________________
[ ઉદ્દેશે ૮ મ ] દશમુખે કરેલ લંકા-પ્રવેશ રાવણ મંદોદરી સાથે વિવાહ
આ બાજુ વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં સુરસંગીત નામના નગરમાં મય નામના રાજાને હેમવતી નામની ભાર્યા હતી. તેમને નવીન યૌવનયુક્ત અને વિનયાદિ અનેક ગુણોવાળી મંદોદરી નામની પુત્રી હતી. કોઈક દિવસે વિશાલનયનવાળી મદદરીને મયરાજાએ દેખી. દેખતાં જ ક્ષણવાર વિચારમાં પડી ગયો. તરત જ મંત્રીઓને બોલાવીને પૂછયું કે-“તમે કહો કે, આ કન્યા મારે કેને આપવી?” મંત્રીઓએ બલસમૃદ્ધ અનેક વિદ્યાધરનાં નામ જણાવ્યાં. કેઈકે કહ્યું કે, આ ઉત્તમ કન્યા ઇન્દ્રને
ગ્ય છે. નીતિશાસ્ત્રોના વિચાર કરનારા મહામંત્રીઓને મય રાજાએ કહ્યું કે, મારે અભિપ્રાય તે આ કન્યા દશમુખને આપવાનો છે. દશમુખ રાજા હજારો વિદ્યાઓ ધારણ કરનાર, અતુલ બલ-પરાક્રમવાળે, રૂપવાન, સુંદર કુળમાં જન્મેલે છે, તથા ગુણોથી તેની કીર્તિ દૂર સુધી ફેલાએલી છે. રાજાની વાતમાં મંત્રીઓએ સમ્મતિ આપી કે, “હે સ્વામી ! આપે જે કહ્યું, તે બરાબર છે, માટે મંગલ મહોત્સવ કરે, આવા શુભ કાર્યમાં વિલંબ ન કરે.” શુભ લગ્ન અને કરણને યોગ થયો, તે સમયે કન્યાને લઈને પિતાના પરિવાર–સહિત મય રાજા આકાશમાગે દશમુખના નગર તરફ ચાલ્યા. આકાશમાગે જતાં ભીમારણ્યના મધ્યભાગમાં ઉત્તમ ઉંચા કિલ્લાવાળું મનેહર નગર દેખ્યું. જ્યાં દેવનગર સરખા આકારવાળું આ નગર હતું. તે ભીમ મહાઅરણ્ય સર્વાવ, બલાહક, સમેત અને અષ્ટાપદ એમ ચાર પર્વતના મધ્યભાગમાં હતું. તે નગરની પાસે મયરાજા પોતાની સેના સહિત નીચે ઉતર્યો. ત્યાં શરદના મેઘ સરખું ઉજજવલ મનોહર ભવન જોયું. તે ભવનમાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાં રહેલી બાલિકાને દેખી. એટલે તેને પૂછ્યું કે, તું કેમની પુત્રી છે? અને આ મહાભવન કેવું છે? તેણે કહ્યું કે, “દશમુખ નામના મારા ભાઈનું આ ભવન છે અને મારું નામ ચંદ્રનખા છે. આ ચંદ્રહાસ ખડ્ઝની રક્ષા કરવા માટે મને અહીં રાખેલી છે. તેટલામાં મેરુપર્વત પર જઈને ત્યાંનાં ચૈત્યગૃહને સ્તવીને રાવણ પાછો આવ્યો અને તે જ ઘરમાં પિઠે. મય સહિત મંત્રીઓએ દશમુખનું યથોચિત સન્માન કર્યું. દશાનનને દેખીને મારીચ, વજમધ્ય, ગગનતડિત , વજનેત્ર, મરુત , ઉર્જ, ઉગ્રસેન, મેધાવી, સારણ, શુક અને બીજાઓ પણ તુષ્ટ થયા. વિનોપચારપૂર્વક પ્રણામ કરીને મંત્રીઓ દશમુખને કહેવા લાગ્યા કે, “હે દશાનન ! અમે અહીં આવ્યા છીએ, તેનું કારણ એકાગ્રચિત્તથી સાંભળે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org