________________
: ૭ર છે
૫૧મચરિય–પદ્મચરિત્ર
સામાં લડવા લાગ્યા. જ્યારે અહીં યુદ્ધ ચાલતું હતું, તે પહેલાં તયાર કરેલી સુરંગ દ્વારા તેની નાગમતી પત્ની પિતાની પુત્રી સાથે નીકળીને અરણ્યમાં ચાલી ગઈ અને તાપસના આશ્રમમાં આગળથી પહોંચી ગઈ. ત્યાં પિતાની પુત્રીની સાથે સમય પસાર કરતી હતી. હરિષણને દેખીને સુંદર યૌવનવાળી તે કન્યા કામદેવના બાણેથી વિંધાએલી તેના રૂપને નીહાળતી તૃપ્તિ પામતી ન હતી. માતાએ પુત્રીને કહ્યું કે, “સુંદરાંગી! હે પુત્રી! તું ચક્રધરની પત્ની થવાની છે, તે પૂર્વનાં વચને યાદ કર. તે કન્યાને જોઈને તે હરિષેણ પણ કામદેવના બાણથી ભેદા અને વિચારવા લાગ્યો કે, “એ નિર્મળ કુલવાળી બાલિકા મારી પત્ની કયારે થશે ? કન્યાને સ્નેહાનુરાગવાળી થયેલી જાણીને તાપસેએ હરિણકુમારને આશ્રમથી બહાર કાઢી મૂક્યો. હરિણકુમાર પણ તેના રૂપ અને ગુણોનું સ્મરણ કરતે રાત-દિવસ બિલકુલ નિદ્રા લેતે ન હતો. તેના વિરહને કારણે આસન કે શય્યામાં, ગામ કે સુંદર નગરમાં, મનહર આકર્ષક ઉદ્યાનમાં પણ તે શાંતિ પામતું ન હતું. હરિજેણે એ વિચારતો હતો કે, તે કન્યાને પ્રાપ્ત કરું તે હું સમગ્ર ભરતક્ષેત્રને ભેગવનારો થઈશ, તેમાં સંદેહ નથી. ગામમાં, નગરમાં, નદીએના કિનારા વિષે, પર્વતના શિખર ઉપર હું તરત જિનમંદિરનું નિર્માણ કરાવીશ. કન્યામાં ચિત્તવાળે, તેમાં જ ગએલા મનવાળો ગામ, ખાણ, નગરોથી શોભાયમાન પૃથ્વીમાં પરિભ્રમણ કરતો ક્રમે કરીને સિધુનદ નામના નગરે પહોંચે.
તે સમયે બહાર ક્રીડા કરવા નીકળેલી નગર–યુવતીઓ આ હરિણકુમારને એકાગ્ર-અનિમેષ નજરથી દેખાવા લાગી. તે સમયે એક ગુસ્સાવાળે હાથી આ યુવતીઓ તરફ દેડ્યો.
ગંડસ્થલમાંથી વહેતા મદ જળવાળ, મેજથી ભ્રમણ કરી રહેલા, ભ્રમરથી વ્યાપ્ત, મદોન્મત્ત ગુલ ગુલ શબ્દ કરતા હાથીને નજીક આવતો દેખીને ભયથી વિહલ બનેલી સમગ્ર યુવતીઓ પલાયન થવા લાગી. હાથીના ભયથી પલાયન થતી અને વિલાપ કરતી યુવતીઓને દેખીને કરુણાપૂર્ણ હૃદયવાળો હરિફેણ તે હાથીની નજીકમાં ગયે. હાથીને ક્ષેભ પામેલે જાણીને નગરલોકો પણ ઉતાવળા ઉતાવળા દેડવા લાગ્યા અને ભવનના શિખર પર અગાસીમાં રહેલે રાજા પણ આ બનાવ જેવા લાગે. હવે કુમારે હાથીને કહ્યું કે-“અરે! આ યુવતીઓએ તારો કર્યો અપરાધ કર્યો છે? તું મારી સન્મુખ આવી જા; તેમાં વિલંબ ન કર. દેખાવમાં ભયંકર તે હાથી યુવતીવર્ગને ત્યાગ કરીને ચંચળ અને ગમનમાં કુશલ, કુમારની સન્મુખ દેડ્યો. કમ્મરને મજબૂત બાંધીને વિજળી સરખા ચપળ વિલાસથી દંકૂશળ પર પગ સ્થાપન કરીને હંસની લીલાથી કુમાર હાથી પર ચડી ગયે. શાસ્ત્રોમાં કહેલી મન અને નેત્રની અનેક પ્રકારની સંમેહનશક્તિથી તથા ચપલ ચરણની ખૂબ લાત મારીને તથા હથેળી અફાળીને તે હાથીના બળનું અભિમાન દૂર કર્યું. ત્યાર પછી ખલના પામેલ અને ધીમી ગતિવાળા એ હાથીને નિર્વિષ કરેલા સર્ષની જેમ તે કુમારે કાબૂમાં લીધે. તેના કાન પકડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org