________________
પઉમચરિય-પદ્મચરિત્ર
નામના નગરમાં નિત્યાલાક નામના ખેચરેન્દ્રની પત્ની શ્રીદેવીના ગર્ભથી ઉત્પન્ન થએલી રત્નાવલી નામની પુત્રી હતી. તેની સાથે વિવાહ કરવા માટે પુષ્પક નામના વિમાનમાં બેસીને આકાશમાગે જતાં વચમાં અષ્ટાપદ પર્વત ઉપર તેનું વિમાન અટકી પડ્યું. પુષ્પક વિમાનને અટકેલું દેખીને અત્યંત રાષે ભરાએલ રાવણે મારીચિને પૂછ્યું કે, ‘વિમાન કેમ રોકાયું ? ’ ત્યારે મારીચિએ કહ્યું કે, ‘ હે સ્વામી ! સૂર્ય સન્મુખ નજર કરતા કાઇ મહાશક્તિશાલી મુનિવર અતિશય ધાર તપ તપી રહેલા છે. તેમના પ્રભાવથી આ વિમાન આગળ વધતું નથી, માટે નીચે ઉતરા અને પાપ નાશ કરનાર મુનિને નમસ્કાર કરે.
: ૮૨ :
રાવણનું અષ્ટાપદે ઉતરાણ
રાવણે વિમાન નીચે ઉતાર્યું. ત્યાં મનેાહર કૈલાસ પવ ત જોયા. તે કેવા હતા ?– અનેક ઊંચા શિખરેાના સમૂહવાળા, મેઘ સરખા શ્યામવર્ણવાળા, છિદ્રવગરના લગાલગ તરુણ વૃક્ષશ્રેણીમાં ખીલેલાં પુષ્પામાં લીન ભ્રમરૈના ગુંજારવના શબ્દોથી વ્યાપ્ત, ઝરણાંમાંથી વહેતા નિલ જળસમૂહથી ભીંજાએલા સુંદર પ્રદેશવાળા, નીચાં શિખ પર કિન્ના, નાગકુમાર અને ગન્ધર્વોના અતિમધુર ગવાતા સગીતના શબ્દોવાળા, હરણા, મહિષા, શરભેા, સિંહા, વરાહા, રુરુજાતિના મૃગા અને હાથીઓનાં ટોળાંવાળા, શિખરરૂપી હાથના સમૂહમાંથી બહાર નીકળતા વિવિધ પ્રકારનાં રત્નાના મનેાહર દેખાવવાળા, દશે દિશાઓને પ્રકાશિત કરનાર સુવણૅ થી નિર્માણ કરેલાં જિનમદિરાવાળા પર્યંત પર ઉતર્યાં. ત્યાં તેણે શિલાપટ્ટ ઉપર ધ્યાનમાં એકાગ્ર અનેલા સૂના તાપમાં આતાપના લેતા વાલીમુનિને જોયા. તે કેવા હતા ?–વિસ્તાણું વિશાલ વક્ષઃસ્થલવાળા, તપના તેજથી પરિપૂર્ણ, લટકતા ભુજા-યુગલવાળા, મેરુ સરખા અડાલ અને નિશ્ચલ ધ્યાનમાં આરૂઢ થએલા આ મુનિને દેખીને રાવણને પહેલાંનું વૈર યાદ આવ્યું. એટલે ભૃકુટી ચડાવી એકદમ રાવણુ આકરાં વચનથી મુનિવરને કહેવા લાગ્યા કે-તપ અને ચારિત્ર તે સુંદર કર્યાં, મુનિવર થઈ ને હજુ પૂર્વના અપરાધના બદલેા લેવા તે વિમાન ઠીક રોકી રાખ્યું, ક્યાં તારી પ્રવ્રજ્યા ! લાંખા કાળથી સેવેલ તારા તપ ક્યાં ? રાગ-દ્વેષને આધીન થએલા એવા તને આ સર્વાં નિષ્ફલ થયાં. હમણાં જ તારુ' અભિમાન દૂર કરું છું અને સાથે આ પર્યંતને પણ મૂળમાંથી ઉખેડીને તારી સમક્ષ સમુદ્રમાં ફેકી દઉં છું. ભયંકર રૂપ વિકુર્તીને સંવિદ્યાઓનું સ્મરણ કરીને રાષાયમાન થએલ તે રાવણે ભૂમિથી ઉખેડવા માટે પર્વતની નીચે પ્રવેશ કર્યાં.
ક્રોધાનલથી લાલ આંખવાળેા, ન સાંભળી શકાય તેવા કઠોર મુખના શબ્દ કરતા, ગુસ્સાવાળી મુખાકૃતિવાળા રાવણ એ ભુજાથી પેાતાની સવ તાકાતવડે પતને ઉખેડવા લાગ્યા. કપાવેલ પૃથ્વીપીઠવાળા, જેણે મજબૂત પર્વતનાં સંધિબંધના દૂર કર્યા છે, એવા પર્વતને મસ્તક ઉપર બે ભુજાથી પકડીને દૂર સુધી ધારણ કર્યાં. તે સમયે માટા મોટા સૌ લટકતા હતા. અનેક પ્રકારના પશુ-પક્ષીએ ભયથી આમતેમ દોડાદોડી કરતા હતા. કિનારા પર વહેતાં ઝરણાં ખળભળવા લાગ્યાં, પર્વતનાં મોટાં શિખરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org