________________
[૯] વાલિ-નિર્વાણગમન ઉદ્દેશ
મેઘની જેમ ચાલવા લાગ્યાં. તે અષ્ટાપદને અદ્ધર ઉઠાવ્યો, ત્યારે કઠેર પવન સાથે ધૂળ ફેલાવાના કારણે આકાશની સર્વ દિશામાં શ્યામ અંધકાર ફેલાઈ ગયે. સમુદ્રો જળ-મર્યાદા છેડી ચારે બાજુ વહેવા લાગ્યા. નદીઓના પ્રવાહો ઉલટા વહેવા લાગ્યા. ઉલ્કા અને વિજળી પડવાના કારણે મેટા શબ્દથી ભુવન ભરાઈ ગયું. તલવાર, ઢાલ, કલ્પ નામનું શસ્ત્ર, બાણ વગેરે હથિયારે જેના હાથમાંથી સરી પડ્યાં, એવા વિદ્યારે પણ ભય પામ્યા અને બોલવા લાગ્યા કે, “અરે ! આ શું થયું, શું થયું?–એમ બેલતા. આકાશમાં એકદમ ઉડવા લાગ્યા.
વાલીમુનિએ પરમાવધિજ્ઞાનથી પર્વત ઉખેડ્યાનું જાણ્યું. ભરત ચક્રવર્તીએ કરાવેલાં જિનમંદિરની રક્ષા માટે તેમનાં હૃદયમાં તીર્થભક્તિ પ્રગટી. “મારા પ્રાણ ખાતર નહીં, પરંતુ પ્રવચન-તીર્થના વાત્સલ્યભાવથી, રાગ-દ્વેષ-રહિતપણે હું આ મંદિરોની રક્ષા કરું—એમ નિશ્ચય કરીને પગના અંગૂઠાથી પર્વતનું એક શિખર એવું દાવ્યું કે, તેના મહાભારથી નમી પડેલા શરીરવાળો રાવણ ત્યાં બેસી ગયે. તે સમયે રાવણના મુકુટનાં મેતીએ ચારે બાજુ વેરાઈ ગયાં. તેનું શરીર અતિશય શિથિલ થઈ ગયું, મસ્તક નીચું વળી ગયું, ઉત્પન્ન થએલા પરસેવાના જળને પ્રવાહ વહેવા લાગ્યા. જીવવાની. આશાથી મુક્ત થએલ તેણે તે સમયે એટલે ભયંકર શદ કર્યો કે, આ જીવલોકમાં તે કારણે “રાવણ” નામથી પ્રસિદ્ધિ પામ્યો. તેના મુખને આ ભયંકર શબ્દ સાંભળીને કેટલાક મૂઢ સુભટ કવચ ધારણ કરીને “શું થયું? શું થયું?”—એમ બેલતા વેગથી દેડતા આગલ-પાછલ ભ્રમણ કરવા લાગ્યા. - આ સમયે મુનિગુણ અને તપના પ્રભાવથી આકાશમાં ઓચિંતો દુંદુભિનો શબ્દ ફેલાયો અને ગગનમાર્ગથી દેવતાઓએ વરસાવેલી પુષ્પવૃષ્ટિ પડી. જ્યારે અનાદરથી પગને અંગૂઠો ઢીલે કર્યો, ત્યારે તરત જ દશમુખ પર્વતને ત્યાગ કરીને બહાર નીકળે. એકદમ મુનિવર પાસે આવી દશાનન પ્રણામપૂર્વક ક્ષમાપના માગવા લાગ્યો અને તેમના તપ-નિયમની પ્રશંસા કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. દશમુખ મુનિને કહેવા લાગ્યું કે, “જિનેશ્વરને છેડીને તમે બીજાને નમસ્કાર કરતા નથી તેના પ્રભાવથી તમે અતુલ બલ પ્રાપ્ત કર્યું છે, તે અમે પ્રત્યક્ષ જોયું. હે ધીરપુરુષ! આ સમગ્ર મનુષ્યલોકમાં રૂપ, શીલ અને બેલના પ્રભાવમાં તમારા કરતાં ચડીયાતા કેઈ નથી. મારા સરખા અપકારીને તમે જીવિતદાન આપ્યું છે એ વાતમાં સંદેહ નથી, તે પણ આ નિર્લજજ દુર્જનને હજુ વિષય તરફ વૈરાગ્ય જાગતું નથી. તે સત્પરુષે ખરેખર ધન્ય છે કે, જેઓ તરુણવયમાં વૈરાગ્ય પામ્યા છે, એટલું જ નહિ, પણ છતા વૈભવને ત્યાગ કરી નિઃસંગ બની જેઓએ દીક્ષા અંગીકાર કરી છે. આ પ્રમાણે મુનિની સ્તવના કરીને દશાનને પિતાની યુવતીઓ સાથે જિનગૃહમાં પ્રવેશ કર્યો અને મોટી પૂજાની રચના કરી. ત્યાર પછી ચંદ્રહાસ તલવારથી પોતાની ભુજામાંથી નસ બહાર કાઢીને વીણાના તૂટેલા તારને જોડીને પૂર્ણભક્તિથી વીણને સ્વર વગાડવા લાગ્યો. પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org