની અત્યંત શક્તિશાળી વિદ્યા યાદ આવી. હિમાલયની ગુફામાં જઈને તે વિદ્યાની સાધના કરવા લાગ્યો. રાવણને દિગ્વિજય
તે સમયે પરાક્રમી અને ઉન્મત્ત દશાનન પિતાની નગરીથી બીજા દેશે જિતવા માટે બહાર નીકળ્યો અને સર્વ વિદ્યાધરને જિતી લીધા. સધ્યાકાર, સુવેલ, કાંચનપૂર્ણ, અયોધન, પ્રહલાદ, હંસ વગેરે નામના સર્વ દ્વીપ તેણે સ્વાધીન કર્યા. એમ વિજય મેળવતા સુન્દર મનવાળો દશાનન ઘણું સામંત અને મેટી સેના સહિત પાતાલલંકાપુરની નજીક આવ્યા અને ત્યાં સેનાને પડાવ નાખ્યો. ત્યાં ખરદૂષણે દશાનનના આવવાના સમાચાર સાંભળ્યા એટલે તરત પોતાના ઉત્તમ નગરમાંથી નીકળ્યો અને રત્નોનું દાન કરી તેની પૂજા કરી. ત્યાર પછી રાવણે પણ તત્કાલ સન્માન અને સંપત્તિદાન આપીને પિતાની ચંદ્રનખા બહેન સાથે અત્યંત સ્નેહ પૂર્વક પ્રતિપૂજા કરી. ખરદૂષણ ઉપર પ્રસન્ન થઈને રાક્ષસનાથ રાવણે ઈચ્છા પ્રમાણે રૂપ–પરાવર્તન કરી શકે તેવી વિદ્યાવાળા ચૌદ હજાર દ્ધાઓ ભેટ આપ્યા. વિદ્યાધર હિડિમ્બ, હેય, ડિમ્બ, વિકટ, ત્રિજટ, હય, માકોટ, સુજટ, ઉલ્ક, કિષ્કિલ્પિ, ત્રિપુર, આમુખ, હેમ, બાલ, કેલ, વસુન્ધર વગેરે તથા તે સિવાય બીજા વિદ્યાધર રાજાઓ અને શૂરવીર સુભટો, બલ અને ગર્વથી દર્પિત ઉત્તમકુલમાં જન્મેલા યુદ્ધ કરવાની ઉત્કંઠાવાળા એવા હજારે સુભટેવાળી અક્ષૌહિણી સેના તૈયાર કરી. કુંભ, નિશુલ્સ, બિભીષણ, ઇન્દ્રજિત તથા મેઘવાહન વગેરે અનેક સુભટ તેને આધીન હતા કે, જેઓ કદાપિ તેમનું પડખું છોડતા ન હતા. તે સમયે અનેક ગુણે ધારણ કરનારાં દિવ્યરત્ન ઉત્પન્ન થયાં, તે દરેક રત્ન હજાર હજાર દેવોથી રક્ષાતાં હતાં.
શ્વેત છત્ર, ચામર, ઉંચે ઉડતી ધ્વજાઓ અને વિજયપતાકાઓ સહિત રાવણ ઈન્દ્ર પર આક્રમણ કરવા માટે પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થયો. હાથી, રથ, વિમાન, વાહન, હણહણાટ કરતા ઘોડાઓ, ચપળ પાયદલ સેના સહિત રાવણનું સૈન્ય આકાશમાગને ઢાંકી દેતું ચાલવા લાગ્યું. ચાલતાં ચાલતાં ક્રમે કરીને સૂર્યાસ્ત થવાને સમય આવ્યો, ત્યારે વિધ્યપર્વતના એક ઉત્તમ શિખર ઉપર પડાવ નાખ્યો. પોતાની વિદ્યાના પ્રભાવથી તેણે શયન, ભેજન તથા પરિવાર માટે વિવિધ આવાસો બનાવ્યા. ત્યાં રાત પસાર કરીને મંગલવાજિંત્રોના શબ્દોથી સવારે જાગૃત થયા. આભરણથી શેભિત શરીરવાળા રાવણ રાજા ફરી આકાશમાગે ઉડવા તૈયાર થયા અને આગળ ચાલ્યા, ત્યારે માગમાં નિર્મલ જળ-પ્રવાહથી વહેતી નર્મદા નદી દેખી. તેમાં કઈ જગ્યા પર મનેહર પ્રવાહ વહેતો હતો, ક્યાંક ઉત્તમ સરેવર સરખા સમાન વેગવાળી, ક્યાંઈક ભયં. કર આવવાળી અને કયાંઈક ઉછળતા તરંગયુક્ત જળસમૂહ હતો, ક્યાંઈક મગરમચ્છના હાથથી અથડાએલ અને દૂર ફેંકેલ માથી ખળભળતી જણાતી હતી. કઈ કઈ સ્થાને આમ-તેમ ઊચા-નીચા તરંગથી ઉત્પન્ન થતા અને વૃદ્ધિ પામતા સુન્દર ફીણુના અવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org