________________
[૯] વાલિ-નિર્વાણગમન ઉદ્દેશ
૮૧
જઈને પ્રણામ કર. દૂતના વચનથી દૂભાએલ દેહવાળો વ્યાધ્રુવિલમ્બી તરવાર ખેંચીને દૂતના ઉપર પ્રહાર કરવા તૈયાર થયો, એટલે વાનરપતિએ તેને અટકાવ્યો અને કહ્યું કે-“દૂત એ તે માત્ર બીજાએ કહેવરાવેલ સંદેશે કહેનાર સેવક છે, વાસ્તવિકપણે તો તે શબ્દના પડઘા સરખો છે. તેવાને મારવાથી લાભ? આકરાં કઠેર વચનથી. તિરસ્કાર પામેલે દૂત ત્યાંથી પાછો ફર્યો અને જે કંઈ અનુભવ્યું, તે સર્વ રાવણને નિવેદન કર્યું. વાલીનાં વચનો સાંભળીને રાવણ પિતાની સેના સહિત તૈયાર થયો અને તેના ઉપર હલે કરવા માટે એકદમ આકાશમાર્ગે ચાલ્યા. રાક્ષસેના યુદ્ધવાજિંત્રોના શબ્દો સાંભળીને યુદ્ધ માટે ઉત્કંઠિત પરાક્રમી વાલી વાનર સુભટો સહિત તેને પ્રતિકાર કરવા તેની સન્મુખ ગયે. કપાસિથી જળી રહેલા વાલીને મંત્રીઓએ સમજાવીને શાન્ત પાડ્યો અને કહ્યું કે-“અનેક સુભટના જીવનને અંત આણનાર નિરર્થક યુદ્ધ કરવાથી સર્યું. ત્યારે વાનરેન્દ્ર વાલીએ કહ્યું કે, “રાવણ અને તેના સમગ્ર સિન્ય અને કુલપરિવારને મારા કરતલથી અભિઘાત કરવા પૂર્વક તેઓને ચૂરેચૂર કરી નાખવા હું સમર્થ છું, પરંતુ ભોગ માટે આવા પ્રકારનાં પાપકર્મ કરીને લાંબા કાળ સુધી નરક અને તિર્યંચગતિમાં તેનાં માઠાં ફલેન વિપાકે ભોગવવા પડે છે. કેટલાક સમય પહેલાં મેં સાધુભગવંત પાસે પ્રતિજ્ઞા કરેલી છે કે, “જિનેશ્વર ભગવંત સિવાય બીજાની
સ્તુતિ મારે ન કરવી.” હું પ્રતિજ્ઞાન ભંગ નહિ કરીશ કે અનેક જીવોની વિરાધના કરનાર મહાયુદ્ધ પણ નહિ કરીશ, પરંતુ જિનેશ્વરે ઉપદેશેલ સંગરહિત પ્રવજ્યા અંગીકાર કરીશ. સુંદર યુવતીઓના સ્તનતટ પર આલિંગન આપવા માટે ઉત્સુક છે મારા હાથ હતા, તે હવે બીજા કોઈને મસ્તક ઉપર અંજલિ કરીને પ્રણામ નહીં કરશે. ત્યાર પછી સુગ્રીવને બોલાવીને કહ્યું કે-“હે વત્સ! હું તને રાજ્ય પર સ્થાપના કરું છું. રાવણને તારે પ્રણામ કરવા કે ન કરવા તે તારી ઇચ્છાને આધીન છે. કુલના આધાર સુગ્રીવને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને, ગૃહવાસનો ત્યાગ કરીને ગગનચંદ્ર મુનિની પાસે વાલીએ દીક્ષા અંગીકાર કરી. એક માત્ર શુદ્ધ ભાવમાં તલ્લીન બનેલા, સંયમ, તપ-નિયમ પાલન કરવા પૂર્વક જાણેલા પરમાર્થવાળા કમંક્ષય અને નિર્જરા કરવા માટે અન્ય અન્ય મન, વચન અને કાયાના યેગથી યુક્ત, ચારિત્ર, જ્ઞાન, દર્શનનિર્મલ સમ્યક્ત્વ યુક્ત અને મેહરહિત વાલી મુનિ ગામ, નગર, ખાણ આદિથી શોભિત પૃથ્વીમાં વિચરવા લાગ્યા. તે પ્રાણોના રક્ષણ માટે ભોજન કરતા હતા, ધર્મ કરવા માટે પ્રાણોને ધારણ કરતા હતા, કંટાળે લાવ્યા વગર મોક્ષ માટે અપ્રમત્તભાવે હંમેશાં ધર્મોપાર્જન કરતા હતા. રાવણનું અષ્ટાપદ–ગમન અને વાલિમુનિ દ્વારા પરાભવ
સુગ્રીવે શ્રીપ્રભા નામની કન્યા રાક્ષસેન્દ્ર રાવણને આપી અને તે મહાનગરી કિષ્કિધિમાં સુખસમૃદ્ધિવાળું રાજ્ય ભોગવતા હતા. બલાત્કારથી અને પરાક્રમથી વિદ્યાધરની અને મનુષ્યની રૂપ-યૌવનવંતી કન્યાઓ લાવીને રાવણ તેમને પરણતો હતો. નિત્યાક
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org