________________
[૮] રાવણે કરેલ લકા-પ્રવેશ
: ૭૩ :
તે માટા હાથી ઉપર આરૂઢ થયા. તેને સારી શિખામણ આપી કે, ‘હવે તારે ફરી આમ ન કરવું.' હાથી પર બેઠેલ કુમાર તે નગરમાં અનેક નર–નારીએથી દર્શન પામતા નગરમાં પેઠા અને કામદેવના સરખા રૂપવાળા તે રાજભવન પાસે પહેાંચ્યા. પ્રાસાદતલમાં રહેલા રાજાએ હાથી પર બેઠેલા કુમારને જોઇને ચિંતવ્યું કે, · આ કોઇ ઉત્તમ પુણ્યશાલી પુરુષ છે, એ વાતમાં સંદેહ નથી.’ એમ વિચારીને રાજાએ એકસા ઉત્તમ કન્યાઓ આપી અને ઋદ્ધિસપન્ન રાજાએ પૂર્વક તેના વિવાહ-મહાત્સવ પ્રવર્તાવ્યો. દેવલાકમાં ઇન્દ્રના સરખા તેની સાથે ભાગા અને વિષયસુખ ભાગવત હરિષણ ત્યાં રહેતા હતા, તેા પણ મદનાવલીને ભૂલી શકતા ન હતા.
કાઇ વખતે રાત્રે કિમતી શયનમાં સુખપૂર્વક સૂતેલા હતા, ત્યારે વેગવતી નામની કાઇ વિદ્યાધરીએ તેનું અપહરણ કર્યું. નિદ્રા ઉડી જતાં એ સ્ત્રીને દેખી અને મજબૂત મુઠ્ઠી બાંધીને હાથ લાંબા કરીને કુમારે તેને પૂછ્યું કે, ‘ કયા કારણે મારું અપહરણ કર્યું ? ’ તે કહેવા લાગી કે,−‘હે ઉત્તમનર ! મારી વાત સાંભળેા, સૂર્યોદય નામના નગરમાં ઇન્દ્રધનુ નામના વિદ્યાધર રાજા છે, તેને શ્રીકાન્તા નામની ભાર્યા છે, તેની કુક્ષિથી જયચદ્રા નામની એક પુત્રી ઉત્પન્ન થઇ છે. હે પ્રભુ ! પુરુષષિણી તે કન્યા હંમેશાં પિતાનું અપમાન કરે છે. પટમાં ચિત્રામણ કરાવીને ભરતક્ષેત્રનાં સમગ્ર રૂપા તેને ખતાવ્યાં, પરંતુ તેમાંથી તેને કાઇ વલ્લભ ન થયા. પછી તમારુ રૂપ પટમાં આલેખીને તેને ખતાવ્યું, એટલે તરત જ મનખાણુથી વિંધાએલા અંગવાળી તે તમારા રૂપમાં માહિત થઇ. · જો આ પુરુષની સાથે વિશિષ્ટ કામભોગ ભાગવનારી હું ન ખનું, તે મને અગ્નિ એ જ શરણુ, આ સિવાય બીજા પુરુષના ત્યાગના નિયમ કરું છું. તેની પાસે મેં દુષ્કર પ્રતિજ્ઞા અંગીકાર કરેલી છે કે– હે સ્વામિની ! જો હું જલ્દી તેને લાવીને હાજર ન કરું, તા અગ્નિજ્વાલામાં પ્રવેશ કરીશ.' હે પ્રભુ ! તમારી કૃપાથી હું મારા જીવનનું રક્ષણ અને નિર્વિઘ્ને તેની પ્રતિજ્ઞાનું એકદમ પાલન કરી શકીશ. તેને સૂર્યાંય નગરમાં લાવીને રાજાને નિવેદન કર્યાં અને કુમારીને કુમાર સાથે પાણિગ્રહણના મહેાત્સવ પ્રવર્તાવ્યા. પૂર્ણ પ્રતિજ્ઞાવાળી વેગવતીનું વૈભવ અનુસાર સન્માન કર્યું, ઉંચા પ્રકારનું સન્માન પામેલી તે લેાકમાં યશસ્વિની મની. તેની સાથે લગ્ન કરવાની અભિલાષાવાળા અતિપ્રચંડ ગંગાધર અને મહીધર નામના બે વિદ્યાધરા આ અનેના વિવાહ થયે સાંભળીને અતિશય ગુસ્સા પામ્યા. બે મોટી મહાસેના તથા હાથી અને ઘેાડા તેમજ અખ્તર પહેરેલા અને ખાંધેલી ધ્વજાના ચિહ્નવાળા સુભટો યુદ્ધ કરવા માટે સૂર્યોદયનગરની પાસે આવી પહોંચ્યા. શત્રુઓના ખલવાન સુભટોનું આગમન સાંભળીને વિદ્યાધરા સહિત હરિષણ પણ તેમના સામના કરવા માટે એકદમ બહાર નીકળ્યા, અનેક પ્રકારનાં શસ્ત્રો અથડાવાના કારણે અને વાજિંત્રા વાગવાના કારણે ઉત્પન્ન થતા કાલાહલવાળા, નીચે પડતા ઘવાએલા હાથી-ઘેાડાવાળા, નૃત્ય કરતાં ધડાનાં નાટ્ય સરખુ પ્રેક્ષણીય યુદ્ધ જામ્યું. શત્રુ-સેનામાં એવા કેાઈ હાથી, યાન્દ્રા કે ઘેાડા ન હતા કે, જેને રિષેણે તીક્ષ્ણ ખાણથી
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org