________________
[૧૦] દશમુખ, સુગ્રીવ-પ્રયાણ, સહસ્ત્રકિરણ, અનરણ્ય-દીક્ષા સમગ્ર કમને ભસ્મીભૂત કરીને અક્ષય, નિર્મલ, અચલ મનોહર એવું શાશ્વત મોક્ષ સ્થાન પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે વાલીનું સુચરિત્ર પ્રસન્નચિત્તથી દરરોજ શ્રવણ કરે છે, તેઓ કર્મક્ષય કરી સર્વ દુઃખથી મુક્ત થઈ ક્રમે કરી વિમલ (મોક્ષ) સ્થાન પ્રાપ્ત કરે છે. (૧૬)
પદ્મચરિત વિષે વાલીને મેક્ષ-પ્રાપ્તિ નામને નવમે ઉદ્દેશ પૂર્ણ થયે. [0.
T
[ ૧૦ ] દશમુખ અને સુગ્રીવનું પ્રયાણ, તથા સહસ્ત્રકિરણ તેમજ
અનરણ્યની દીક્ષા નામને ઉદ્દેશ
ગૌતમ ભગવતે શ્રેણિકને કહ્યું કે-“હે મગધાધિપ! પહેલાં જે વૃત્તાન્ત બન્યા હતા, તે મેં કહી સંભળાવ્યા. હવે ત્યાર પછીના જે વૃત્તાન્ત બન્યા છે, તે એકાગ્ર મનથી સાંભળો. જ્યતિપુરમાં જવલનશિખ નામના વિદ્યાધરની શ્રીમતી નામની પત્નીથી ચંદ્ર સમાન આહૂલાદક મુખવાળી તારા નામની એક સુન્દર કન્યા હતી. ચકાંક વિદ્યાધરના સાહસગતિ નામના દુષ્ટ પુત્રે પરિભ્રમણ કરતાં એક વખત તે કન્યાને દેખી. તેની સાથે તેને પરણવાની અભિલાષા થઈ. કામદેવના બાણોથી વિંધાએલા શરીરવાળો તે તેને દર્શનની ઉત્કંઠાવાળો થયા અને તેની માગણી કરવા માટે વારંવાર પોતાના દૂતને મોકલવા લાગ્યો. સુગ્રીવ કપિવર પણ તે કન્યાની માગણી કરવા લાગ્યા. કન્યાનો પિતા
વલનશિખ દુવિધામાં પડ્યો કે, મારે કન્યા કેને આપવી? જવલનશિએ કઈ વખત વિનયપૂર્વક મુનિને પૂછયું કે-આ સુન્દર કન્યા કોની પત્ની થશે ? તે આપ મને કહો. ત્યારે મુનિએ તેને પ્રત્યુત્તર આપ્યું કે, આ ચકાંક વિદ્યાધરના પુત્રનું આયુષ્ય લાંબું નથી, પરંતુ વાનરાધિપતિ સુગ્રીવ લાંબા આયુષ્યવાળો છે. દીપક, વૃષભ, હાથી વગેરે ઉત્તમ નિમિત્તો જોઈને વિવાહની મંગલવિધિ કરવા પૂર્વક એ સુન્દર કન્યા સુગ્રીવને આપી. સુતારા સાથે લગ્ન કરીને પ્રસન્ન હૃદયવાળો સુગ્રીવ દેવલોકમાં જેમ ઈન્દ્ર તેમ વિષય-સુખ ભગવતે હતે. કમશઃ તેમને સારા રૂપ અને લાવણ્યયુક્ત પ્રથમ અંગદભટ નામને અને બીજે જયાનન્દ નામને એમ બે પુત્રો થયા.
આ બાજુ દુઃખિત મનવાળો અને નિર્લજજ સાહસગતિ તેના ઉપરના સ્નેહ છેડતે ન હતો. તેને મેળવવા માટે સેંકડો ઉપાયે વિચારવા લાગ્યું. “હું કયારે તેના અરવિંદ સરખા મુખનું અવલોકન કરું, તેમ જ ચપળ બિંબફલ સમાન તેના લાલ હોઠને ગુલાબના ફૂલને જેમ ભમ તેમ ચુમ્બન કરીને કૃતાર્થ થાઉં એ પ્રમાણે ચિંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org