________________
: ૮૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
પવિત્ર અક્ષરાથી જિનેશ્વર ભગવ ́તની સ્તુતિ કરવા લાગ્યા, તેમજ વિધિપૂર્વક સાતે સ્વરના જેમાં ચેગ થાય તેવું સંગીત પણ વાજિંત્ર સાથે આલાપ પૂર્વક ગાયું. અષ્ટાપદ પર રહેલા જિનાની રાવણે કરેલી સ્તુતિ
“ લાંખા કાળથી જામી ગએલા માહરૂપી અજ્ઞાન-અધકારને પાતાના કેવલજ્ઞાન રૂપ કિરણેાથી સર્વથા નાશ કયું છે, તેવા ઋષભદેવરૂપી સૂર્યને હું નમસ્કાર કરું છું. તેમજ અજિત, સંભવ જિનેશ્વર, અભિનન્દન, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વ સ્વામી અને ચંદ્રપ્રભ ભગવંતને હું નમસ્કાર કરું છું. ઇન્દ્રિયારૂપી શત્રુસમૂહને દમન કરનાર પુષ્પદ ત–સુવિધિનાથની હું... સ્તુતિ કરુ છું. મેાક્ષમાના ઉપદેશ કરનાર શીતલસ્વામીને હું પ્રણામ કરું છું. જિનેશ્વરામાં ઈન્દ્રસમાન શ્રેયાંસને, ઈન્દ્રસમાન આનન્દ આપનાર વાસુપૂજ્યને, વિમલ, અનન્ત અને ધનાથ ભગવંતને અનન્યમનથી પ્રણામ કરું છું. શાંતિ, કુન્થુ, અરજિન, મલ્લિ, મુનિસુવ્રત, નમિ તથા નેમિનાથ, પાર્શ્વ અને વીર એમ ચાવીશે તીથંકર ભગવ'તને ભવાટવીમાંથી પાર ઉતરવા માટે હું પ્રણામ કરું છું. વળી ભવિષ્યકાળમાં જે જિનેશ્વરા થશે. મુનિ ભગવ'તા, ગણધરો, તપની સમૃદ્ધિવાળા તેમ જ મન, વચન અને કાયાના ચેાગમાં શુભ પ્રવૃત્તિ કરનારા તે સર્વે મુનિવરોને હું નમસ્કાર કરું છું.” રાવણ આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ–પૂર્ણ સંગીત સાથે ગાતા હતા, ત્યારે અવિધજ્ઞાનથી ધરણેન્દ્રે જાણ્યું અને તરત જ ઉતાવળા ઉતાવળા અષ્ટાપદ પર્વત ઉપર આવી પહેાંચ્યા.
ધરણેન્દ્ર પાસેથી પ્રાપ્ત કરેલ શક્તિ અને
સ્વદેશાગમન
6
ધરણેન્દ્રે આવી જિનેશ્વર ભગવંતની મહાપૂજા કરીને આદરથી પ્રભુને વંદના કરીને કમલપત્ર સરખા નેત્રવાળા દશમુખને પ્રભુ આગળ સગીત-ગાન કરતા જોયા. ત્યારે નાગેન્દ્રે તેને કહ્યું કે, હે સુપુરુષ ! તેં મહાસાહસ કરી મેરુપર્યંત સરખા અડાલ હૃદયથી જિનેશ્વર ઉપરની અતુલ્ય ભક્તિ કરી છે. હે દશાનન ! પ્રભુ પ્રત્યેની ભક્તિમાં તત્પર તને દેખીને તારા પર હું પ્રસન્ન થયા છું, તે જે કંઇ પણ તને ઇષ્ટ હાય તેની માગણી કરીશ, તે તે તને સ્વાધીન કરીશ.' આ સાંભળીને લ"કાધિપે ા પર રહેલા મિણએના કિરણાથી દીપતા ધરણેન્દ્રને કહ્યું કે, ‘જિનેશ્વરની ભક્તિના રાગથી મે... શું નથી મેળવ્યું ?' આ કહેવાથી અધિક પ્રસન્ન થએલા ધરણેન્દ્રે કહ્યુ કે, • આ અમેાઘ વિજય પ્રાપ્ત કરાવનાર પ્રશસ્ત શક્તિ ગ્રહણ કર, જેના પ્રતાપથી દેવસમૂહો પણ તને વશ થશે. ' ત્યાર પછી મસ્તકથી પ્રણામ કરી રાવણે તે શક્તિ ગ્રહણ કરી. ધરણેન્દ્ર પણ જિનવરેન્દ્રની સ્તુતિ કરીને પેાતાના સ્થાનકે ગયા.
આ અષ્ટાપદ પર્વત ઉપર એક માસ પસાર કરી ત્યાં પ્રાયશ્ચિત્ત કરીને વાલી મુનીન્દ્રને ખમાવ્યા. ચૈત્યાની પ્રદક્ષિણા કરી સે'કડા મગલથી ભગવતની સ્તુતિ કરતે સપરિવાર પાતાના નગરે ગયા. બીજી બાજુ વાલીમુનિ ધ્યાનાગ્નિથી પહેલાં કરેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org