________________
પઉમચરિય–પદ્મચરિત્ર
લાગી કે, માર્ગ વચ્ચે ઉભી ન રહે, મને જવાને માગ જલ્દી આપ, ત્યારે બીજી સ્ત્રી પણ તેને કહેવા લાગી કે, “હે બહેન ! શું મને તેનાં દર્શન કરવાનું કૌતુક નહિ હોય? કોઈ વળી બીજીને ઠપકો આપવા લાગી કે “હે અતિચપલે ! તને રાવણનાં દર્શનની ઉત્કંઠા થઈ છે, તેથી તારા સ્તને અથડાવીને મને પીડા ન કર.” તેણે પણ તેને સામે સંભળાવ્યું કે, તું એકલી જેનારી છે ! આ ગવાક્ષને તું રોકી ન રાખ. વળી બીજી કોઈ સ્ત્રી કહેવા લાગી કે-હે સખી! આ મારા નેત્ર પર રહેલ અને મારી નજર રેકતી કેશપાશમાં બાંધેલી પુષ્પમાળા દૂર કર. ત્યારે બીજી સખીએ કહ્યું કે,
આટલો મોટો આંતર હોવા છતાં તેને દેખાતું નથી એ નવાઈની વાત છે. આ પ્રમાણે ત્યાં દશાનનનાં દર્શન કરતી અને આનંદમાં આવી મોટા શબ્દો કરતી નાગરિક યુવતીઓએ ભવનના ગવાક્ષેને કોલાહલમય કરી નાખ્યા.
અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદવાળા કૌતુકમંગળ જેનાં થઈ રહેલાં છે, ઈન્દ્રના સરખી સમૃદ્ધિવાળા વિમાનમાં બેઠેલા રાવણે નગરલોકના અને નગર–યુવતીઓના સમાન–પૂર્વક આડંબરથી લંકાનગરીમાં પ્રવેશ કર્યો. નગરનારીઓ અને ઘણા લોકો વડે આશીર્વાદ પામતા તથા સ્તુતિ કરાતા રાવણે હજાર સ્તંભવાળા, પિતાના ઉંચા ભવનમાં પ્રવેશ કર્યો. સુવર્ણમય દીવાલેથી શોભિત, લટકતા મરક્તમણિ અને મોતીઓના ઝુમખાયુક્ત, મંદ મંદ વાયરાથી ધીમે ધીમે ફરકતી સફેદ વજાના કારણે તેને અગ્રભાગ ચંચળ જણાતે હતો. ત્યાર પછી જેમ દેવલેકમાં દેવતાઓ ઈચ્છા પ્રમાણે–ભોગો ભેગવે, તેમ બીજા સામંતે પણ પોતપોતાનાં ભવનમાં રહીને યથેષ્ટ ભેગ-સુખ ભોગવવા લાગ્યા. સામંતોથી પ્રણામ કરાતો, ગુરુજન, બધુવર્ગ, સ્વજન, પરિજન તેમજ પુત્રના પરિવાર સહિત તે શ્રેષ્ઠ લક્ષ્મીવાળી લંકાનગરીમાં ભાગો ભેગવવા લાગ્યા. વિવિધ સમ્પત્તિઓ સિદ્ધ થવાના કારણે મહત્તવવાળી, નમેલા શત્રુસમૂહવાળી, ભયનિમુક્ત સુન્દર પુણ્યકર્મના ફલોદયના યોગવાળી તેની વિમલ કીર્તિ સર્વ દિશાઓમાં વિસ્તાર પામી. ૨૮૬
એ પ્રમાણે પદ્મચરિતવિષે “દશમુખ-રાવણને નગર-પ્રવેશ” નામના ૮મા ઉદ્દેશાને ગૂર્જરનુવાદ આગદ્ધારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રી હેમસાગરસૂરિએ પૂર્ણ કર્યો. [૮] [સં. ૨૦૨૫ વૈશાખ શુદિ ૮ શુક તા. ૨૫-૪-૬ન્ના દિવસે ચોપાટી કલ્યાણપાર્શ્વનાથ દેરાસર ઉપાશ્રય].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org